ઉત્પત્તિ 21
21
સારાના પુત્ર ઇસહાકનો જન્મ
1યહોવાએ સારાને આપેલ વચન જાળવી રાખ્યું. અને યહોવાએ પોતાના વચન અનુસાર સારા પર કૃપા કરી. 2સારા ગર્ભવતી થઈ અને તેણે વૃદ્વાવસ્થામાં ઇબ્રાહિમને માંટે દેવે કહેલા સમયે એક પુત્રને જન્મ આપ્યો. દેવે જે વચન આપ્યું હતું તે જ પ્રમાંણે થયું. 3સારાએ પુત્રને જન્મ આપ્યો અને ઇબ્રાહિમે તેનું નામ ઇસહાક પાડયું. 4અને દેવની આજ્ઞા અનુસાર તેણે પોતાનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો, ત્યારે તેની સુન્નત કરાવી.
5જયારે ઇબ્રાહિમનો પુત્ર ઇસહાક જન્મ્યો ત્યારે એની ઉંમર 100 વર્ષની થઈ હતી. 6અને સારાએ કહ્યું, “દેવે મને સુખનાં દિવસ આપ્યા છે. જે કોઈ વ્યકિત આ સાંભળશે તે પણ માંરી સાથે પ્રસન્ન થશે. 7કોઈ પણ એમ ધારતું નહોતું કે, સારા ઇબ્રાહિમ માંટે પુત્રને જન્મ આપશે, છતાં મેં એના ઘડપણમાં દીકરાને જન્મ આપ્યો છે.”
ઘરમાં વિપત્તિઓનાં વાદળ
8હવે બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. તે દિવસે ઇબ્રાહિમે એક મોટી ઉજવણી કરી. 9પછી મિસરી દાસી હાગારથી ઇબ્રાહિમને એક પુત્ર થયો હતો. એક વાર સારાએ હાગારના પુત્રને ઇસહાકની મશ્કરી કરતા જોયો. 10તેથી સારાએ ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી સ્ત્રી તથા તેના પુત્રને અહીંથી કાઢી મૂકો, આપણા મૃત્યુ પછી આપણી સંપત્તિનો માંલિક ઇસહાક જ થશે. હું નથી ઈચ્છતી કે, આ દાસીનો દીકરો માંરા દીકરા ઇસહાક સાથે વારસ થાય.”
11આ બધી વાતોથી ઇબ્રાહિમ બહુજ દુ:ખી થયો. તે પોતાના પુત્ર ઇશ્માંએલને કારણે ખૂબ દુ:ખી હતો. 12પરંતુ દેવે ઇબ્રાહિમને કહ્યું, “એ પુત્રને કારણે તથા દાસી સ્ત્રીને કારણે મનમાં દુ:ખી થઈશ નહિ. સારા તને જે કંઈ કહે તે તેના કહ્યાં પ્રમાંણે કર. કારણ કે તારો વંશવેલો ઇસહાકથી ચાલુ રહેશે. 13પરંતુ હું તારા દાસીપુત્રને પણ આશીર્વાદ આપીશ અને હું એ દાસ્ત્રીના પુત્રને પણ મોટો પરિવાર આપીશ, અને તે પરિવારનું પણ એક મોટું રાષ્ટ બનાવીશ. કારણ કે એ તારું સંતાન છે.”
14તેથી બીજે દિવસે વહેલી સવારે ઇબ્રાહિમે રોટલા અને પાણીના મશક લઈને હાગારને આપ્યાં અને છોકરાંને ખભે ચઢાવીને તેને વિદાય કરી. તે ચાલી ગઈ અને બેર-શેબાના રણમાં ભટકવા લાગી.
15થોડા સમય પછી હાગારની મશકનું પાણી ખૂટી ગયું ત્યારે તેણે તે બાળકને એક નાના ઝાડ નીચે છોડી દીધું. 16હાગાર ત્યાંથી થોડા અંતરે ગઇ અને નીચે બેઠી. હાગારે વિચાર્યું કે, ત્યાં પાણી નથી તેથી તેણીનો પુત્ર મૃત્યુ પામશે. તેણી તેને મૃત્યુ પામતો જોવા નહોતી ઈચ્છતી. તેણી ત્યાં બેઠી હતી ત્યારે રડવા લાગી.
17દેવે બાળકને રડતો સાંભળ્યો. અને આકાશમાંથી એક દૂતે હાગારને બોલાવી તેણે હાગારને પૂછયું, “હાગાર, તારે શી સમસ્યા છે? દેવે બાળકને રડતો સાંભળ્યો છે, ડરીશ નહિ, 18ઊઠ, બાળકને ઉપાડી લે, અને તેનો હાથ પકડ અને તેને દોરવ, કારણ કે, હું તેનાથી એક મહાન રાષ્ટ બનાવવાનો છું.”
19પછી દેવે હાગારને પાણીથી ભરેલો કૂવો દેખાય તેવું કર્યુ. તે ત્યા ગઇ અને મશકમાં પાણી ભરી લીધું. અને બાળકને પાણી પાયું.
20બાળક જયાં સુધી મોટો ન થયો ત્યાં સુધી દેવ તેની સાથે રહ્યો. તે રણપ્રદેશમાં રહેતો હતો અને તેથી તે ધનુષ્ય ચલાવતા શીખ્યો અને નિપુણ શિકારી થઈ ગયો. 21તેની માંતા તેના માંટે મિસરની વહુ લાવી અને તેઓએ પારાનના રણમાં રહેવાનું ચાલુ રાખ્યું.
ઇબ્રાહિમ અને અબીમેલેખ વચ્ચેની સંધિ
22તે સમયે અબીમેલેખ તેના સેનાપતિ ફીકોલ સાથે જઈ ઇબ્રાહિમને કહ્યું, “તું જે કાંઈ કહે છે તેમાં દેવ તને સહાય કરે છે. 23તેટલા માંટે આ ઘડીએ તું માંરી આગળ દેવના નામે એવા સમ લે અને વચન આપ કે, તું માંરી સાથે અને માંરા બધા વંશજો સાથે ન્યાયી બનશે, અને હું જેમ તારી સાથે દયાળુ રહ્યો છું તેમ તું માંરી સાથે અને જે દેશમાં તું રહ્યો છે તેના વતનીઓ સાથે દયાળુ રહીશ.”
24ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હું વચન આપું છું કે, તેં જે વ્યવહાર માંરી સાથે કર્યો છે એવો જ વ્યવહાર હું તારી સાથે પણ રાખીશ.” 25ત્યારે ઇબ્રાહિમે અબીમેલેખને ફરિયાદ કરી. કારણ કે અબીમેલેખના નોકરોએ એક કૂવો પડાવી લીધો હતો.
26અબીમેલેખે કહ્યું, “આના વિષે મેં પહેલી વાર સાંભળ્યું છે. મને ખબર નથી કે, આ કોણે કર્યુ છે અને તેં મને કહ્યું નથી, અને આજપર્યત માંરે કાને આવ્યું નથી.”
27એટલે ઈબ્રાહિમ અને અબીમેલેખે એક સંધિ કરી. ઇબ્રહિમે સંધિના પ્રમાંણના રૂપમાં અબીમેલેખને ઘેટાં-બકરાં અને બળદો આપ્યાં. 28ઇબ્રાહિમે પ્રાણીઓના ટોળામાંથી સાત ઘેટીઓ અલગ કરીને તેમને અબીમેલેખની સામે મૂકી.
29અબીમેલેખે ઇબ્રાહિમને પૂછયું, “તેં આ સાત ઘેટીઓ તેમને તેમ કેમ મૂકી છે? તેનો અર્થ શો?”
30ઇબ્રાહિમે કહ્યું, “જયારે તમે આ સાત ઘેટીઓ માંરી પાસેથી લેશો ત્યારે આ કૂવો મેં ખોદાવ્યો છે એનો એ પુરાવો થશે.”
31એટલા માંટે એ જગ્યાનું નામ બેર-શેબા પાડયું કારણ કે ત્યાં બંને જણે સમ ખાધા હતા.
32આ રીતે બેર-શેબામાં અબીમેલેખે ઇબ્રાહિમ સાથે સંધિ કરી. પછી અબીમેલેખ અને તેનો સેનાપતિ ફીકોલ પલિસ્તિઓના પ્રદેશમાં પાછા ગયા.
33ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ ઝાડ રોપ્યું અને ત્યાં ઇબ્રાહિમે યહોવા જે સનાતન દેવ છે તેની પ્રાર્થના કરી. 34અને ઇબ્રાહિમ પલિસ્તીઓની ભૂમિમાં ઘણો સમય રહ્યો.
Šiuo metu pasirinkta:
ઉત્પત્તિ 21: GERV
Paryškinti
Dalintis
Kopijuoti

Norite, kad paryškinimai būtų įrašyti visuose jūsų įrenginiuose? Prisijunkite arba registruokitės
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International