Logotip YouVersion
Search Icon

માથ્થી 11

11
ઇસુ આને યોહાન બાપ્તીસ્મા દેનારો
(લુક. 7:18-35)
1જાંહા ઇસુહુ તીયા બારા ચેલાહાને હિકામણી દી ચુક્યો, તાંહા તોઅ તીયા ગાંવુમે ઉપદેશ આને પ્રચાર કેરા ખાતુર તીહીને જાતો રીયો. 2યોહાનુહુ જેલુમે રીને ખ્રિસ્તુ કામુ ખબર ઉનાયને પોતા ચેલાહાને તીયાલે ઇ ફુચા મોકલ્યા. 3તીયાહા ઇસુલે આખ્યો, “કાય તુજ તોઅ ખ્રિસ્ત હાય, જીયાલે મોકલુલો વાયદો પરમેહેરુહુ કેલો આથો, કા આમુહુ બીજા વાટ જોવતા રેજી?” 4ઇસુહુ તીયાહાને જવાબ દેદો કા, “જો કાય તુમુહુ ઉનાતાહા, આને જો તુમુહુ હેતાહા, તોઅ બાદો જાયને યોહાનુલ આખી દેખાવા, 5કા, આંદલે હેતેહે, આને લેંગળે ચાલતે ફીરતેહે, આને કોડલે ચોખ્ખે કેરામે આવતેહે, બેરે ઉનાતેહે, મોલે જીવતે કેરામે આવતેહે, આને ગરીબુહુને સુવાર્તા ઉનાવામે આવેહે. 6જે માપે પોતા વિશ્વાસ નાહ છોડતા, તે ધન્ય હાય.”
7યોહાનુ ચેલા તીહીને જાંઅ લાગ્યા, તાંહા ઇસુ યોહાનુ વિશે લોકુને આખા લાગ્યો કા, “તુમુહુ હુના જાગામે કાય હેરા ગેહલે? કાય વારગા કી આલતા બુરુલે?” 8ફાચે તુમુહુ કાય હેરા ગેહલા? મોગા પોતળા વાલા લોકુહુને? હેરા જે મોગે પોતળે પોવતેહે તે રાજા મેહેલુમે રેતેહે. 9તા ફાચે કાય હેરા ગેહલા? કા એગા ભવિષ્યવક્તાલે હેરા ગેહલા? હોવ, આંય તુમનેહે આખુહુ, કા ભવિષ્યવક્તા કેતા મોડાલે.
10પવિત્રશાસ્ત્રમે પરમેહેર યોહાન બાપ્તીસ્મો દેનારા વિષયુમે આખેહે કા, હેરા, તોઅ પેલ્લા આંય માઅ ખબર આપનારા દુતુલે મોક્લેહે, જો તોઅ આગલા તોઅ વાટ તીયાર કેરી.
11આંય તુમનેહે ખેરોજ આખહુ કા, જો બાયુકી જન્મ્યાહા, તીયામેને યોહાન બાપ્તીસ્મો દેનારાકી કેડો મોડો નાહ વીયો; પેને જો હોરગા રાજ્યામે હાનામ, હાનો હાય, તોઅ તીયાસે મોડો હાય. 12આને જીહીને યોહાન બાપ્તીસ્મા દેનારાહા પ્રચાર કેરા શુરુ કેયો, તીયા સમયુહીને આમી લોંગુ, હોરગા રાજ્યો ખુબ માહરી આગલા વાદી રીયોહો, આને ઈયા જુગુ ખારાબ લોક તીયાલે નાશ કેરા કોશિશકી રીયાહા. 13ભવિષ્યવક્તા બાદી ચોપળીમે આને મુસા નિયમશાસ્ત્રમે યોહાન બાપ્તીસ્મો દેનારા આવુલો હુદી, રાજ્યા વિષયુમે ભવિષ્યવાણી કેલી હાય. 14જો તુમુહુ ખેરોજ ઈયુ ગોઠીપે વિશ્વાસ કી સેકતાહા, તા ઉનાયા, ઓ યોહાનુજ એલિયા હાય, જીયા આવુલી વિશે ભવિષ્યવક્તાહા આખલો આથો. 15જો કેડો માઅ ઈયુ ગોઠીલે ઉનાહે, તોઅ ઈયુ ગોઠીલે હોમજા ખાતુર કોશિશ કે.
16“આંય ઈયા સમયુ લોકુ બરાબરી કેડા આરી કીવ્યુ? તે તીયા પોયરા હોચ્યે હાય, જે બાજારુમે બોહીને એક-બીજાલે આખતેહે.” 17આમુહુ તુમા ખાતુર “ખુશી ગીત” વાજાવ્યો, આને તુમુહુ નાય નાચ્યે; આમુહુ દુ:ખુ ગીત આખ્યે, આને તુમુહુ રોળ્યે નાય. 18કાહાકા યોહાન વારમ-વાર ઉપવાસ કેતલો આને હોરો નાય પીતલો, આને તે આખતલા કા તીયામે પુથ હાય. 19પેન જાંહા આંય, માંહા પોયરો બાદો ખાવુલો આને પાંય આને દારાક્ષા રોહો પીતો આલોહો, આને તે આખતાહા કા, હેરા, તોઅ ખાદુળ આને સાક્ટયો માંહુ, વેરો લેનારા આને પાપીહી દોસદાર, પેન તેબી એક માંહા કામ ઇ સાબિત કેરી કા બુદ્ધિમાન કેડો હાય.
વિશ્વાસ વગરુપે હાય
(લુક. 10:13-15)
20તાંહા તોઅ તીયા લોકુપે દોષ લાગવા લાગ્યો જે તીયા શેહેરુમે રેતલે, જીયામે તીયાહા ખુબુજ પરાક્રમી કામ કેલે; કાહાલ કા તીયાહા પોતા મન નાહા ફીરવ્યો. 21“હાય, જે લોક ખુરાજીન શેહેરુમે રેતેહે! હાય, બેથસેદા શેહેર! જે પરાક્રમી કામે તુમામે કેયેહે, કાદાચ તે તુર આને સીદોન શેહેરુમે કેરામે આવતે, તા તીહીને લોક ખુબ પેલ્લા ચાદરો ફાંગી લેતા આને પોતા ઉપે ખાઅ ચોપળી લેતે, ઇ દેખાવા ખાતુર કા તે પોતા પાપુકી મન ફીરવી લેદોહો.” 22પેન આંય તુમનેહે આખુહુ; કા ન્યાયુ દિહી તુમા દશા કેતા તે સજા જે પરમેહેર તુર આને સીદોન શેહેરુલે દી, તે તીયુ સજાસે ખુબુજ કોમી વેરી, જે તોઅ તુમનેહે દી. 23આને ઓ, કફર-નુહુમ શેહેરુ લોકુહુ, કાય તુ હોરગાહી લુગુ ઉચો વેરા આશાકી રીયોહો? તુ તા નોરકાહી હુદી એઠાં જાહો; કાહાકા જે પરાક્રમી કામે તુમામે કેરામે આલેહે, કાદાચ સદોમ શહેરુમ કેરામે આવતે તા, તોઅ આજ લગુ બોની રેતો. 24પેન આંય તુમનેહે આખુહુ કા, ન્યાયુ દિહી તુમા દશા કેતા તે સજા જે પરમેહેર સદોમ શેહેરુલે દી, તે તીયુ સજાસે ખુબુજ કોમી વેરી, જે તોઅ તુમનેહે દી.
વોજાકી દાબાલા લોકુને આરામ
(લુક. 10:21,22)
25તીયા સમયુલ ઇસુહુ આખ્યો કા, “ઓ માંઅ બાહકા, જુગ આને તોરતી પ્રભુ, આંય તોઅ આભાર માનુહુ કા, તુયુહુ એ ગોઠયા હોમુજદાર લોકુસે દોબાવી રાખ્યા, આને જે લોક હાના પોયરા હોચે હાય, તીયાહાને દેખાવ્યો.” 26હોવ, ઓ બાહકા, કાહાકા તુલે ઇંજ હારો લાગ્યો,
27“માઅ બાહકાહા માને બાદોજ અધિકાર દી દેદોહો, આને માઅ બાહકા સિવાય કેડો પોયરાલે નાહ જાંતો, તેહકીજ પોયરો સિવાય બાહકાલે કેડો નાહ જાંતો, આને જીયાલે પોયરો ઈચ્છા રાખેહે, તોઅ વ્યક્તિ જાંય સેકી.”
28“ઓ બાદા મેહનત કેનારા લોકુહુ આને કામુકી થાકલા લોકુહુ તુમુહુ માંઅ પાહી આવા; આંય તુમનેહે આરામ દેહે. 29માઅ આધિન વી જાઅ” આને માંપેને હિકીલ્યા; કાહાલ કા આંય નમ્ર આને મનુમે દિન હાય: આને તુમુહુ પોતા આત્મામે આરામ મીલવાહા. 30“કાહાલ કા માંઅ જુહરો હેલ્લો આને માઅ વોજોં ઓલ્કો હાય.”

Currently Selected:

માથ્થી 11: DUBNT

Označeno

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in