માથ્થી 10

10
બાર ગમાડેલા ચેલાઓને અધિકાર આપવો
(માર્ક 3:13-19; લૂક 6:12-16)
1ઈસુએ બાર ચેલાઓને પોતાની પાહે બોલાવીને મેલી આત્માઓને કાઢવાનો, અને હરેક જાતનો રોગ અને હરેક જાતના દુખો મટાડવાનો અધિકાર તેઓને આપ્યો. 2તે બાર ગમાડેલા ચેલાઓના નામ આ પરમાણે છે, પેલો સિમોન, જે પિતર કેવાય છે, એનો ભાઈ આંદ્રિયા; ઝબદીનો દીકરો યાકુબ, અને એનો ભાઈ યોહાન, 3ફિલિપ અને બર્થોલ્મી, થોમા અને માથ્થી જે દાણી હતો, અલ્ફીનો દીકરો યાકુબ અને થાદ્દી, 4સિમોન કનાની, અને યહુદા ઈશ્કારિયોત, જેણે ઈસુને પકડાવ્યો હતો.
ઈસુ દ્વારા ગમાડેલા ચેલાઓને સેવા હાટુ મોકલવા
(માર્ક 6:7-13; લૂક 9:1-6)
5ઈસુએ બાર ચેલાઓને આ આજ્ઞા આપીને મોકલ્યા કે, તમે બિનયહુદીઓના મારગમાં નો જાવ, સમરૂન પરદેશના નગરમાં ઘરતા નય. 6પણ એના કરતાં ઈઝરાયલ દેશના લોકો પાહે જાવ ઈ એવા ઘેટાંઓની જેવા છે જે સરાવનારથી ભટકી ગયા છે. 7અને જાતા આ સંદેશો આપો કે, સ્વર્ગનું રાજ્ય પાહે આવી ગયુ છે. 8માંદા લોકોને હાજા કરો; મરેલાને જીવતા કરો; કોઢિયાઓને શુદ્ધ કરો; અને મેલી આત્માઓને કાઢો. તમને મફતમાં મળ્યું છે અને તમે બીજાઓને મફત દયો. 9પોતાનુ હોનું, રૂપું કે, સાંદી કડમાં બાંધેલુ નો રાખો. 10મારગ હારું જોળી, બબ્બે ઝભ્ભા, જોડા કે, લાકડી પણ લેતા નય, કેમ કે, મજુરને પોતાનું ખાવાનું મળવું જોયી.
11જે કોય શહેરમાં કે ગામમાં તમે જાવ, એમા લાયક હોય એની તપાસ કરો, અને ન્યાથી નીકળતા, ન્યા હુધી રયો. 12અને ઘરમાં જાતી વખતે એને સલામ કહો. 13અને જો તે ઘર લાયક હોય, તો તમારી શાંતિ એની ઉપર આયશે, પણ જો ઈ લાયક નય હોય, તો તમારી શાંતિ તમારી ઉપર પાછી આયશે. 14“જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.” 15હું તમને હાસુ કવ છું કે, ન્યાયના દિવસે ઈ શહેરની દશા સદોમ અને ગમોરા શહેરથી વધારે ભુંડી હશે.
ઈસુ દ્વારા આવનાર કઠણાઈ વિષે સેતવણી
(માર્ક 13:9-13; લૂક 21:12-17)
16જાવ, હું તમને ઘેટાની જેવા વરુઓના ટોળામાં મોકલું છું, ઈ હાટુ એરુની જેવા હોશિયાર અને કબુતરની જેવા ભોળા થાવ. 17પણ તમે માણસોથી સાવધાન રયો કેમ કે, તમારા દુશ્મનો તમને કોરાટમાં લય જાહે અને તેઓના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં તમને કોરડા મારશે. 18તેઓને અને બિનયહુદીઓની હારે સાક્ષીને અરથે મારે લીધે, તમને રાજ્યપાલ હારે રાજાઓની આગળ તેઓની હારે અને બીજી જાતિઓ હાટુ સાક્ષી થાવા હાટુ હોપવામાં આયશે. 19પણ જઈ તમને તેઓ પકડાયશે તઈ તમે ઉપાદી નો કરતાં કે, અમારે કય રીતે બોલવું; કેમ કે, શું બોલવું ઈ તમને ઈજ વખતે આપવામાં આયશે. 20કેમ કે, જે બોલશે તે તમે નથી, પણ તમારા થકી પવિત્ર આત્મા બોલશે.
21ઈ વખતે જે લોકો મારી ઉપર વિશ્વાસ નથી કરતાં ઈ એના ભાઈઓને પકડાયશે, જે મારી ઉપર વિશ્વાસ કરે છે એને મારી નાખશે, માં-બાપ પોતાનાં દીકરાની હારે પણ એવું જ કરશે. બાળકો માં બાપની હામે ઉઠીને તેઓને મરવી નાખશે. 22તમે મારી ઉપર વિશ્વાસ કરો છો, ઈ હાટુ ઘણાય લોકો તમારી હારે વેર કરશે, પણ જે લોકો મોતની વખત હુધી મારી ઉપર વિશ્વાસ રાખશે એને જ પરમેશ્વર તારણ દેહે. 23જઈ એક શહેરમાં તમને સતાવણી કરે, તઈ તમે બીજા શહેરમાં ભાગી જાવ કેમ કે, હું તમને હાસુ કહું છું કે, હું, માણસના દીકરાને આવવા પેલા, તમારામાંથી ઈઝરાયલ દેશના બધાય શહેરમાંથી પાછા ગયા પણ નય હોય.
ચેલા થાવાનો અરથ
24ચેલો પોતાના ગુરુ કરતાં મોટો નથી; અને ચાકર પણ પોતાના માલિક કરતાં મોટો નથી. 25ચેલો પોતાના ગુરુ જેવો અને ચાકર પોતાના માલિક જેવો બની જાય એટલું ઘણુંય છે; જો ઘરધણીને તેઓ બાલઝબુલ શેતાન કીધો છે, તો એના ઘરનાં લોકોને એનાથી કેટલું વધારે તેઓ એમ જ કેહે!
કોની બીક રાખવી?
(લૂક 12:2-7)
26ઈ હાટુ એનાથી તમે બીતા નય કેમ કે, કોય પણ એવી વસ્તુ નથી, જે હતાડેલી રેહે, અને કોય પણ એવી વસ્તુ નથી જે હતાડી હકી. પણ બધુય ઉઘાડું કરાહે. 27જે કાય પણ તમને અંધારામાં કેય છે, એને અંજવાળામાં કયો, અને જે કાનો કાન હાંભળતા હોય, એને સોરામાં જયને પરચાર કરો. 28જે દેહને મારી હકશે, પણ આત્માને નાશ નથી કરી હકતા, એનાથી બીવોમાં; પણ પરમેશ્વરથી બીવો, જે આત્મા અને દેહ બેયને નરકમાં નાખી હકે છે. 29જઈ એક પૈસામાં બે સકલીયો વેસાય છે, તો પણ તમારા બાપની ઈચ્છા વગર એમાંથી એક જમીન ઉપર પડનાર નથી. 30પરમેશ્વર તમારા જીવનની દરેક પળોની ઉપાદી કરે છે, ઈ હોતન જાણે છે કે, તમારા માથાના કેટલા વાળ છે. 31એટલે તમે બીવોમાં કેમ કે, ઘણીય સકલીયુ કરતાં તમે વધારે કિંમતી છો.
ઈસુનો સ્વીકાર અને નકાર
(લૂક 12:8-9)
32જો કોય મને માણસોની હામે કબુલ કરશે, ઈ મારો ચેલો છે, તો એને હું પણ મારા સ્વર્ગીય બાપની આગળ ચેલા તરીકે કબુલ કરય. 33પણ જે કોય લોકોની હામે મારો નકાર કરશે, એનો હું પણ, મારા સ્વર્ગમાના બાપની હામે નકાર કરય.
34શું તમે એમ માનો છો કે, હું જગતમાં શાંતિ લાવવા આવ્યો છું? નય, હું જગતમાં શાંતિ લાવવા નય પણ ભાગલા પાડવા આવ્યો છું. 35કેમ કે, દીકરાને એના બાપથી, દીકરી એની માંથી, અને વહુને એની હાહુથી, વિરોધ કરાવવા હાટુ હું આવ્યો છું 36માણસના દુશ્મનો તો એના પોતાના ઘરના જ લોકો હશે.
37મારા કરતાં જે બાપ કા એની માં વતી પ્રેમ કરે છે, ઈ મારી લાયક નથી, અને જે દીકરી કા દીકરાને મારાથી વધારે વાલો માંને છે, ઈ મારો ચેલો બનવાને લાયક નથી. 38અને જે મારો ચેલો બનવા પોતાનું વધસ્થંભ ઉસકીને દુખ સહન કરવા અને મરવા હાટુ તૈયાર નો રેય, ઈ મારો ચેલો બનાવને લાયક નથી. 39જે પોતાનો જીવ બસાવવા માગે છે, ઈ એનો જીવ ગુમાયશે, અને જે મારે લીધે પોતાનો જીવ ગુમાયશે, ઈ પોતાનો જીવ બસાયશે.
વળતર
(માર્ક 9:41)
40“જે તમારો સ્વીકાર કરે છે, ઈ મારો પણ સ્વીકાર કરે છે, અને જે મારો સ્વીકાર કરે છે, ઈ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે. 41જે માણસ આગમભાખીયાને નામે જે આગમભાખીયો માનીને સ્વીકાર કરે છે, ઈ આગમભાખીયા પરમાણે ફળ પામશે; જે ન્યાયી જાણીને ન્યાયીઓનો સ્વીકાર કરે છે, ઈ ન્યાયી પરમાણે ફળ પામશે. 42હું તમને હાસુ કવ છું કે, જે મારા ચેલાઓમાંથી નાનામાં નાનાને એક પ્યાલો ટાઢું પાણી પીવડાયશે, ઈ પોતાનું સોક્કસ ફળ મેળવશે.”

Vurgu

Paylaş

Kopyala

None

Önemli anlarınızın tüm cihazlarınıza kaydedilmesini mi istiyorsunuz? Kayıt olun ya da giriş yapın

માથ્થી 10 için videolar