Logótipo YouVersion
Ícone de pesquisa

મત્તિ 17

17
ઇસુ નું રુપ બદલાવું
(મર. 9:2-13; લુક. 9:28-36)
1સો દાડં પસી ઇસુવેં પતરસ અનેં યાકૂબ અનેં હેંના ભાઈ યૂહન્ના નેં હાતેં લેંનેં, હેંનનેં હુંનવેંણ મ કઇનાક ઉંસા ડુંગોર ઇપેર લેંજ્યો. 2વેંહાં હેંનનેં હામેં હેંનું રુપ બદલાએં જ્યુ, અનેં હેંનું મોડું સુર્યા નેં જેંમ ભભળવા મંડ્યુ, અનેં હેંનં સિસરં ઇજવાળા જીવં ધોળં-ધગ થાએંજ્ય. 3અનેં મૂસો અનેં એલિય્યાહ ઇસુ નેં હાતેં વાતેં કરતં હેંનનેં ભાળવા જડ્યા.
4તર પતરસેં ઇસુ નેં કેંદું, “હે ગરુ આપડે આં રેંવું અસલ હે. અગર તારી મરજી વેહ, તે હૂં તાંણ મંડપ બણાવું, એક તારી હારુ, એક મૂસા હારુ અનેં એક એલિય્યાહ હારુ.” 5વેયો બુલેંસ રિયો હેંતો કે એક ધોળે વાદળે હેંનનેં ઢાકેં દેંદા, અનેં હેંના વાદળા મહી પરમેશ્વર નેં એંમ કેંતં હામળ્યુ, “આ મારો વાલો બેંટો હે, ઝેંનેં થી હૂં ઘણો ખુશ હે, વેયો ઝી કે હે હેંનું કેંવું માનો.” 6સેંલા ઇયુ હામળેંનેં મોડા ભેર પડેંજ્યા, અનેં ઘણાસ સમકેં જ્યા. 7ઇસુવેં ટીકે આવેંનેં હેંનનેં અડ્યો, અનેં કેંદું, “ઉઠો, સમકો નહેં.” 8તર હેંનવેં નજર કરેંનેં ભાળ્યુ, તે મૂસો અનેં એલિય્યાહ જાતારિયા હેંતા, અનેં ખાલી ઇસુ વેંહાં હેંતો.
9ઝર વેયા ડુંગોર ઇપેર થી ઉતરતા હેંતા, તર ઇસુવેં હેંનનેં ઇયે આજ્ઞા આલી, “ઝર તક કે હૂં માણસ નો બેંટો, મરેંલં મહો પાસો જીવતો નેં થું. તર તક કેંનેં યે આ વાતેં નહેં કેંતા વેહ કે તમવેં હું ભાળ્યુ હે.” 10ઇની વાત ઇપેર હેંનં સેંલંવેં ઇસુ નેં પૂસ્યુ, “મૂસા નું નિયમ હિકાડવા વાળા હુંકા કે હે કે એલિય્યાહ નું મસીહ કરતં પેલ આવવું જરુરી હે?” 11ઇસુવેં જવાબ આલ્યો, “ઇયુ હાસ્સું હે, કે પરમેશ્વરેં એલિય્યાહ નેં મુંકલવા નો વાએંદો કર્યો, કે મસીહ નેં આવવા થી પેલ એલિય્યાહ આવેંનેં મનખં ન મનં નેં તિયાર કરહે. 12પુંણ હૂં તમનેં કું હે કે એલિય્યાહ તે પેલેંસ આવેં સુક્યો હે, અનેં મનખંવેં હેંનેં નહેં વળખ્યો, પુંણ ઝેંવું સાઇહુ વેવુંસ હેંનેં હાતેં કર્યુ ઇવીસ રિતી થી માણસ નો બેંટો હુંદો હેંનં ના હાથ થી દુઃખ ઝેંલહેં.” 13તર સેંલંવેં હમજ્યુ કે ઇસુવેં હમનેં યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા ના બારા મ કેંદું હે.
ભૂત ભરાએંલા સુંરા નેં ઇસુ હાજો કરે હે
(મર. 9:14-29; લુક. 9:37-43)
14ઝર વેયા મનખં ના ટુંળા કનેં પોત્યા, તે એક માણસ ઇસુ કનેં આયો, અનેં ઢેંસુંણ માંડેંનેં કેંવા મંડ્યો, 15“હે પ્રભુ! મારા બેંટા ઇપેર દયા કર, કેંમકે હેંનેં ફુંર આવે હે, અનેં વેયો ઘણું દુઃખ વેંઠેં હે, અનેં વારે ઘડી આગ મ અનેં પાણેં મ પડેં જાએ હે. 16હૂં હેંનેં તારં સેંલં કનેં લાયો હેંતો, પુંણ વેયા હેંનેં હાજો નેં કરેં સક્યા.” 17ઇસુવેં જવાબ આલ્યો, “હે અવિશ્વાસી અનેં હટ કરવા વાળોં મનખોં, હૂં કેંરં તક તમારી હાતેં રેં? કાં તક તમારું વેંઠેં? હેંનેં આં મારી કન લાવો” 18તર ઇસુ ભૂત નેં વળગ્યો, અનેં વેયો હેંનેં મહો નકળેં જ્યો, અનેં સુંરો તરત હાજો થાએંજ્યો.
19તર સેંલંવેં એંખલા મ ઇસુ કનેં આવેંનેં કેંદું, “હમું હેંનેં હુંકા નેં કાડેં સક્યા?” 20ઇસુવેં હેંનનેં કેંદું, “તમારા વિશ્વાસ ની કમી નેં લેંદે, કેંમકે હૂં તમનેં હાસું કું હે, અગર તમારો વિશ્વાસ રાઈ ના દાણા નેં બરુંબર હુંદો વેહ, તે એંના ડુંગોર નેં કેં સકહો, કે આંહો હરકેંનેં પેંલ તાં જાતોરે, તે વેયો જાતો રેંહે. અનેં કઇ બી વાત તમારી હારુ કાઠી નેં વેંહે. 21પુંણ એંવં પરકાર ન ભૂતડં વગર પ્રાર્થના અનેં વગર ઉપવાસ થી નહેં નકળતં.”
પુંતાની મોત ના બારા મ ઇસુ ની બીજી વાર ભવિષ્યવાણી
(મર. 9:30-32; લુક. 9:43-45)
22ઝર વેયા ગલીલ પરદેશ મ હેંતા, તે ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં માણસ નો બેંટો વેરજ્ય ન હાથં મ હવાડવા મ આવેં. 23વેયા મનેં માર દડહે, અનેં હૂં પાસો તીજે દાડે જીવતો થાએં જએં.” ઇયુ હામળેંનેં વેયા ઘણા દુઃખી થાયા.
મંદિર નો વેરો
24ઝર વેયા કફરનહૂમ ગામ મ પોત્યા, તે મંદિર નો વેરો લેંવા વાળેં પતરસ કનેં આવેંનેં પૂસ્યુ, “હું તમારો ગરુ મંદિર નો વેરો નહેં આલતો?” 25હેંને કેંદું, “હાં, આલે હે.” ઝર પતરસ ઘેર મ આયો, તે ઇસુવેં હેંનેં પૂસવા થી પેલેંસ હેંનેં કેંદું, “હે શમોન, તું હું વિસારે હે? ધરતી ના રાજા જમો કે વેરું કેંનેં કન લે હે? પુંતાનં સુંર કન કે પારકં કન?” 26પતરસેં ઇસુ નેં જવાબ આલ્યો, “પારકં કન થી.” હેંને પતરસ નેં કેંદું, “તરતે સુંરં નેં વેરો નેં ભરવો જુગે. 27તે હુંદા આપું હેંનનેં ઠુંકર નેં ખવાડજ્યે, તું દરજ્યા ની ધેડેં જાએંનેં ગળ નાખ, અનેં ઝી માસલી પેલ નકળે હેંનેં હાએં લે, અનેં હેંનું મોડું ખોલવા થી તનેં એક સિક્કો મળહે, હેંનેંસ લેંનેં મારી અનેં તારી બદલે હેંનનેં આલ દેંજે.”

Atualmente selecionado:

મત્તિ 17: GASNT

Destaque

Partilhar

Copiar

None

Quer salvar os seus destaques em todos os seus dispositivos? Faça o seu registo ou inicie sessão