માથ્થી 16

16
યહુદી આગેવાનો દ્વારા ઈસુની કસોટી
(માર્ક 8:11-13; લૂક 12:54-56)
1અને ફરોશી ટોળાના લોકોએ અને સદુકી ટોળાના લોકો ઈસુની પાહે આવીને પારખવા હાટુ એણે કીધુ કે, “અમને સ્વર્ગની સમત્કારી નિશાની દેખાડ.” 2પણ એણે તેઓને જવાબ દીધો કે, “હાંજે તમે કેતાતા કે, મોસમ હારું થાહે, કેમ કે, આભ રતુમડું છે. 3હવારે તમે કયો છો કે, આજ વાવાઝોડું આયશે, કેમ કે, આભ રતુમડું અને અંધારેલું છે; તમે આભનું રૂપ પારખી જાણો ખરા પણ વખતની નિશાની તમે પારખી હકતા નથી? 4ખરાબ અને છીનાળવા લોકો પરમેશ્વરની પાહે સમત્કારીક નિશાની માગે છે; પણ યુના આગમભાખીયાની હારે જે કાય થયુ ઈ નિશાની સિવાય બીજી કોય નિશાની એને અપાહે નય.” અને તેઓ એણે છોડીને વયા ગયા.
ફરોશી ટોળાના લોકો અને સદુકી લોકોનું ખમીર
(માર્ક 8:14-21)
5અને ચેલાઓ ઓલા કાઠે ગયા પણ રોટલી લીયાવાનું ભુલી ગયા હતા. 6તઈ ઈસુએ તેઓને કીધુ કે, “જો-જો, ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો.” 7તઈ તેઓએ અંદરો અંદર વિસાર કરીને કીધુ કે, “આપડે રોટલી નથી લીયાવ્યા ઈ હાટુ આપણને આમ કેય છે.” 8ઈસુએ ઈ જાણીને ચેલાઓને કીધુ કે, “ઓ શંકાળુઓ, તમારી પાહે રોટલી નથી ઈ હાટુ તમે અંદરો અંદર કેમ વાતો કરો છો?” 9શું હજી હુધી તમે નથી હમજતા કે, પેલા પાંસ હજાર માણસોને વિષે પાંસ રોટલીને તમે કેટલી ટોપલી ઉપાડી, ઈ શું તમને યાદ નથી? 10અને પેલા સ્યાર હજાર લોકોની હાટુ હાત રોટલી, ને તમે કેટલી ટોપલી ઉપાડી, ઈ શું તમને યાદ નથી? 11તમે કેમ હમજતા નથી કે, મે તમને રોટલી સબંધી કીધુ નોતું? પણ ફરોશી ટોળાના લોકોના અને સદુકી ટોળાના લોકોના ખમીર વિષે તમે સાવધાન રયો એમ મે કીધુ હતું. 12તઈ તેઓ હંમજ્યા કે, ઈસુએ રોટલીના ખમીર વિષે નય, પણ ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકોના શિક્ષણ વિષે સેતીને રેવાનું કીધુ હતું.
પિતર દ્વારા ઈસુને મસીહ તરીકે અપનાવવો
(માર્ક 8:27-30; લૂક 9:18-21)
13ઈસુએ કાઈસારિયા ફીલીપ્પી પરદેશમાં આવીને પોતાના ચેલાઓને પુછયું કે, “માણસનો દીકરો કોણ છે, ઈ વિષે લોકો શું કેય છે?” 14ચેલાઓએ જવાબ દીધો કે અમુક લોકો કેય છે કે, “તું યોહાન જળદીક્ષા દેનાર છે અને બીજા લોકો કેય છે કે, તું એલિયા આગમભાખીયો છે, અને અમુક કેય છે કે, તું યર્મિયા આગમભાખીયો છે કા આગમભાખનારામાંથી કોય એક છે.” 15ઈસુએ તેઓને કીધુ કે, “પણ હું કોણ છું, ઈ વિષે તમે શું કયો છો?” 16તઈ સિમોન પિતરે જવાબ આપતા કીધુ કે, “તમે મસીહ, જીવતા પરમેશ્વરનાં દીકરા છો.” 17ઈસુએ એને જવાબ દીધો કે, “સિમોન યુનાનાં દીકરા, તુ આશીર્વાદિત છે: કેમ કે, કોય માણસે નય, પણ મારા બાપે જે સ્વર્ગમાં છે, એણે આ વાત તારી ઉપર પરગટ કરી છે.” 18અને હું પણ એને કવ છું કે, “તું પિતર છે, અને આ પાણા ઉપર હું મારી મંડળી બાંધીશ, એની આગળ અધોલોકની સતાનું જોર નય હાલે.” 19હું તમને સ્વર્ગના રાજ્યની સાવીઓ આપય; અને જે કાય તમે પૃથ્વી ઉપર બાંધશો, ઈ સ્વર્ગમાં બંધાહે, અને જે કાય તમે પૃથ્વી ઉપર છોડશો, ઈ સ્વર્ગમાં પણ છોડાહે.
ઈસુના મોતની આગાહી
(માર્ક 8:31; 9-1; લૂક 9:22-27)
20તઈ ઈસુએ ચેલાઓને સેતવણી આપીને કીધુ કે, “હું મસીહ છું, ઈ તમારે કોયને કેવું નય.” 21ન્યાથી માંડીને ઈસુ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે, “હું યરુશાલેમ શહેરમાં જાવ, અને વડીલોની અને મુખ્ય યાજક અને યહુદી નિયમના શિક્ષકોને હાથે મરાય જાવ, અને ત્રીજા દિવસે પાછુ જીવતું થાવુ બોવ જરૂરી છે.” 22તઈ પિતર એને એક બાજુ લય જયને ઠપકો દેવા લાગ્યો, “ઓ પરભુ પરમેશ્વર, ઈ તારાથી દુર રેહે, એવું એને કોય દિવસ નય થાય.” 23પણ એણે પાછા ફરીને પિતરને કીધુ કે, “શેતાનની જેમ મને પારખવાનું બંધ કર, તું મારી હાટુ ઠોકરનું કારણ છે કેમ કે, તું પરમેશ્વરની વાતો ઉપર નય, પણ માણસોની વાતો ઉપર મન લગાડ છો.”
ઈસુની વાહે હાલવાનો અરથ
24પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.” 25કેમ કે, જે કોય પોતાનો જીવ બસાવવા માગે છે, ઈ એને ગુમાયશે. જે કોય મારે લીધે પોતાનો જીવ ગુમાયશે, ઈ એને બસાયશે. 26એક માણસને શું લાભ જો ઈ આખા જગતને મેળવે પણ પરમેશ્વર હારેનું અનંતજીવન ખોય નાખે? પોતાના જીવનના બદલે માણસને આપવા જેવું કાય જ નથી. 27કેમ કે, માણસનો દીકરો પોતાના બાપની મહિમામાં પોતાના સ્વર્ગદુતોની હારે આયશે, તઈ તે પ્રત્યેકને એના કામ પરમાણે બદલો આપશે. 28પછી ઈસુએ લોકોને અને એના ચેલાઓને કીધું કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.”

தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:

માથ્થી 16: KXPNT

சிறப்புக்கூறு

பகிர்

நகல்

None

உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்