યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખેલું છે,
રાનમાં ઘાંટો પાડનારની વાણી કે,
પ્રભુનો માર્ગ તૈયાર કરો,
તેમના રસ્તા પાધરા કરો.
દરેક નીચાણ પુરાશે,
દરેક પહાડ તથા ટેકરો નીચો કરાશે.
વાંકું સીધું કરવામાં આવશે,
ખાડાટેકરાવાળા માર્ગ સપાટ થશે. q1 અને સર્વ દેહધારી
ઈશ્વરનું તારણ જોશે.”