લૂક 24

24
ઈસુ સજીવન કરાયા
(માથ. ૨૮:૧-૧૦; માર્ક ૧૬:૧-૮; યોહ. ૨૦:૧-૧૦)
1અઠવાડિયાને પહેલે દિવસે પ્રભાતે, જે સુગંધી દ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં, તે લઈને તેઓ કબરે આવી. 2તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો. 3તેઓ અંદર પેઠી, પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ જોયું નહિ. 4એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્‍ત્ર પહેરેલા બે પુરુષો તેઓની પાસે ઉભા રહ્યા. 5તેઓએ બીહીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું, “મૂએલાંઓમાં તમે જીવતાને કેમ શોધો છે? 6#માથ. ૧૬:૨૧; ૧૭:૨૨-૨૩; ૨૦:૧૮-૧૯; માર્ક ૮:૩૧; ૯:૩૧; ૧૦:૩૩-૩૪; લૂ. ૯:૨૨; ૧૮:૩૧-૩૩. તે અહીં નથી, પણ ઊઠયા છે; તે ગાલીલમાં હતા, 7ત્યારે તેમણે તમને કહ્યું હતું કે, ‘પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય, તથા વધસ્તંભે જડાય, તથા ત્રીજે દિવસે પાછો ઊઠે, એ અવશ્યનું છે’ તે યાદ કરો.”
8તેમણે કહેલી વાત તેઓને યાદ આવી, 9અને કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર [શિષ્યો] ને તથા બીજા સર્વને એ બધી વાતો કહી સંભળાવી. 10હવે જેઓએ આ વાતો પ્રેરિતોને કહી તે મગ્દલાની મરિયમ, યોહાન્‍ના, યાકૂબની [મા] મરિયમ તથા તેમની સાથેની બીજી બાઈઓ હતી. 11એ વાતો તેઓને પોકળ લાગી; અને તેઓએ તેઓનું માન્યું નહિ. 12પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે વસ્‍ત્ર એકલાં પડેલાં જોયાં. અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં આશ્ચર્ય પામતો તે પોતાને ઘેર ગયો.
એમ્મૌસને રસ્તે જતાં
(માર્ક ૧૬:૧૨-૧૩)
13તે જ દિવસે તેઓમાંના બે એમ્મૌસ નામનું એક ગામ યરુશાલેમથી ચારેક ગાઉ દૂર છે, ત્યાં જતા હતા. 14આ બધી બનેલી બિનાઓ વિષે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા. 15તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતાં હતા, એટલામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલવા લાગ્યા. 16પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેમને ઓળખી શક્યા નહિ. 17તેમણે તેઓને પૂછ્યું, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શી વાત કરો છો?”
તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. 18કલીઓપાસ નામે એકે ઉત્તર આપ્યો, “શું યરુશાલેમમાં રહેનારાઓમાં એકલો તું જ આ દિવસોમાં બનેલી બિનાઓ નથી જાણતો?”
19તેમણે તેઓને પૂછ્યું, “કઈ બિનાઓ?” તેઓએ તેમને કહ્યું, “ઈસુ નાઝારી, જે ઈશ્વરની આગળ તથા બધા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા. 20વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મરણદંડ ભોગવવા માટે પરસ્વાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યા તે સંબંધી [સર્વ] બિનાઓ. 21પણ અમે આશા રાખતા હતા કે, જે ઇઝરાયેલને ઉદ્ધાર આપવાના હતા તે એ જ છે! વળી એ સર્વ ઉપરાંત, આ બનાવ બન્યાને આજે ત્રીજો દિવસ થયો. 22વળી અમારામાંની કેટલીક સ્‍ત્રીઓ કબર આગળ વહેલી ગઈ હતી, તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું; 23એટલે તેઓએ તેમનું શબ જોયું નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, ‘અમને દૂતોનું દર્શન પણ થયું હતું કે, જેઓએ કહ્યું કે તે જીવતા છે.’ 24અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા ત્યારે જેમ સ્‍ત્રીઓએ કહ્યું હતું, તેમ જ તેઓને માલૂમ પડયું. પણ તેમને તેઓએ જોયા નહિ.”
25તેમણે તેઓને કહ્યું, “ઓ અણસમજુઓ, તથા પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિનાઓ! 26શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?” 27પછી મૂસાથી તથા બધા પ્રબોધકોથી માંડીને તેમણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.
28જે ગામ તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા, ત્યારે તેમણે જાણે કે આગળ જવાનું નક્કી કર્યું. 29તેઓએ તેમને આગ્રહ કર્યો, “અમારી સાથે રહો. કેમ કે સાંજ થવા આવી છે, અને દિવસ નમી ગયો છે.” તેઓની સાથે રહેવા માટે તે અંદર ગયા. 30તે તેઓની સાથે જમવા બેઠા ત્યારે તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપી. 31ત્યારે તેઓની આંખો ઊઘડી, અને તેઓએ તેમને ઓળખ્યા. પણ તે તેઓની દષ્ટિમાંથી અદશ્ય થઈ ગયા. 32તેઓએ એકબીજાને કહ્યું, “જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતા હતા, અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણાં મન આપણામાં ઉલ્લાસી નહોતાં થતાં શું?”
33તે જ ઘડીએ તેઓ ઊઠીને યરુશાલેમ તરફ પાછા વળ્યા, અને અગિયાર [શિષ્યો] ને તથા તેઓની સાથેના માણસોને ત્યાં એકત્ર થયેલા જોયા 34કે, જેઓ કહેતા હતા, “પ્રભુ ખરેખર ઊઠ્યા છે, અને સિમોનને દર્શન આપ્યું છે.”
35ત્યારે પેલાઓએ માર્ગમાં બનેલી બિના તથા રોટલી ભાંગતાં તેઓ તેમને કેવી રીતે ઓળખી શક્યા હતા તે કહી બતાવ્યું.
ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું
(માથ. ૨૮:૧૬-૨૦; માર્ક ૧૬:૧૪-૧૮; યોહ. ૨૦:૧૯-૨૩; પ્રે.કૃ. ૧:૬-૮)
36એ વાતો તેઓ કહેતા હતા એટલામાં [ઈસુ] પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે, “તમને શાંતિ થાઓ.” 37પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે અમારા જોવામાં કોઈ આત્મા આવે છે. 38તેમણે તેઓને પૂછ્યું, “તમે કેમ ગભરાઓ છો? અને તમારા મનમાં તર્કવિતર્ક કેમ થાય છે? 39મારા હાથ તથા પગ જુઓ કે, એ હું પોતે છું! મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છો કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતાં નથી.”
40એ કહ્યા પછી તેમણે પોતાના હાથ તથા પોતાના પગ તેઓને બતાવ્યા. 41તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને આશ્ચર્ય પામતા હતા, ત્યારે તેમણે તેઓને પૂછ્યું, “તમારી પાસે અહીં કંઈ ખાવાનું છે?” 42તેઓએ તેમને શેકેલી માછલીનો એક કકડો આપ્યો. 43તે લઈને તેમણે તેઓની આગળ ખાધો.
44તેમણે તેઓને કહ્યું, “હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, મૂસાના નિયમશાસ્‍ત્રમાં તથા પ્રબોધકો [નાં પુસ્તકો] માં તથા ગીતશાસ્‍ત્રમાં મારાં સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ.”
45ત્યારે ધર્મલેખો સમજવા માટે તેમણે તેઓનાં મન ખોલ્યાં. 46તેમણે તેઓને કહ્યું, “એમ લખેલું છે કે, ખ્રિસ્તે દુ:ખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ. 47અને યરુશાલેમથી માંડીને બધી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપનિવારણ પ્રગટ કરાવાં જોઈએ. 48એ વાતના સાક્ષીઓ તમે છો. 49હું #પ્રે.કૃ. ૧:૪. મારા પિતાનું વચન તમારા પર મોકલું છું. પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ, ત્યાં સુધી શહેરમાં રહેજો.”
ઈસુનું સ્વર્ગારોહણ
(માર્ક ૧૬:૧૯-૨૦; પ્રે.કૃ. ૧:૯-૧૧)
50 # પ્રે.કૃ. ૧:૯-૧૧. બેથાનિયાની સામે તેઓને બહાર લઈ જઈને તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો. 51તે તેઓને આશીર્વાદ આપતા હતા, એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને આકાશમાં લઈ જવામાં આવ્યા. 52તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા. 53અને તેઓ નિત્ય મંદિરમાં ઈશ્વરની સ્‍તુતિ કરતા હતા. ?? ?? ?? ?? 1

தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:

લૂક 24: GUJOVBSI

சிறப்புக்கூறு

பகிர்

நகல்

None

உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்