ઉત્પત્તિ 5

5
આદમના વંશજો
1આદમની વંશાવળી આ પ્રમાણે છે: #ઉત. ૧:૨૭-૨૮. ઈશ્વરે માણસને ઉત્પન્‍ન કર્યું, તે દિવસે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે તેમણે તેને બનાવ્યું; 2#માથ. ૧૯:૪; માર્ક ૧૦:૬. પુરુષ તથા સ્‍ત્રી તેમણે તેઓને ઉત્પન્‍ન કર્યા. અને તેઓને આશીર્વાદ આપ્યો, ને તેઓની ઉત્પત્તિને દિવસે તેમણે તેઓનું નામ આદમ પાડયું. 3અને આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને પોતાની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે દીકરો થયો; અને તેણે તેનું નામ શેથ પાડયું. 4અને શેથનો જન્મ થયો પછી આદમના દિવસો આઠસો વર્ષ હતાં; અને તેને દિકરાદીકરીઓ થયાં; 5અને આદમના સર્વ દિવસો નવસો ત્રીસ વર્ષ હતાં; અને તે મરી ગયો.
6અને શેથ એક સો પાંચ વર્ષનો થયો, ત્યારે તેને અનોશ થયો; 7અને અનોશનો જન્મ થયા પછી શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં. 8અને શેથનાં સર્વ દિવસો નવસો બાર વર્ષ હતાં; અને તે મરી ગયો.
9અને અનોશ નેવું વર્ષનો થયો, ને તેને કનાન થયો; 10અને કેનાનનો જન્મ થયા પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં. 11અને અનોશના સર્વ દિવસો નવસો પાંચ વર્ષ હતાં; અને તે મરી ગયો.
12અને કેનાન સિત્તેર વર્ષનો થયો, ત્યારે તેને માહલાએલ થયો; 13નઅએ માહલાએલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં. 14અને કેનાનના સર્વ દિવસો નવસો દશ વર્ષ હતાં; અને તે મરી ગયો.
15અને માહલાએલ પાંસઠ વર્ષનો થયો, ત્યારે તેને યારેદ થયો; 16અને યારેદનો જન્મ થયા પછી માહલાએલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો, ને તેને દિકરા-દીકરીઓ થયાં. 17અને માહલાએલના સર્વ દિવસો આઠસો પંચાણું વર્ષ હતાં; અને તે મરી ગયો.
18અને યારેદ એક સો બાસઠ વર્ષનો થયો, ત્યારે તેને હનોખ થયો; 19અને હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં. 20અને યારેદના સર્વ દિવસો નવસો બાસઠ વર્ષ હતાં; અને તે મરી ગયો.
21અને હનોખ પાંસઠ વર્ષનો થયો, ત્યારે તેને મથૂશેલાહ થયો; 22અને મથૂશેલાહનો જન્મ થયા પછી હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં. 23અને હનોખના સર્વ દિવસો ત્રણસો પાંસઠ વર્ષ હતાં. 24અને #હિબ. ૧૧:૫; યહૂ. ૧૪. હનોખ ઈશ્વરની સંઘાતે‍ ચાલ્યો, અને તે અલોપ થયો; કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો. 25અને મથૂશેલાહ એક સો સત્યાસી વર્ષનો થયો, ત્યારે તેને લામેખ થયો; 26અને લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં. 27અને મથૂશેલાહના સર્વ દિવસો નવસો અગણોતેર વર્ષ હતાં; અને તે મરી ગયો.
28અને લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો, ત્યારે તેને દીકરો થયો. 29અને તેણે તેનું નામ નૂહ [એટલે વિસામો] પાડયું, ને કહ્યું, “જે ભૂમિને યહોવાએ શાપ દીધો, તેમાં અમારાં કામ તથા હાથોના ઉદ્યોગ સંબંધી એ જ અમને દિલાસો આપશે.” 30અને નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં. 31અને લામેખના સર્વ દિવસો સાતસો સિત્તોત્તેર વર્ષ હતાં; અને તે મરી ગયો.
32અને નૂહ પાંચસો વર્ષનો થયો, અને નૂહને શેમ તથા હામ તથા યાફેથ થયા.

Vurgu

Paylaş

Kopyala

None

Önemli anlarınızın tüm cihazlarınıza kaydedilmesini mi istiyorsunuz? Kayıt olun ya da giriş yapın