પછી તે તેમને યરુશાલેમ લઈ ગયો, ને મંદિરના બુરજ પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો હોય તો અહીંથી નીચે પડ; કેમ કે લખેલું છે કે, ‘તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે, તેઓ તારું રક્ષણ કરે;
અને તેઓ પોતાના હાથ પર તને ધરી લેશે, રખેને તારો પગ પથ્થર પર અફળાય.’”
ઈસુએ તેને ઉત્તર આપ્યો, “એમ કહેલું છે કે, તારે પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ ન કરવું.”