લુક 24
24
ઇસુ નું મરેંલં મહું પાસું જીવતું થાવું
(મત્તિ 28:1-10; મર. 16:1-8; યૂહ. 20:1-10)
1પુંણ હપ્તા ને પેલે દાડે, હવેંર મ ફટક ની વેયે બજ્યેરેં, હીની તાજી ગંદાવા વાળી વસ્તુવં નેં ઝી હિન્યવેં તિયાર કરી હીતી, લેંનેં ઇસુ ની કબરેં આવજ્યી. 2હિન્યવેં હેંના ગુંળ ભાઠા નેં ઝી કબર ઇપેર મેંલવા મ આયો હેંતો, હેંનેં તાંહો ગગડેંલો ભાળ્યો. 3પુંણ મએં ગજ્યી તે પ્રભુ ઇસુ ની લાશ નેં મળી. 4ઝર વેયે તાંણ યે વાત થકી ખમકાએં રિજ્યી હીતી, તે ભાળો, બે માણસ ભભળતં સિસરં પેરેંલા હેંતા હિન્ય કનેં આવેંનેં ઇબા રેં જ્યા. 5ઝર વેયે સમકેં ગજ્યી અનેં જમીન મ માથું નમાવત્યી હીત્યી તે હેંનવેં હિન્યનેં કેંદું, તમું જીવતા નેં મરેંલં મ હુંકા જુંવો હે. 6વેયો આં નહેં, પુંણ જીવતો થાએંજ્યો હે, ઇયાદ કરો કે હેંને ગલીલ પરદેશ મ રેંતે જાએંનેં તમનેં કેંદું હેંતું. 7“જરુરી હે કે હૂં માણસ નો બેંટો, પાપી મનખં ન હાથં મ હવાડવા મ આવું, અનેં વેય મનેં ક્રૂસ ઇપેર સડાવહે, અનેં તીજે દાડે હૂં મરેંલં મહો પાસો જીવતો થાએં જએં.” 8તર હીની બજ્યેરં નેં ઇસુ ની કીદીલી વાતેં ઇયાદ આવજ્યી, 9અનેં કબરેં થી પાસી આવેંનેં હિન્યીવેં હેંનં અગ્યાર સેંલંનેં, અનેં બીજં બદ્દ મનખં નેં, ઇયે બદ્દી વાતેં વતાડજ્યી. 10ઝીન્યી બજ્યેરએં ઇસુ ના પસંદ કરેંલં સેંલંનેં, ઇયે વાતેં કીદી, વેયે મગદલા ગામ ની મરિયમ અનેં યોઅન્ના અનેં યાકૂબ ની આઈ મરિયમ અનેં હિન્ય સિવાય બીજી હુદી બજ્યેરેં હીત્યી. 11પુંણ હિન્ય ની વાતેં હેંનનેં વારતા જીવી લાગી, અનેં હેંનવેં હિન્ય ની વાત ઇપેર વિશ્વાસ નેં કર્યો. 12તર પતરસ ઉઠેંનેં કબરેં દોડેંનેં જ્યો, અનેં કબર મ નમેંનેં ખાલી સાદેર પડીલી ભાળી અનેં ઝી થાયુ હેંતું, હેંનેં થી ભકનાએં નેં પુંતાનેં ઘેર પાસો જાતોરિયો.
ઇમ્માઉસ મ જાવા ને રસ્તે સેંલંનેં દર્શન
(મર. 16:12-13)
13-14હેંનેસ દાડે હેંના બે સેંલા એંના આખા બણાવ ના બારા મ વાતેં કરતા જાએંનેં, ઇમ્માઉસ નામ ના એક ગામ મ જાએં રિયા હેંતા, ઝી યરુશલેમ સેર થી કઇક અગ્યાર કિલોમીટર હેંતું. 15અનેં ઝર વેયા એક બીજા હાતેં વાત-સિત અનેં પૂસ-પરસ કરેં રિયા હેંતા, તે ઇસુ પુંતે આવેંનેં હેંનનેં હાતેં સાલવા મંડ્યો. 16પુંણ પરમેશ્વરેં હેંનનેં હેંનેં વળખવા થી રુંકેં રાખ્યા. 17ઇસુવેં, હેંનનેં પૂસ્યુ, “તમું વાટ મ સાલતા જાએંનેં કેંના બારા મ એક બીજા હાતેં વાત કરો હે?” વેયા ઇબા રેં જ્યા, અનેં હેંનં ન મોડં ઉદાસ ભળાતં હેંતં. 18તર હેંનં મનેં એકેં ઝેંનું નામ ક્લિયોપાસ હે, હેંને કેંદું, “યરુશલેમ સેર મ ખાલી તું એંખલો માણસ હે, ઝી નહેં જાણતો કે એંનં દાડં મ હું-હું થાયુ હે?” 19ઇસુવેં હેંનનેં પૂસ્યુ, “હું થાયુ હેંતું?” હેંનવેં જવાબ આલ્યો, “નાજરત ગામ ના ઇસુ ના બારા મ વાત કરેં રિયા હેંતા. વેયો પરમેશ્વર અનેં બદ્દ મનખં ની નજર મ સમત્કાર ન કામં અનેં વસન નો સામ્રતી ભવિષ્યવક્તા હેંતો, 20પુંણ મુખી યાજકં અનેં હમારં અગુવએં હેંનેં હવાડ દેંદો, કે હેંનેં ઇપેર મોત ની સજ્યા આલવા મ આવે, અનેં હેંનેં ક્રૂસ ઇપેર સડાવાડ્યો. 21પુંણ હમારી આહ હીતી, કે ઇયોસ ઇસરાએંલ દેશ ન મનખં નેં સુટકારો આલહે, અનેં ઇની વાતં નેં સિવાય એંના બણાવ નેં થાયે આજે તીજો દાડો હે. 22અનેં હાવુ હમારા ટુંળા મની અમુક બજ્યેરએં હમનેં વિસાર મ પાડ દેંદા હે, વેયે હવેંર મ કબરેં ગજ્યી હીત્યી. 23અનેં ઝર હીની લાશ નેં મળી, તે એંમ કીતી જાએંનેં આવજ્યી કે હમંવેં હરગદૂતં નેં ભાળ્યા, ઝેંનવેં એંમ કેંદું હે કે, ઇસુ જીવતો હે. 24તર હમારા ટુંળા મહં અમુક કબરેં જ્ય, અનેં ઝેંવું હીન્યી બજ્યેરએં કેંદું હેંતું, વેવુંસ ભાળ્યુ, પુંણ હેંનવેં ઇસુ નેં, નેં ભાળ્યો.” 25તર ઇસુવેં હેંનનેં કેંદું, “હે બુદ્ધિ વગર ના માણસોં, ઝી કઇ ભવિષ્યવક્તંવેં પવિત્ર શાસ્ત્ર મ લખ્યુ હે, હીની બદ્દી વાતં ઇપેર વિશ્વાસ કરવા મ તમું એંતરં ધીમં હે!” 26ઇયુ જરુરી હેંતું કે મસીહ ઇયુ દુઃખ વેંઠેં અનેં ફેંર પુંતાની મહિમા મ ભરાએં. 27તર ઇસુવેં હેંનનેં આખા પવિત્ર શાસ્ત્ર મ, મૂસા થી લેંનેં બદ્દ ભવિષ્યવક્તં દુવારા પુંતાના બારા મ આલીલી વાતેં હમજાવી.
28તર વેયા હેંના ગામ નેં ટીકે પૂગ્યા ઝાં વેયા જાએં રિયા હેંતા, અનેં ઇસુવેં એંવું વતાડ્યુ કે વેયો અગ્યેડ જાવા સાહે હે. 29પુંણ હેંનવેં એંમ કેં નેં હેંનેં રુક્યો, “હમાર હાતેં રે, કેંમકે દાડો હાવુ ઘણો નમેંજ્યો હે, અનેં હાંજ પડવા કરે હે.” તર ઇસુ હેંનનેં હાતેં રેંવા હારુ મએં જ્યો. 30ઝર વેયા બદ્દા ખાવાનું ખાવા હારુ બેંઠા, તે હેંને રુટી હાથ મ લેંનેં પરમેશ્વર નું ધનેવાદ કરેંનેં તુડી, અનેં હેંનનેં આલવા મંડ્યો, 31પરમેશ્વરેં હેંનની આંખેં ખોલજ્યી, તર હેંનવેં ઇસુ નેં વળખેં લેંદો, અનેં વેયો તરત અલુંપ થાએંજ્યો. 32વેયા એક બીજા નેં કેંવા મંડ્યા, “ઝર વેયો વાટ મ આપં હાતેં વાતેં કરતો હેંતો, અનેં પવિત્ર શાસ્ત્ર મ લખેંલા નો અરથ હમજાડતો હેંતો, તે આપડા મન મ ઘણી ખુશી થાતી હીતી!” 33વેયા તરત ઉઠેંનેં યરુશલેમ સેર મ પાસા જ્યા, અનેં ઇસુ ન અગ્યાર સેંલંનેં અનેં હેંનં ન હાત વાળં નેં ભેંગં થાએંલં ભાળ્ય, 34વેય ભેંગં થાએંનેં વાતેં કરેં રિય હેંતં, “પ્રભુ હાસેં-હાસ મરેંલં મહો પાસો જીવતો થાએંજ્યો હે, અનેં વેયો શમોન પતરસ નેં ભાળવા જડ્યો હે.” 35તર હેંનં બે સેંલંવેં વાટેં ઝી-ઝી વાતેં થાજ્યી હીતી હેંનનેં કેં દીદી, અનેં ઇયે વાત હુદી કે હેંનવેં ઇસુ નેં રુટી તુંડવાને ટાએંમેં કેંકેંમ વળખ્યો હેંતો.
ઇસુ પુંતાનં સેંલંનેં ભાળવા જડે હે
(મત્તિ 28:16-20; મર. 16:14-20; યૂહ. 20:19-23; પ્રેરિ. 1:6-8)
36ઝર વેયા ઇયે વાતેં કરેંસ રિયા હેંતા, એંતરા મ કે ઇસુ હેંનં ન વસ મ હાજર થાએંજ્યો, અનેં હેંનનેં કેંદું, “તમનેં શાંતિ મળે.” 37પુંણ વેય ઘબરાએંજ્ય અનેં સમકેંજ્ય, અનેં એંમ હમજ્ય કે હમું કઇનાક ભૂત નેં ભાળજ્યે હે. 38ઇસુવેં હેંનનેં કેંદું, “હુંકા ઘબરો હે? અનેં તમારા મન મ શક હુંકા કરો હે? 39મારં હાથં-પોગં નેં ભાળો, હૂંસ હે, મનેં અડેંનેં ભાળો, કેંમકે ભૂત નેં હટકં અનેં માહ નહેં આવતું, ઝેંવું તમું મારી મ ભાળો હે.” 40એંમ કેં નેં ઇસુવેં હેંનનેં પુંતાના હાથ-પોગ વતાડ્યા.
41ઝર ખુશી થી હેંનનેં ઇસુ જીવતો થાયો એંમ વિશ્વાસ નેં થાએં રિયો હેંતો, અનેં વેય વિસાર મ પડેંજ્ય હેંતં, તર હેંને પૂસ્યુ, હું આં તમં કનેં કઇક ખાવાનું હે? 42હેંનવેં હેંનેં આગ મ હેંકેંલી માસલી નો બટકો આલ્યો, 43હેંને લેંનેં, હેંનં ન હામેં ખાદો. 44ફેંર હેંને હેંનનેં કેંદું, “આ મારી વેયે વાતેં હે, ઝી મેંહ તમારી હાતેં રેંનેં તમનેં કીદી હીતી, જરુરી હે કે ઝીતરી વાતેં મૂસા ના નિયમ અનેં ભવિષ્યવક્તં અનેં ભજન ની સોપડજ્યી મ મારા બારા મ લખીલી હે, બદ્દી પૂરી થાએ.”
45તર ઇસુવેં હેંનનેં પવિત્ર શાસ્ત્ર મ લખીલી વાતેં હમજવા હારુ મદદ કરી. 46અનેં હેંનનેં કેંદું, “એંમ લખેંલું હે, કે મસીહ દુઃખ વેંઠહે, અનેં તીજે દાડે મરેંલં મહો પાસો જીવતો થાએં જાહે. 47અનેં યરુશલેમ સેર થી લેંનેં બદ્દી જાતિ ન મનખં મ પાપ સુંડવાનો અનેં પાપ ની માફી નો પરસાર, એંના થકીસ કરવા મ આવહે. 48તમું ઇની બદ્દી વાતં ના ગવાહ હે. 49અનેં ભાળો, પવિત્ર આત્મા હૂં તમારી કન મુંકલેં, ઝેંનો વાએંદો માર બએં કર્યો હે, પુંણ ઝર તક તમું હરગ થી સામ્રત નેં મેંળવો, તર તક હેંનાસ સેર મ વાટ જુંવેજો.”
ઇસુ હરગ મ પાસો જાએ હે
(મર. 16:19-20; પ્રેરિ. 1:9-11)
50તર ઇસુ હેંનનેં બેતનિય્યાહ ગામ તક બારતં લેંજ્યો, અનેં પુંતાના હાથ ઉંસા કરેંનેં હેંનનેં આશિષ આલી. 51અનેં હેંનનેં આશિષ આલતો જાએંનેં, વેયો હેંનં કન જાતોરિયો, અનેં હરગ મ ઉઠાવ લેંવા મ આયો. 52તર હેંનવેં હીની આરાધના કરી, અનેં ઘણં ખુશ થાએંનેં યરુશલેમ સેર મ પાસં જાતં રિય. 53અનેં વેય લગધર્ય મંદિર મ ભેંગં થાએંનેં પરમેશ્વર ની આરાધના કરેં કરતં હેંતં.
Zvasarudzwa nguva ino
લુક 24: GASNT
Sarudza vhesi
Pakurirana nevamwe
Sarudza zvinyorwa izvi
Unoda kuti zviratidziro zvako zvichengetedzwe pamidziyo yako yose? Nyoresa kana kuti pinda
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.