Logótipo YouVersion
Ícone de pesquisa

મત્તિ 23

23
નિયમ હિકાડવા વાળં અનેં ફરિસીય થી સેતેંન રો
(મર. 12:38-39; લુક. 11:43,46; 20:45-46)
1તર ઇસુવેં મનખં ના ટુંળા નેં અનેં પુંતાનં સેંલંનેં કેંદું, 2“મૂસા નું નિયમ હિકાડવા વાળં અનેં ફરિસી ટુંળા ન મનખં કનેં અધિકાર હાતેં મૂસા ના નિયમ નેં હિકાડવાની લાયકત હે. 3એંતરે હારુ વેય તમનેં નિયમ પરમણે ઝી કઇ કે વેયુ કરજો, અનેં માનજો, પુંણ હેંનનેં જીવં કામં નેં કરતં વેહ, કેંમકે વેય હિકાડે તે હે, પુંણ પુંતે નિયમ મ નહેં રેંતં. 4વેય એંવં હે, ઝી બીજં મનખં નેં મૂસા નું પૂરુ-પૂરુ નિયમ માનવા હારુ બમેંડાઇ કરે હે, પુંણ પુંતે થુંડુંક હુંદું નિયમ નહેં માનતં. 5વેય પુંતાનં બદ્દ કામં મનખં નેં વતાડવા હારુ કરે હે. વેય વસન લખીલી પટ્ટજ્ય નેં પોસતી કરેંનેં હેંનેં પુંતાના માથા મ અનેં હાથં ન બાવળં મ બાંદેં હે, અનેં વેય પુંતાનં સિસરં ન સેંડા નેં ખલાવટ કરેંનેં લબડાવે હે. 6અનેં જમણવાર મ બેંહેંનેં ખાવા હારુ ખાસ-ખાસ જગ્યા પસંદ કરે હે, અનેં ગિરજં મ ખાસ-ખાસ જગ્યા મ માન મેંળવવા ના ઈરાદા થી બેંહે હે. 7બજારં મ નમસ્તે, અનેં મનખં મ ગરુ કેંવાવું હેંનનેં અસલ લાગે હે.” 8પુંણ તમું પુંતે ગરુ નેં કેંવાતં વેહ, કેંમકે તમારો એકેંસ ગરુ હે, અનેં તમું બદ્દ ભાઈ-બુંન નેં જેંમ હે. 9ધરતી ઇપેર તમું કેંનેં યે આત્મિક બા નેં કેંતં વેહ, કેંમકે તમારો એકેંસ આત્મિક બા હે, ઝી હરગ મ હે. 10અનેં માલિક હુંદા નેં કેંવાતા વેહ, કેંમકે તમારો એકેંસ માલિક હે, અનેં વેયો મસીહ હે. 11ઝી તમં મ મુંટું વેહ, વેયુ બદ્દનો સેંવક બણેં. 12ઝી કુઇ પુંતાનેં મુંટું બણાવહે, વેયુ નાનું કરવા મ આવહે: અનેં ઝી કુઇ પુંતાનેં નાનું બણાવહે, વેયુ મુંટું કરવા મ આવહે.
નિયમ હિકાડવા વાળં અનેં ફરિસીય નો ઢોંગ
(12:40; લુક. 11:39-42,44,52; 20:47)
13હે મૂસા નું નિયમ હિકાડવા વાળોં અનેં ફરિસી ટુંળા ન ઢોંગ કરવા વાળોં મનખોં, તમં ઇપેર હાએ! તમું ઝી બીજં મનખં હારુ હરગ ના રાજ મ જાવાનું બાએંણું બંદ કરો હે, નહેં તે બીજં મનખં નેં જાવા દેંતં અનેં નહેં તમું પુંતે જાતં. 14હે મૂસા નું નિયમ હિકાડવા વાળોં અનેં ફરિસી ટુંળા ન ઢોંગ કરવા વાળોં મનખોં તમં ઇપેર હાએ! તમું બઈમાની કરેંનેં રાંડીલજ્ય ની મિલકત લુટો હે, અનેં વતાડવા હારુ ઘણી વાર તક પ્રાર્થના કરો હે, એંતરે હારુ તમનેં વદાર સજ્યા મળહે.
15હે મૂસા નું નિયમ હિકાડવા વાળોં અનેં ફરિસી ટુંળા ન ઢોંગ કરવા વાળોં મનખોં, તમં ઇપેર હાએ! તમું એક મનખ નેં પુંતાના મત મ લાવવા હારુ, બદ્દી જગ્યા ઘણે-ઘણે ફરો હે, અનેં ઝર વેયુ તમારા મત મ આવેં જાએ હે, તે હેંનેં પુંતાનેં કરતં બમણી નરક ની સજ્યા મેંળવવા નેં લાએંક બણાવ દો હે.
16“હે આંદળં અગુવોં, તમં ઇપેર હાએ! તમું ઝી હિકાડો હે કે અગર કુઇ મનખ મંદિર ના હમ ખાએ હે તે હેંનેં થી કઇ ફરક નહેં પડતો. પુંણ પુંતે એંમ કો હે કે અગર કુઇ મંદિર મ મેંલેંલા હુંના ના હમ ખાએ હે તે હેંનેં પૂરુ કરવું પડહે. 17હે મુરખોં અનેં આંદળોં, એંનં બેય મહું હું મુંટું હે? હુંનું કે મંદિર ઝેંનેં થી હુંનું પવિત્ર થાએ હે? 18ફેંર તમું કો હે કે અગર કુઇ ધુણી ના હમ ખાએ તે હેંનેં થી કઇ ફરક નહેં પડતો, પુંણ ઝી દાન ધુણી ઇપેર હે, હેંના હમ ખાએ તે હેંનેં પૂરુ કરવું પડહે.” 19“હે આંદળો, એંનં બેય મહી કઇની વસ્તુ મુટી, દાન કે ધુણી, ઝેંનેં થી દાન પવિત્ર થાએ હે?” 20એંતરે હારુ ઝી ધુણી ના હમ ખાએ હે, વેયુ ધુણી ના અનેં ઝી કઇ હેંનેં ઇપેર દાન મેંલવા મ આયુ હે હેંના હુંદા હમ ખાએ હે. 21અનેં ઝી મંદિર ના હમ ખાએ હે, વેયુ મંદિર ના અનેં હેંનેં મ રેંવા વાળા ના હુંદા હમ ખાએ હે. 22અનેં ઝી હરગ ના હમ ખાએ હે, વેયુ પરમેશ્વર ની રાજગદ્દી ની અનેં હેંનેં ઇપેર બેંહવા વાળા પરમેશ્વર ના હુંદા હમ ખાએ હે.
23હે મૂસા નું નિયમ હિકાડવા વાળોં અનેં ફરિસી ટુંળા ન ઢોંગ કરવા વાળોં મનખોં, તમં ઇપેર હાએ! તમું દમડા નો અનેં વરજ્યાળી નો અનેં જીરા નો દસવો ભાગ તે આલો હે, પુંણ તમવેં પરમેશ્વર ના નિયમ ની ખાસ વાત નેં એંતરે નિયા, અનેં દયા, અનેં વિશ્વાસ નેં સુંડ દેંદં હે. અસલ થાતું કે તમું દસવો ભાગ હુંદો આલતં રેંતં, અનેં પરમેશ્વર ના નિયમ ની ખાસ વાતં નેં હુંદં નેં સુંડતં. 24હે આંદળં અગુવોં, તમું ઝી બેકાર નિયમ નેં પાળવા હારુ પૂરી કોશિશ કરો હે, ઝેંવું કે તમું ઝી પીયો હે હેંનેં મહં મસરં તે ગાળ દડો હે, પુંણ પરમેશ્વર ની ખાસ આજ્ઞા નહેં માનતં, ઝી ઉંટ નેં ગલેં જાવા નેં જેંમ હે.
25“હે મૂસા નું નિયમ હિકાડવા વાળોં અનેં ફરિસી ટુંળા ન ઢોંગ કરવા વાળોં મનખોં, તમં ઇપેર હાએ! તમું વાટકા અનેં થાળજ્યં નેં ઇપેર-ઇપેર થી માજો હે, પુંણ વેય મએં ઘણં ખરાબ હે, તમું એંવસ રાસડં નેં જેંમ હે, ઝી બારતં ની પાક્તી તે સાફ ભાળવા જડે હે, પુંણ મએં ઘણં ખરાબ હે.” 26હે ફરિસી ટુંળા ન આંદળં મનખોં, ઝીવી રિતી વાટકા અનેં થાળજ્યં નેં મએં માજવા થી વેય બારતં હુંદં સાફ થાએં જાએ હે, વેમેંસ તમું હુંદં તમારા મએં વાળા લાલસી અનેં ભુંડા સોભાવ નેં બદલો. તર તમું બારતં થી હુંદં તાજં થાએં જહો.
27“હે મૂસા નું નિયમ હિકાડવા વાળોં અનેં ફરિસી ટુંળા ન ઢોંગ કરવા વાળોં મનખોં, તમં ઇપેર હાએ! તમું ઇવી કબર નેં જેંમ હે, ઝી બારતં થી તે સુંનો સુંપડેંલો ધોળી-ધગ ભાળવા જડે હે, પુંણ મએં મરેંલં મનખં ન હટકં અનેં ગંદવાડા થી ભરેંલી હે.” 28ઇવીસ રિતી થી તમું હુંદં બારતં થી મનખં નેં તાજં ભાળવા જડો હે, પુંણ મએં થી ઢોંગ અનેં અધર્મ થી ભરેંલં હે.
નિયમ હિકાડવા વાળં અનેં ફરિસી મનખં ના દંડ ની ભવિષ્યવાણી
(લુક. 11:47-51)
29“હે મૂસા નું નિયમ હિકાડવા વાળોં અનેં ફરિસી ટુંળા ન ઢોંગ કરવા વાળોં મનખોં, તમં ઇપેર હાએ! તમાર બાપ-દાદંવેં ઝેંનં ભવિષ્યવક્તં નેં માર્યા હેંતા, હેંનની કબરેં હણગારો હે. અનેં તાજં મનખં ની કબરેં બણાવો હે. 30અનેં તમું કો હે, અગર હમું બાપ-દાદં ના ટાએંમ મ હેંતં તે ભવિષ્યવક્તાવ નેં માર નાખવા મ હેંનનેં હાત નેં આલતં. 31એંમ કેં નેં તમું પુંતેસ પુંતાના વિરુધ મ ગવાહી આલો હે, કે તમું હેંનનીસ પીઢી ન હે ઝેંનવેં ભવિષ્યવક્તં નેં માર દડ્યા હેંતા. 32હાં નેં ઝી ગુંનો તમાર બાપ-દાદંવેં કર્યો હેંતો, વેયોસ ગુંનો તમું હુંદં કરવાનં હે.” 33હે હાપ ના જેર જીવં મનખોં, તમું નરક ની સજ્યા જરુર ભુંગવહો. 34એંતરે હારુ ભાળો, હૂં તમારી કનેં ભવિષ્યવક્તં નેં અનેં બુદ્ધિમાનં નેં અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળં નેં મુંકલું હે; અનેં તમું હેંનં મહં કેંનેંક નેં માર દડહો અનેં કેંનેંક નેં ક્રૂસ ઇપેર સડાવહો, અનેં કેંનેંક નેં પુંતાનં ગિરજં મ કોડા મારહો અનેં એક સેર થી બીજે સેર ખદેંડતં ફરહો. 35ઝેંતરં ધર્મિ મનખં નેં તમેં માર દડ્ય હેંનો દંડ તમારે ભુંગતવો પડહે. ઝી ધર્મી હાબિલ થી લેંનેં બિરીક્યાહ ના બેંટા જકરયાહ તક, ઝેંનેં તમેં મંદિર અનેં પવિત્ર વેદી નેં વસ મ માર દડ્યા હેંતા. 36હૂં તમનેં હાસું કું હે, કે એંનં બદ્દ ધર્મી મનખં નેં માર દડવાનો દંડ ઇની પીઢી ન મનખં ઇપેર આવેં પડહે.
યરુશલેમ હારુ દુઃખ
(લુક. 13:34-35)
37“હે યરુશલેમ સેર ન મનખોં! તમું ઝી ભવિષ્યવક્તં નેં માર દડો હે, અનેં ઝી તમારી કન મુંકલવા મ આય, હેંનં ઇપેર પત્થરમારો કરો હે, કીતરી વાર મેંહ સાઇહુ કે ઝેંમ કુકડી પુંતાનં સેંલંનેં પુંતાની પાંખ નિસં ભેંગં કરેંનેં હેંનની રખવાળી કરે હે, વેમેંસ હૂં હુંદો તમાર બાળકં ની રખવાળી કરું, પુંણ તમવેં નેં સાઇહુ.” 38ભાળો, તમારું ઘેર તમારી હારુ ઉજોડ સુંડેં જું હે, અનેં તમારા ઘેર ની રખવાળી હૂં નેં કરું. 39કેંમકે હૂં તમનેં કું હે હાવુ થી ઝર તક તમું નેં કેંહો, કે “ધન્ય હે વેયો, ઝી પ્રભુ ના નામ થી આવે હે, તર તક તમું મનેં ફેંર કેંરં યે નેં ભાળહો.”

Atualmente selecionado:

મત્તિ 23: GASNT

Destaque

Partilhar

Copiar

None

Quer salvar os seus destaques em todos os seus dispositivos? Faça o seu registo ou inicie sessão