1
ઉત્પત્તિ 37:5
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને યૂસફને સ્વપ્ન આવ્યું, ને તેણે તેના ભાઈઓને તે કહી સંભળાવ્યું; અને તેઓ તેના પર વત્તો દ્વેષ કરતા હતા.
ႏွိုင္းယွဥ္
ઉત્પત્તિ 37:5ရွာေဖြေလ့လာလိုက္ပါ။
2
ઉત્પત્તિ 37:3
હવે ઇઝરાયલ તેના સર્વ દિકરાઓ કરતાં યૂસફ પર વિશેષ પ્રેમ કરતો હતો, કેમ કે તે તેના ઘડપણનો દીકરો હતો. અને તેણે તેને માટે એક રંગિત ઝભ્ભો સિવડાવ્યો હતો.
ઉત્પત્તિ 37:3ရွာေဖြေလ့လာလိုက္ပါ။
3
ઉત્પત્તિ 37:4
અને તેના ભાઈઓએ જોયું કે તેઓના પિતા તેના સર્વ ભાઈઓ કરતાં તેના પર વિશેષ પ્રેમ કરે છે; અને તેઓ તેનો દ્વેષ કરતા, ને તેની સાથે મીઠાશથી વાત કરી શકતા નહોતા.
ઉત્પત્તિ 37:4ရွာေဖြေလ့လာလိုက္ပါ။
4
ઉત્પત્તિ 37:9
અને ફરી તેને બીજું સ્વપ્ન આવ્યું, ને તેણે તેના ભાઈઓને તે કહ્યું ને બોલ્યો, “જુઓ, મને બીજું એક સ્વપ્ન આવ્યું; અને જુઓ, સૂર્ય તથા ચંદ્ર તથા અગિયાર તારા મારી આગળ નમ્યા.”
ઉત્પત્તિ 37:9ရွာေဖြေလ့လာလိုက္ပါ။
5
ઉત્પત્તિ 37:11
અને તેના ભાઈઓએ તેના પર અદેખાઈ કરી; પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.
ઉત્પત્તિ 37:11ရွာေဖြေလ့လာလိုက္ပါ။
6
ઉત્પત્તિ 37:6-7
અને તેણે તેઓને કહ્યું, “આ સ્વપ્નમાં મેં જે જોયું છે તે સાંભળો: જુઓ, આપણે ખેતરમાં પૂળીઓ બાંધતા હતા, ને જુઓ, મારી પૂળી ઊઠીને ઊભી રહી; અને જુઓ, તમારી પૂળીઓ ચારેબાજુ ઊભી રહી, ને મારી પૂળીની આગળ નમી.”
ઉત્પત્તિ 37:6-7ရွာေဖြေလ့လာလိုက္ပါ။
7
ઉત્પત્તિ 37:20
અને હવે ચાલો, આપણે તેને મારી નાખીએ, ને કોઈએક ખાડામાં તેને નાખી દઈએ, ને આપણે કહીશું કે, કોઈક રાની પશુ તેને ખાઈ ગયું છે. અને તેના સ્વપ્નનું શું થશે તે જોઈશું.”
ઉત્પત્તિ 37:20ရွာေဖြေလ့လာလိုက္ပါ။
8
ઉત્પત્તિ 37:28
અને મિદ્યાની વેપારીઓ તેઓની પાસે થઈને જતા હતા; અને તેઓએ યૂસફને ખાડામાંથી ખેંચી કાઢયો, ને તેઓએ રૂપાના વીસ ફટકામાં યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. અને તેઓ યૂસફને મિસરમાં લઈ ગયા.
ઉત્પત્તિ 37:28ရွာေဖြေလ့လာလိုက္ပါ။
9
ઉત્પત્તિ 37:19
અને તેઓએ એકબીજાને કહ્યું, “જુઓ, પેલો સ્વપ્નપતિ આવે છે.
ઉત્પત્તિ 37:19ရွာေဖြေလ့လာလိုက္ပါ။
10
ઉત્પત્તિ 37:18
અને તેઓએ તેને આઘેથી જોયો, ત્યારે તેઓની પાસે તેના આવી પહોંચ્યા અગાઉ તેને મારી નાખવાને તેઓએ મસલત કરી.
ઉત્પત્તિ 37:18ရွာေဖြေလ့လာလိုက္ပါ။
11
ઉત્પત્તિ 37:22
તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રૂબેને તેઓને કહ્યું, “તેનું રક્ત ન વહેવડાવો. પણ રાનમાં આ જે ખાડો છે તેમાં તેને નાખી દો, ને તેના પર હાથ ન નાખો.”
ઉત્પત્તિ 37:22ရွာေဖြေလ့လာလိုက္ပါ။
ပင္မစာမ်က္ႏွာ
က်မ္းစာ
အစီအစဥ္
ဗီဒီယို