માથ્થી 7

7
દુસરેની ભુલ નોકો કાડસે
(લુક. 6:37-38,41-42)
1“દુસરેલા દોસ નોકો દે; ત તુમાલા પન કોની દોસ નીહી દેનાર. 2કાહાકા જીસા તુમી દુસરેલા દોસ નીહી દે; તીસા જ દેવ તુમાલા પન દોસ નીહી દેનાર, જોડાક તુમી માના સીકસન ધેન દીની આયકસે તોડાક વદારે દેવ તુમાલા સમજ દીલ.
3તુ કજ ભાવુસની વાય બારીક ભુલ હેરહસ, જી વાય બારીક કચરાને જીસા આહા, અન તુની પકી મોઠી ભુલ તી તુલા નીહી દેખાય જ કાય? 4જદવ તુની જ મોઠી ભુલ આહા ત તુને ભાવુસલા કીસાક સાંગી સકહસ, ‘લય તુને માસુન બારીકલી ભુલ કાડી ટાકાહા?’ 5હે કપટી, પુડ તુની મોઠી ભુલ સુદાર તાહા તુલા તુને ભાવુસને જીવનમા વાય બારીક-બારીકલી ભુલ સુદારી સકાયજીલ.
6જે લોકા વચન નીહી આયકુલા માંગત તે લોકા સાહલા દેવના વચન નોકો આયકવા, જો તુમી ઈસા કરસે ત તી ઈસા હુયીલ જીસા એખાદ પવિત્ર વસ્તુલા કુતરાસે પુડ ટાકી દીજહન, નીહી ત ડુકરાસે પુડ મોતી ટાકી દીજહન અન તેહાલા માહીત નીહી તાહા તે તેહને પાયકન રવંદી ટાકતીલ અન માગુન તે તુમાવર હુમલા કરતીલ.”
માંગા, ગવસા, ઠોકા
(લુક. 11:9-13)
7જી તુમની જરુર આહા તી દેવપાસી માંગસાલ ત તુમાલા મીળીલ, ગવસસેલ ત તુમાલા સાપડીલ, ઠોકસેલ ત તુમને સાટી દાર ઉગડજીલ. 8કાહાકા જો કોની માંગહ તેલા મીળહ, જો ગવસહ તેલા સાપડહ અન જો ઠોકહ તેને સાટી ઉગડાયજહ.
9તુમને માસુન કના ઈસા બાહાસ આહા કા તેના પોસા ભાકર માંગીલ તાહા ત તો તેલા દગડ દીલ. 10તેને જ જીસા, કોની પન પદરને પોસાલા માસા માંગીલ તાહા, કાય જહરી સાપ દીલ કા? નીહી દે. 11તુમી વેટ આહાસ તરી તુમને પોસા સાહલા બેસ વસ્તુ દેવલા તુમાલા ભાન આહા. તાહા સરગ માસલા તુમના બાહાસ જે તે પાસી માગતાહા તેહલા બેસ વસ્તુ કજ નીહી દેનાર? 12તેને કારને તુમી જી ઈચાર કરતાહાસ કા દુસરા લોકા તુમને હારી કરત તીસા જ તુમી તેહને હારી કરા. મૂસાના નેમ સાસતર અન દેવ કડુન સીકવનાર તે અખેસે ગોઠના અરથ યો જ આહા.
સાકડ દાર
(લુક. 13:24)
13તુમી ફક્ત સાકડા દાર માસુન જ જાવલા કોસીસ કરા, જી વાટ નાસમા લી જાહા તો પગળ આહા અન તેના દાર મોઠા આહા. પકા લોકા તે માસુન જાતાહા. 14અન જી કાયીમના જીવનની વાટ આહા તી સાકડ આહા અન કઠીન આહા અન તે વાયજ આહાત કા યી વાટ ગવસી કાડતાહા.
ઝાડ અન તેના ફળ
(લુક. 6:43-44; 13:25-27)
15“દેવ સહુન બોલનાર ખોટા લોકા સાહપાસુન બચી રહજા, તે મેંડાને રુપમા તુમને પાસી યેતાહા. પન તે ખરેખર નુકશાન કરનાર કોળુસના આહાત. 16તેહના ફળ હેરીની તેહાલા તુમી વળખી કાડસેલ. કાંટાળા ઝુરડાને ઝાડ વરહુન દારીકા ખુડસેલ કા? ગોખરા વરહુન અંજીર ખુડસેલ કા? 17તીસાજ બેસ ઝાડલા બેસ ફળ લાગતાહા અન વેટ ઝાડલા વેટ ફળ લાગતાહા.
18બેસ ઝાડલા વેટ ફળ નીહી લાગત અન વેટ ઝાડલા બેસ ફળ નીહી લાગત. 19બેસ ફળ નીહી લાગત ત તે ઝાડલા ભુય પાસુન તોડીની ઈસતોમા ટાકી દેતાહા, તીસાજ દેવ સહુન બોલનાર ખોટા લોકા સાહલા પન તીસા જ કરજીલ. 20તેહના ફળ હેરીની તેહાલા તુમી વળખી કાડસેલ, તીસાજ ખોટા પરચાર કરતાહા તેહને ચાલ વરહુન તેહાલા વળખસે.”
21માલા જે પ્રભુ, પ્રભુ કરી સાંગતાહા તેહા માસલા અખા સરગને રાજમા જાનાર નીહી, પન સરગ માસલે માને બાહાસને ઈચાર પરમાને જો કરહ તોજ તઠ જાયીલ. 22નેયને દિસી પકા લોકા માલા ઈસા સાંગતીલ કા, પ્રભુ, પ્રભુ, કાય તુને નાવમા આમી દેવની ગોઠ નીહી સાંગેલ, તુને નાવમા ભૂતા નીહી કાડલા અન તુને નાવમા મોઠલા ચમત્કાર નીહી કરલા? 23તાહા મા તેહાલા ખરા-ખરા જ સાંગીન કા, મા તુમાલા વળખા જ નીહી ઓ વેટ કામ કરવાવાળા, તુમી મા પાસુન દુર જા.
ઘર બાંદનારસી ગોઠ
(લુક. 6:47-49)
24“તે સાટી જો કોની માના વચન આયકીની તે પરમાને કરહ તો તે બુધ્ધિવાળા માનુસને ગત આહા જેની પદરના ઘર ખડકવર પાયા બનવેલ આહા. 25પાની પકા વરસના અન નયમા પુર આના, પકી ઝડ આની ન તે ઘરલા ઠોકાયની પન તી ઘર ધસી નીહી પડીલ, કાહાકા તે ઘરના પાયા ખડકવર બાંદેલ હતા. 26જો કોની માના વચન આયકહ પન તે પરમાને નીહી ચાલ, તો ઈસા મુરખ માનુસને ગત આહા જેની તેના ઘર ભાટાવર બનવા. 27પાની પકા વરસના અન નયમા પુર આના, લબકન પકી આની ન તે ઘરલા ઠોકાયની અન તી ઘર ધસી અન ભસકાયજી પડના તેના યેકદા જ નાશ હુયી ગે.”
28ઈસુની યી અખા સાંગીની ગોઠી પુરે કરેત, તેના સીકસન આયકીની લોકા સાહલા પકી નવાય લાગની. 29કાહાકા તો તેહાલા સાસતરી લોકાસે સારકા નીહી, પન જેલા અધિકાર આહા તેને જીસા તો સીકસન દે હતા.

Märk

Dela

Kopiera

None

Vill du ha dina höjdpunkter sparade på alla dina enheter? Registrera dig eller logga in