લૂક 23
23
ઈસુ પિલાત હામે
(માથ્થી 27:1-2,11-14; માર્ક 15:1-5; યોહ. 18:28-38)
1પછી આખી ન્યાય સભાના લોકો ઉભા થયને ઈસુને પિલાતની પાહે લય ગયા. 2અને તેઓએ આ કયને ઈસુ ઉપર આરોપ લગાડો કે, “આ માણસ અમારા લોકોને ઉશ્કેરે છે, અને રોમી સમ્રાટને વેરો ભરવાની ના પાડે છે અને પોતે મસીહ, ઈ હાટુ રાજા હોવાનો દાવો કરે છે.” 3અને પિલાતે ઈસુને પુછયું કે, “શું તુ યહુદીઓનો રાજા છો?” એણે જવાબ આપ્યો કે, “તુ પોતે જ કય રયો છો.” 4તઈ પિલાત મુખ્ય યાજકો અને લોકોને કીધું કે, “મને આ માણસમાં કોય વાક દેખાતો નથી.” 5પણ તેઓએ ફરીથી જોરથી કીધું કે, “ઈ યહુદીયા પરદેશના બધાય લોકોની વસ્સે શિક્ષણ આપીને તેઓને ઉશ્કેરે છે, એણે ગાલીલ જિલ્લામાં શરુઆત કરીને હવે આયા આવી ગયો છે.”
ઈસુ હેરોદ હામે
6હવે પિલાતે આ હાંભળ્યું તઈ એણે પુછયું કે, “શું આ માણસ ગાલીલ જિલ્લાનો રેવાસી છે?” 7જઈ પિલાતે જાણ્યુ કે, ઈસુ હેરોદ એન્ટીપાસના અધિકારમાં આવેલા પરદેશમાંથી છે, તો એણે એની પાહે મોકલ્યો અને ઈ દિવસોમાં હેરોદ યરુશાલેમમાં હતો.
8હવે હેરોદ ઈસુને જોયને ઘણોય રાજી થયો કેમ કે, ઈ ઘણાય વખતથી જોવા ઈચ્છતો હતો. અને ન્યા એણે કાક સમત્કાર કરતો જોવાની આશા રાખતો હતો. 9જેથી હેરોદે ઈસુને ઘણાય પ્રશ્નો પુછયા, પણ ઈસુએ કાય જવાબ આપ્યો નય. 10અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો ન્યા ઉભા હતાં, તેઓ ઈસુની ઉપર આરોપ લગાડતા હતા. 11પછી હેરોદ અને એના સિપાયોએ ઈસુની ઠેકડી કરી. અને તેઓએ એને રાજાની જેમ મોઘા લુગડા પેરાવ્યા પછી હેરોદે એને પિલાતની પાહે પાછો મોકલ્યો. 12ઈ દિવસથી હેરોદ અને પિલાત એકબીજા મિત્રો બની ગયા, અને એની પેલા તેઓ એકબીજાના દુશમન હતા.
ઈસુને મોતની સજા ફરમાવી
(માથ્થી 27:15-26; માર્ક 15:6-15; યોહ. 18:39-19:16)
13પિલાતે મુખ્ય યાજકો અને સરદારો અને લોકોને બોલાવ્યા. 14પિલાતે તેઓને કીધું કે, “આ માણસને તમે મારી પાહે લીયાવ્યા છો. તમે કીધું કે આ લોકોને ભરમાવે છે. પણ મે તમારી હામે એની તપાસ કરી, તો મને એમા કાય આરોપ હોય એવુ લાગતું નથી.
15હેરોદે પણ એનામા કાય ખોટુ જોયું નથી અને પોતાની પાહેથી પાછો મોકલી દીધો છે, કેમ કે આ માણસે મોતની સજાની લાયક કાય પણ ખોટુ કરયુ નથી. 16જેથી હું એને કોયડા મરાવીને પછી છોડી દવ છું”
17હવે પિલાતને પાસ્ખાના તેવારના દિવસોમાં યહુદી લોકો હાટુ કોય એક કેદીને છોડી દેવો પડતો હતો. 18તઈ બધાય માણસોએ રાડ પાડી કે, “એને મારી નાખો! અને અમારી હાટુ બારાબાસને છોડી દયો.” 19ઈ બારાબાસ જેને શહેરમાં અને સરકારની વિરુધ હુલ્લડમાં કેટલાક લોકોને મારી નાખ્યા હતા, ઈ હાટુ એને જેલખાનામાં નાખ્યો હતો. 20પણ પિલાતે ઈસુને છોડી દેવાની ઈચ્છાથી લોકોને પાછુ પુછયું. 21પણ લોકોએ રાડ પાડીને કીધું કે, “એને વધસ્થંભે સડાવી દયો, વધસ્તંભે સડાવી દયો.”
22રાજ્યપાલ પિલાતે ત્રીજીવાર તેઓને કીધું કે, “શું એણે ગુનો કરયો છે? મને એમા મોતની સજા આપવા લાયક કાય દેખાતું નથી. ઈ હાટુ હું એને ફટકા મરાવીને છોડી દવ છું” 23પણ તેઓએ મોટા અવાજથી રાડો પડતા રયા કે, ઈસુને વધસ્થંભે જડાવો, અને તેઓના વારંવાર કેવાના કારણે રાજ્યપાલ પિલાતને તેઓની આગળ નમવુ પડીયું. 24ઈ હાટુ પિલાતે જે તેઓએ વિનવણી કરી હતી કે, એણે ઈ પરમાણે કરવાનું નક્કી કરયુ. 25અને હુલ્લડ અને હત્યા કરવાનાં કારણે જે માણસ જેલખાનામાં પુરાણો હતો, તેઓના માંગવાની લીધે પિલાતે છોડી દીધો, પણ એણે ઈસુને તેઓની ઈચ્છા પરમાણે હોપી દીધો.
ઈસુનું વધસ્થંભ ઉપાડવું
(માથ્થી 27:32-44; માર્ક 15:21-32; યોહ. 19:17-19)
26જઈ તેઓ ઈસુને લય જાતા હતાં, તઈ તેઓએ કુરેન ગામનો સિમોન નામનો એક માણસ બાર ગામથી આવતો હતો, એને પકડીને એના ખંભા ઉપર વધસ્થંભ ઉપડાવ્યો જેથી ઈ ઈસુની હારે હાલે. 27અને ઘણાય બધાય લોકોનો મોટો ટોળો એની વાહે હાલ્યો: અને બોવ બધીય બાયુ પણ હતી, જે ઈસુની હાટુ છાતી કુટી કુટીને વિલાપ કરતી હતી. 28પણ ઈસુએ ફરીને એને કીધું કે, “યરુશાલેમની દીકરીઓ મારી હાટુ રોવોમાં; પણ જે કાય તમારી અને તમારા બાળકો હાટુ થાવાનુ છે એની હાટુ રોવો. 29કેમ કે, એવો પીડાનો દિવસ આવતો હતો કે, જઈ લોકો કેયશે કે, ઈ બાયુ આશીર્વાદિત છે, જેને બાળકો ક્યારેય થય હકતા નથી, અને ઈ બાયુ આશીર્વાદિત છે કે, જેણે કોય દિવસ બાળકોને ધવડાવા નથી.” 30ઈ વખત લોકો, ડુંઘરાઓને કેશે કે, અમારા ઉપર પડો અને ટેકરીને કેહે કે, તમે અમને ઢાંકી દયો.
31જો મારે મરવું પડશે ન્યા હુધી કે, મે કાય ખોટુ નથી કરયુ, પણ ખરેખર ભયાનક વાતો ઈ લોકોની હાટુ થાહે જેઓ મોતને લાયક છે. 32ન્યા બીજા બે માણસો હતાં જેઓ ગુનેગાર હતાં તેઓને પણ મારી નાખવા હાટુ તેઓ ઈસુની હારે લય જાતા હતા. 33જઈ ખોપડી, નામની જગ્યાએ પુગ્યા. ન્યા તેઓએ ઈસુને અને ઈ બે ગુનેગારોને હોતન વધસ્થંભ ઉપર એકને ઈસુની જમણી બાજુ અને બીજાને ઈસુની ડાબી બાજુએ સડાવ્યા. 34ઈસુએ કીધું કે, “હે બાપ, તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરી રયા છે ઈ તેઓ જાણતા નથી.” અને અંદરો અંદર છીઠ્ઠીઓ નાખીને, એના લુગડા તેઓએ વેસી લીધા.
35અને ન્યા લોકો ઉભા રયને જોતા હતા. અને હવે અધિકારીઓ પણ ઈસુની ઠેકડી ઉડાડતા કેતા હતા કે, “એણે બીજાઓને બસાવ્યા; જો ઈ એક ખાલી ગમાડેલો અને પરમેશ્વરનો મસીહ હોય તો ઈ પોતાને બસાવે.” 36સિપાયો પણ પાહે આવીને, ઈસુની ઠેકડી કરી. અને એને પાહે આવીને સરકો આપ્યો, 37અને કીધું કે, “જો તુ યહુદીઓનો રાજા હોય, તો તુ પોતાની જાતને બસાવ.” 38અને એના ઉપર આરોપનામું પણ લખેલુ હતું કે, “આ યહુદીઓનો રાજા છે.”
39જે ગુનેગારોમાં એકને લટકાવ્યો હતો, એણે એની ઠેકડી કરીને કીધું કે, “શું તુ મસીહ નથી? તો તારી જાતને અને અમને હોતન બસાવ!” 40પણ બીજાએ જવાબ આપતા એને ખીજાયને કીધું કે, “શું તુ પરમેશ્વરથી પણ બીતો નથી? તુ હોતન ઈ જ સજા ભોગવશો, 41અને આપડે તો ન્યાય પરમાણે સજા મળી છે, કેમ કે આપડે આપડા કામો પરમાણે સજા મળી છે, પણ એણે તો કોય પણ ખોટુ કામ કરયુ નથી.” 42તઈ એણે ઈસુને કીધું કે, “હે ઈસુ, જઈ તુ એક રાજાની જેમ પાછો આવય, તો મને યાદ કરજે!” 43પછી ઈસુએ એને કીધું કે, “હું હાસુ કવ છું કે, આજે તુ મારી હારે સ્વર્ગમા હોય!”
ઈસુનું મૃત્યુ
(માથ્થી 27:45-56; માર્ક 15:33-41; યોહ. 19:28-30)
44અને બપોરનાં લગભગ બાર વાગ્યેથી ત્રણ વાગ્યા હુધી આખા દેશમાં અંધકાર છવાય ગયો. 45ન્યા સુરજનું અંજવાળું નોતું. અને મંદિરની અંદર પવિત્ર જગ્યામાં જાડો પડદો લટકાયેલો હતો, જે બધાય લોકોને પરમેશ્વરની હાજરીમાં જાવાથી રોકતો હતો, ઈ ઉપરથી નીસે હુધી બે ભાગ થયને ફાટી ગયો. 46અને ઈસુએ મોટા અવાજે પોકાર કરયો કે, “ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં હોપું છું” અને ઈસુએ એમ કયને જીવ છોડ્યો. 47જમાદારે ન્યા જે જે થયુ, ઈ જોયને એણે પરમેશ્વરની મહીમા કરીને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.” 48અને ઘણાય લોકોની ગદડી જે ઈ જોવા ભેગી થય હતી, આ ઘટના ને જોયને ઈ બોવ દુખીથી પોતાની છાતી કુટી કુટીને પોતાના ઘરે ગયુ અને ઈ દુખી થયુ. 49પણ તેમના બધાય ઓળખીતા, અને જે બાયુ ગાલીલ જિલ્લામાંથી ઈસુની હારે આવ્યું હતી, બોવ આઘે ઉભા રયને જે કાય થાતું હતું આ બધુય જોતી હતી.
ઈસુનું દફન
(માથ્થી 27:57-61; માર્ક 15:42-47; યોહ. 19:38-42)
50અને ન્યા યુસુફ નામે એક માણસ હતો, ઈ યહૂદીઓની ન્યાયસભાનો સભ્ય હતો, ઈ હારો અને ન્યાયી માણસ હતો. 51તેઓની યોજના અને એક તેઓના આ કામથી ઈ રાજી હતા નય. ઈ યહુદીઓના શહેરના અરિમથાઈ શહેરનો રેવાસી અને પરમેશ્વરનાં રાજ્યની રાહ જોતો હતો. 52યુસુફે પિલાતની પાહે જયને ઈસુના દેહને લય જાવા હાટુ રજા માંગી જેથી ઈ એને દાટી હકે. પિલાતે એને રજા આપી. 53અને એણે લાશને વધસ્થંભથી નીસે ઉતારીને એક ખાપણમાં વીટાળીને પછી એણે ઈસુની લાશને પાણામાં ખોદેલી, નવી કબરમાં મુકી, જે કબર પેલા કોયની હાટુ વપરાણી નોતી. 54આ ઈ દિવસ હતો જે યહુદી લોકોના વિશ્રામવાર હાટુ લોકો તયારી કરે. અને ઈ જલ્દીથી સુરજ આથમવાનો હતો, અને વિશ્રામવારની શરૂઆત થાવાની હતી. 55જે બાયુ ગાલીલ જિલ્લાથી, ઈસુની હારે આવી ઈ યુસુફ પાછળ ગય, તેઓએ કબર જોયી તેઓએ જ્યાં ઈસુનો દેહ મુકવામાં આવ્યો હતો, ઈ હોતન જોયું. 56અને પોતાના ઘરોમાં આવીને બાયુઓ ઈસુના દેહ ઉપર મસાલા અને સુગંધિત અત્તર મુકવા હાટુની તૈયારી કરી, અને યહુદી વિશ્રામવારના દિવસે તેઓએ મુસાના આજ્ઞા પરમાણે આરામ કરો.
Seçili Olanlar:
લૂક 23: KXPNT
Vurgu
Paylaş
Kopyala

Önemli anlarınızın tüm cihazlarınıza kaydedilmesini mi istiyorsunuz? Kayıt olun ya da giriş yapın
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.