1
લૂક 12:40
પવિત્ર બાઇબલ C.L.
એટલે તમે પણ તૈયાર રહો, કારણ માનવપુત્ર તમે ધારતા નહિ હો એવા સમયે આવશે.”
Yenzanisa
Ongorora {{vhesi}}
2
લૂક 12:31
તેથી પ્રથમ ઈશ્વરના રાજની શોધ કરો એટલે ઈશ્વર તમને એ બધી વસ્તુઓ પૂરી પાડશે.
3
લૂક 12:15
પછી તેમણે બધાને કહ્યું, “જાગૃત રહો, અને સર્વ પ્રકારના લોભથી પોતાને સંભાળો, કારણ, કોઈ માણસ પાસે ગમે તેટલી અઢળક સંપત્તિ હોય તોપણ એ સંપતિ કંઈ એનું જીવન નથી.”
4
લૂક 12:34
કારણ, જ્યાં તમારું ધન છે ત્યાં જ તમારું મન પણ રહેશે.
5
લૂક 12:25
ચિંતા કરીને તમારામાંનો કોણ થોડીક ક્ષણો પણ વધુ જીવી શકે છે?
6
લૂક 12:22
પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “એટલા જ માટે હું તમને કહું છું કે તમારું જીવન ટકાવવા જરૂરી ખોરાકની અથવા તમારા શરીરને માટે જોઈતાં વસ્ત્રોની ચિંતા ન કરો.
7
લૂક 12:7
અરે, તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. તેથી ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે વધુ મૂલ્યવાન છો!
8
લૂક 12:32
“ઓ નાના ટોળા, તું ગભરાઈશ નહિ, કારણ, તારા પિતાની ઇચ્છા તને રાજ્ય આપવાની છે.
9
લૂક 12:24
કાગડાઓનો વિચાર કરો! તે નથી વાવતા કે નથી કાપણી કરતા; તેમની પાસે નથી કોઠાર કે ભંડાર; છતાં ઈશ્વર તેમને ખોરાક પૂરો પાડે છે! પંખીઓ કરતાં તમારું મૂલ્ય ઘણું મોટું છે!
10
લૂક 12:29
તમે શું ખાશો કે પીશો એ બાબતની ચિંતા કર્યા કરશો નહિ.
11
લૂક 12:28
એ માટે જે ઘાસ આજે ખેતરમાં છે અને કાલે ચૂલામાં બાળી નંખાય છે તેને જો ઈશ્વર આટલું સજાવે છે, તો પછી ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને વસ્ત્રો પહેરાવવાની એથી પણ વિશેષ કાળજી નહિ રાખે?
12
લૂક 12:2
જે કંઈ ઢંક્યેલું છે તે ખુલ્લું કરવામાં આવશે, અને બધાં રહસ્યો જાહેર કરવામાં આવશે.
Pekutangira
Bhaibheri
Zvirongwa
Mavideo