ઉત્પત્તિ 25
25
ઇબ્રાહિમનો પરિવાર
1પછી ઇબ્રાહિમે બીજા લગ્ન કર્યા, તેની બીજી પત્નીનું નામ કટૂરાહ હતું. 2કટૂરાહે ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક અને શૂઆહને જન્મ આપ્યા. યોકશાનને શબા અને દદાન બે પુત્રો થયા. 3અને દદાનના વંશજો આશૂરીમ, લટુશીમ અને લઉમીમ હતા. 4મિદ્યાનના પુત્રો એફાહ, એફેર, હનોખ, અબીદા અને એલ્દાઆહ હતા. આ બધા ઇબ્રાહિમ અને કટૂરાહના વંશજો હતા. 5પોતાની બધી મિલકત ઇબ્રાહિમે ઇસહાકને આપી અને દાસીઓના પુત્રોને તેણે ઉપહારો આપ્યા. 6ઇબ્રાહિમે મૃત્યુ પહેલા પોતાની દાસીઓના પુત્રોને ઇસહાકથી દૂર પૂર્વના પ્રદેશમાં મોકલી દીધા. તે પછી ઇબ્રાહિમે પોતાની બધી મિલકત ઇસહાકને આપી દીધી.
7ઇબ્રાહિમ 175 વર્ષની ઉંમર સુધી જીવતો રહ્યો. 8ઇબ્રાહિમ દિવસેને દિવસે વધુને વધુ નબળો પડતો ગયો. પછી સંતોષકારક જીવન જીવીને ખૂબ મોટી ઉંમરે તે મૃત્યુ પામ્યો અને તેને તેના પૂર્વજોની સાથે દફનાવવામાં આવ્યો. 9તેના પુત્ર ઇસહાકે અને ઇશ્માંએલે તેને માંમરેની પૂર્વમાં આવેલા સોહાર હિત્તીના એફ્રોનના ખેતરમાં, માંખ્પેલાહની ગુફામાં દફનાવ્યો. 10આ એ જ ગુફા અને ખેતર છે જે ઇબ્રાહિમે હિત્તી લોકો પાસેથી ખરીદયા હતાં. ત્યાં ઇબ્રાહિમને તેની પત્ની સારા સાથે દફનાવવામાં આવ્યો. 11ઇબ્રાહિમના મૃત્યુ પછી દેવે તેના પુત્ર ઇસહાક પર આશીર્વાદો વરસાવ્યા અને તે બેર-લહાય-રોઇ રહેવા લાગ્યો.
12ઇશ્માંએલના પરિવારની આ યાદી છે. ઇશ્માંએલ સારાની મિસરી દાસી હાગાર અને ઇબ્રાહિમનો પુત્ર હતો. 13ઇશ્માંએલના પુત્રો તેમના જન્મના ક્રમ પ્રમાંણે આ છે: તેનો મોટો પુત્ર નબાયોથ હતો. પછી કેદાર, 14પછી આદબએલ, પછી મિબ્સામ, પછી 15મિશમાં, પછી દુમાંહ, અને પછી માંસ્સા, પછી હદાદ, પછી તેમાં, પછી યટુર, પછી નાફીશ, અને પછી કેદમાંહ, આ ઇશ્માંએલના પુત્રો છે. 16અને એમનાં ગામો અને છાવણીઓનાં નામ એમનાં નામ પરથી જ પડયા છે. અને એ બારે વ્યકિતઓ પોતપોતાના કબીલાના આગેવાન હતા. એ બારે પુત્રો લોકોમાં બાર રાજકુમાંરો સમાંન હતા. 17ઇશ્માંએલની ઉંમર 137 વર્ષની થઈ ત્યારે તેનું અવસાન થયું. 18ઇશ્માંએલના વંશજો આશૂરને રસ્તે મિસરની પૂર્વ દિશામાં હવીલાહથી શૂર સુધીની ભૂમિમાં વસ્યાં હતા. ઇશ્માંઇલના વંશજોએ તેના ભાઇના લોકો પર ધણી વખત હુમલાઓ કર્યા.
ઇસહાકનો પરિવાર
19આ ઇસહાકની કથા છે. ઇબ્રાહિમનો એક પુત્ર ઇસહાક હતો. 20ઇસહાકે 40 વર્ષની વયે રિબકા સાથે લગ્ન કર્યા. રિબકા પાદાનારામની વતની હતી. તે અરામના બથુએલની પુત્રી અને અરામના લાબાનની બહેન હતી. 21તેની પત્નીને બાળકો થતાં ન હતા. આથી ઇસહાકે તેના માંટે યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ ઇસહાકની પ્રાર્થના સાંભળી અને માંન્ય રાખી અને રિબકા ગર્ભવતી થઇ.
22જયારે રિબકા ગર્ભવતી હતી ત્યારે તેણીનાં ગર્ભમાં બે બાળકો થવાને કારણે તેણીએ સહન કર્યુ. ગર્ભમાં બાળકો એકબીજા સાથે ધક્કામુક્કી કરતાં, એટલે તેણી બોલી, “માંરી સાથે આવું શું કામ બની રહ્યું છે?” તેણીએ યહોવાને પ્રાર્થના કરી. 23ત્યારે યહોવાએ તેને કહ્યું,
“તારા પેટમાં
બે પ્રજાઓ છે,
બે પરિવારોના રાજા તમાંરામાંથી જ થશે.
જન્મથી જ પરસ્પર વિરોધી એવી બે પ્રજાઓ,
એકબીજા કરતાં વધારે બળવાન થશે;
મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે.”
24પૂરા દિવસો થતા રિબકાએ બે જોડકાં બાળકોને જન્મ આપ્યો. 25પ્રથમ જનીત બાળક તે લાલ હતો. તેના આખા શરીરે વાળ હતા, જાણે તેણે વાળનો ઝભ્ભો ન પહેર્યો હોય, આથી તેણીએ તેનું નામ એસાવ પાડયું. 26જયારે બીજો બાળક જન્મ્યો ત્યારે તેના હાથે એસાવની એડી પકડેલી હતી, આથી તેનું નામ યાકૂબ પાડયું. એ પુત્રો જન્મ્યા, ત્યારે ઇસહાકની ઉંમર 60 વર્ષની થઈ હતી.
27બાળકો મોટા થયાં ત્યારે “એસાવ” કુશળ શિકારી થયો, અને તે ખેતરોમાં રહેવાનું પસંદ કરતો. જયારે યાકૂબ શાંત પ્રકૃતિનો હતો. અને તંબુઓમાં સ્થિર થઈને રહેતો હતો. 28ઇસહાક એસાવને ખૂબ પ્રેમ આપતો, તે તેને ખૂબ વહાલો હતો. એસાવ શિકાર કરીને જે પશુને લાવતો તેનું માંસ તે ખાતો હતો. પરંતુ યાકૂબ રિબકાને વહાલો હતો.
29એક વખત એસાવ શિકાર કરીને પાછો ફર્યોં. તે થાકેલો હતો, ને ભૂખથી પરેશાન હતો. યાકૂબ શાક રાંધી રહ્યો હતો. 30તેથી તેણે યાકૂબને કહ્યું, “આ લાલ શાકમાંથી મને થોડું ખાવા માંટે આપ. મને ખૂબ ભૂખ લાગી છે.” (આથી તેનું નામ અદોમ પડયું)
31પરંતુ યાકૂબે કહ્યું, “પહેલાં તું તારો જયેષ્ઠપણાનો હક્ક મને આપ.”
32એસાવે કહ્યું, “હું ભૂખથી મરવા પડયો છું. જો હું મરી જઈશ તો માંરા પિતાનું ધન પણ મને મદદ કરી શકવાનું નથી. તેથી હું તને માંરો ભાગ આપીશ.”
33પરંતુ યાકૂબે કહ્યું, “પહેલાં તું સમ લે કે, તું મને તે આપીશ.” તેથી એસાવે યાકૂબ આગળ સમ ખાધા. અને એસાવે પોતાના પિતાની મિલકતનો પોતાનો ભાગ યાકૂબને આપ્યો અને પોતાનો પ્રથમ પુત્રનો હક્ક પણ યાકૂબને વેચી દીધો. 34પછી યાકૂબ એસાવને રોટલી અને મસૂરની દાળ આપી. પછી ખાધા-પીધા પછી તે ઊઠીને ચાલ્યો ગયો. આ રીતે એસાવે એ દશાર્વ્યુ કે, તે પોતાના પ્રથમ પુત્ર હોવાના હક્કની પરવા કરતો નથી.
Šiuo metu pasirinkta:
ઉત્પત્તિ 25: GERV
Paryškinti
Dalintis
Kopijuoti

Norite, kad paryškinimai būtų įrašyti visuose jūsų įrenginiuose? Prisijunkite arba registruokitės
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International