Mufananidzo weYouVersion
Mucherechedzo Wekutsvaka

માથ્થી 3

3
બાપતિસ્મા દેનારો યોહાન
(માર્ક 1:1-8; લુક. 3:1-9,15-17; યોહા. 1:19-28)
1એને ચ્યા દિહીહયામાય યોહાન બાપતિસ્મા દેનારો યેયન યહૂદીયા વિસ્તારા ઉજાડ જાગામાય જાયને ઈ પ્રચાર કોઅરા લાગ્યો, 2“પાપ કોઅના છોડી દા, કાહાકા હોરગા રાજ્ય પાહી યેય ગીયહા.” 3તો ઓજ હેય જો યશાયા ભવિષ્યવક્તાયેબી જ્યા બારામાય આખલા આતા “ઉજાડ જાગામાય યોહાન બોંબલીન આખહે કા પ્રભુ યેયના વાટ તિયાર કોઆ, ચ્યો વાટયો હિદ્યો કોઆ જયેહવોયને તો યેનારો હેય.”
4ઓ યોહાન ઉટડા બુરા બોનાડલે ફાડકે પોવે, એને કંબરા આરે ચામડા પોટો બાંદે, એને ચ્યા ખાઅના ટોડે એને રાનીમોદ આતા. 5તોવે યહૂદીયા વિસ્તારામાઅને, એને યેરૂસાલેમ શેહેરામાઅને, એને યારદેન નોયે ચોમખી રોનારા લોક નિંગીન ઉજાડ જાગામાય બાપતિસ્મા દેનારા યોહાના સંદેશ વોનાયા ગીયા. 6જેહેકોય ચ્યાહાય પાપહાલ માની લેદા તોવે યોહાને લોકહાન યારદેન નોયેમાય બાપતિસ્મા દેના. 7જોવે યોહાને દેખ્યા પોરૂષી એને સાદૂકી લોક ચ્યાપાય બાપતિસ્મા લાંહાટી યેય રીયહા, તે ચ્યાય આખ્યાં, તુમા જેરીવાળા હાપડા હારખા ખારાબ હેય, તુમહાન કુંયે પોરમેહેરા ન્યાયામાઅને નાહના ચેતાવણી દેની જો યેનારો હેય? 8યાહાટી એહેકેન જીવા કા લોકહાન ખોબાર પોડે કા તુમાહાય પાપ કોઅના બંદ કોઅઇ દેનહા. 9એને પોતે મોનામાય એહેકોય નાંય વિચાર કોઅના કા આબ્રાહામ આપહે આબહો હેય, બાકી આંય તુમહાન એહેકોય આખતાહાવ કા, પોરમેહેર આબ્રાહામાહાટી યા દોગડાહા પાયને બી પોહેં પૈદા કોઅઇ હોકહે. 10જેહેકોય યોક કુરાડાવાળો હારેં ફળે નાંય દેનારા હર યોક મુળથી જાડાહાલ ખાંડીન આગડામાય ટાકી દાંહાટી તિયાર હેય, તેહેકોયનુજ આમી પોરમેહેર ચ્યાહા ન્યાય કોઅરાહાટી તિયાર હેય, જો પાપ કોઅના બંદ નાંય કોએ.
11“આંય તે પાઆયાકોય તુમહાન પાપ કોઅના બંદ કોઅરાહાટી બાપતિસ્મા દેતહાવ, બાકી જો મા પાછે યેનારો હેય, તો મા કોઅતો મહાન ગોત્યેવાળો હેય: આંય તે ચ્યા ચાકાર બોનીન ચ્યા ખાઅડા હુતળી છોડાબી લાયક્યે નાંય હેય, એને તો તે તુમહાન પવિત્ર આત્મા એને આગડાકોય બાપતિસ્મા દી. 12ચ્યા હૂપડાં ચ્યા આથામાય હેય, એને તો ચ્યા ખોળાં હારેકોય ચોખ્ખાં કોઅરી, એને ચ્યા ગોંવ તો કોઠારામાય બેગા કોઅરી, બાકી બુહટા નાંય ઉલાય ઓહડા આગડામાય ટાકીન હોલગાડી દી.”
યોહાનાથી ઈસુવા બાપતિસ્મા
(માર્ક 1:9-11; લુક. 3:21-22)
13તોવે ચ્યે સમયે ઈસુ ગાલીલ ભાગામાઅને નિંગ્યો એને યારદેન નોયે મેરાવોય યોહાનાથી બાપતિસ્મા લાંહાટી યેનો. 14બાકી યોહાન એહેકેન આખીન ચ્યાલ ઉબો રાખાં લાગ્યો કા, “માન તે તો આથેકોય બાપતિસ્મા લેઅના ગોરાજ હેય, એને તું તે માપાય યેનહો?” 15ઈસુવે ચ્યાલ ઓ જાવાબ દેનો કા, “એહેકેન ઓઅરા દે, કાહાકા યે રીતે આમા તીં બોદા કોઅઇ રીયહા જીં પોરમેહેરાલ આમહે થી જોજહે” તોવે, યોહાન ઈસુવાલ બાપતિસ્મા દાંહાટી તિયાર ઓઈ ગીયો. 16ઈસુ બાપતિસ્મા લેયને તારાતુજ પાઅયામાયને બાઆ નિંગ્યો, ચ્યેજ ગેડીયે ચ્યે આકાશ ઉગડાં દેખ્યા એને પોરમેહેરા આત્મા કબુતરા રોકા ચ્યાવોય ઉતતા દેખ્યા. 17હોરગામાઅને પોરમેહેરાય ઈસુ બારામાય આખ્યાં કા, “ઓ મા પ્રિય પોહો હેય, યાથી આંય ખુશ હેતાંવ.”

Zvasarudzwa nguva ino

માથ્થી 3: GBLNT

Sarudza vhesi

Pakurirana nevamwe

Sarudza zvinyorwa izvi

None

Unoda kuti zviratidziro zvako zvichengetedzwe pamidziyo yako yose? Nyoresa kana kuti pinda