1
લૂક 13:24
પવિત્ર બાઇબલ C.L.
ઈસુએ તેમને જવાબ આપ્યો, “સાંકડા બારણામાં થઈને જવા માટે તમારાથી બનતું બધું કરો; કારણ, હું તમને કહું છું કે ઘણા લોકો તેમાં પ્રવેશવા પ્રયત્ન કરશે, પણ પ્રવેશી શકશે નહિ.
Yenzanisa
Ongorora {{vhesi}}
2
લૂક 13:11-12
તેથી તે અઢાર વર્ષથી બીમાર હતી; તે વાંકી વળી ગઈ હતી, અને ટટ્ટાર થઈ શક્તી ન હતી. ઈસુએ તેને જોઈને બોલાવીને કહ્યું, “બહેન, તારી બીમારીમાંથી તું મુક્ત થઈ છે.”
3
લૂક 13:13
તેમણે પોતાના હાથ તેના પર મૂક્યા અને તરત જ તે ટટ્ટાર થઈ અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગી.
4
લૂક 13:30
જુઓ, જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે અને જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે.”
5
લૂક 13:25
ઘરનો માલિક ઊભો થઈને બારણું બંધ કરશે; પછી જ્યારે તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવશો અને કહેશો, ‘સાહેબ અમારે માટે બારણું ખોલો,’ ત્યારે તે જવાબ આપશે, ‘તમે ક્યાંના છો તે હું જાણતો નથી!’
6
લૂક 13:5
ના! હું તમને કહું છું કે જો તમે તમારાં પાપથી પાછા નહિ ફરો, તો તેમની માફક તમે પણ નાશ પામશો.”
7
લૂક 13:27
ત્યારે તે ફરીથી કહેશે, ‘તમે ક્યાંના છો તે હું જાણતો નથી. ઓ સર્વ દુરાચારીઓ, મારાથી દૂર જાઓ!’
8
લૂક 13:18-19
પછી ઈસુએ કહ્યું, “ઈશ્વરનું રાજ શાના જેવું છે? એને હું શાની સાથે સરખાવું? એ તો રાઈના બી જેવું છે. કોઈ એક માણસે એને લઈને પોતાના ખેતરમાં વાવ્યું; એ વધીને મોટો છોડ બન્યો અને આકાશનાં પંખીઓએ તેની ડાળીઓ પર માળા બાંયા.”
Pekutangira
Bhaibheri
Zvirongwa
Mavideo