ઉત્પત્તિ 10
10
રાષ્ટ્રોનો વિકાસ અને પ્રસાર
1નૂહના પુત્રો શેમ, હામ અને યાફેથ હતા. જળપ્રલય પછી એ ત્રણે ઘણા પુત્રોના પિતા થયા. અહીં ત્રણેય ના પુત્રોની યાદી આપવામાં આવી છે.
યાફેથના વંશજો
2યાફેથના પુત્રો હતા: ગોમેર, માંગોગ, માંદાય, યાવાન, તુબાલ, મેશેખ અને તીરાસ.
3ગોમેરના પુત્રો હતા: આસ્કનાજ, રીફાથ અને તોગાર્માંહ.
4યાવાનના પુત્રો હતા: એલિશા, તાશીર્શ, કિત્તીમ, અને દોદાનીમ.
5ભૂમધ્ય-સમુદ્રની ચારે બાજુ અને તેના કાંઠા પ્રદેશમાં અને ટાપુઓમાં રહેનારા લોકો યાફેથના વંશજો જ હતા. પ્રત્યેક પુત્રને પોતાની ભૂમિ હતી. બધા પરિવારોનો વિકાસ થયો અને જુદા રાષ્ટ્રો બની ગયાં. પ્રત્યેક રાષ્ટને પોતાની ભાષા હતી.
હામના વંશજો
6હામના પુત્રો હતા: કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન.
7કૂશના પુત્રો હતા: સબા, હવીલાહ, સાબ્તાહ, રાઅમાંહ અને સાબ્તેકા.
રાઅમાંહના પુત્રો હતા: શબા અને દદાન.
8કૂશને નિમ્રોદ નામે એક પુત્ર હતો. નિમ્રોદ પૃથ્વી પર પહેલો મહાન યોદ્વો હતો. 9તે યહોવાની કૃપાથી એક મોટો શિકારી પણ હતો. અને તેથી જ લોકો કહે છે, “દેવ તમને નિમ્રોદ જેવા મોટા શિકારી બનાવો.”
10શિનઆરના દેશમાં આવેલા બાબિલ, એરેખ, આક્કાદ અને કાલ્નેહમાં નિમ્રોદના રાજયની શરૂઆત થઈ. 11નિમ્રોદ આશ્શૂરમાં પણ ગયો. ત્યાં તેણે નિનવેહ, રેહોબોથ-ઈર, કાલાહ અને 12રેસેન નગરો વસાવ્યાં. રેસેન એ નિનવેહ અને મહાનગરી કાલાહ વચ્ચે આવેલું છે.
13મિસરાઇમાંથી લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ, 14પાથરૂસીમ, કાસ્લુહીમ અને કાફતોરીમ ઊતરી આવેલા છે અને કાફતોરીમમાંથી પલિસ્તીઓ ઊતરી આવેલા છે.
15કનાનને બે પુત્ર થયા: સૌથી મોટો સિદોન અને બીજો હેથ, તેઓ એ નામે ઓળખાતી પ્રજાઓના પૂર્વજો હતા. 16કનાનના બીજા વંશજો: યબૂસીઓ, અમોરીઓ, ગિર્ગાશીઓ, 17હિવ્વીઓ, આરકીઓ, સીનીઓ, 18આરવાદીઓ, સમાંરીઓ અને હમાંથીઓ.
પછી કનાનીઓની જુદીજુદી જાતિઓ ફેલાવા લાગી. 19કનાનીઓની ભૂમિ ઉત્તરમાં સિદોનથી દક્ષિણમાં ગેરાર, પશ્ચિમમાં ગાઝાથી પૂર્વમાં સદોમ અને ગમોરાહ અને આદમાંહ અને સબોઇમથી લાશા સુધી વિસ્તરેલી હતી.
20આ બધા હતા હામના વંશજો. આ બધા પરિવારોની પોતપોતાની ભાષાઓ અને પોતપોતાના પ્રદેશો હતા. તે બધા જુદા જુદા રાષ્ટ્રો થઈ ગયા.
શેમના વંશજો
21યાફેથનો મોટો ભાઈ શેમ હતો. શેમનો એક વંશજ હેબેર હિબ્રૂ લોકોનો પિતા હતો.
22શેમના પુત્રો હતા: એલામ, આશુર, આર્પાકશાદ, લૂદ અને અરામ.
23અરામના પુત્રો હતા: ઉસ, હૂલ, ગેથેર અને માંશ.
24આર્પાકશાદને ત્યાં શેલાહ જન્મ્યો
અને શેલાહને ત્યાં હેબેર.
25હેબેરને બે પુત્રો હતા: એકનું નામ પેલેગ હતું, કારણ એના સમયમાં પૃથ્વીના લોકોમાં ભાગલા પડયા. એના ભાઈનું નામ યોકટાન હતું.
26યોકટાનના દીકરાઓ: આલ્મોદાદ, શેલેફ, હસાર્માંવેથ, યેરાહ હતા. 27હદોરામ, ઉઝાલ, દિકલાહ. 28ઓબાલ, અબીમાંએલ, શબા, 29ઓફીર, હવીલાહ, અને યોબાબ, એ નામે ઓળખાતી પ્રજાઓના પૂર્વજો હતા. 30તેમનો પ્રદેશ મેશાથી પૂર્વના પહાડી પ્રદેશમાં આવેલા સફાર સુધી વિસ્તરેલો હતો.
31આ થયા શેમના વંશજો, જેઓના પરિવાર ભાષા, પ્રદેશ અને રાષ્ટના એકમોમાં વ્યવસ્થિત હતા.
32એમના રાષ્ટ્રો પ્રમાંણે, નૂહમાંથી ઊતરી આવેલા આ લોકો છે. વિનાશક જળપ્રલય પછી પૃથ્વીની બધી પ્રજાઓ નૂહના વંશજોમાંથી ઊતરી આવેલી છે.
Šiuo metu pasirinkta:
ઉત્પત્તિ 10: GERV
Paryškinti
Dalintis
Kopijuoti

Norite, kad paryškinimai būtų įrašyti visuose jūsų įrenginiuose? Prisijunkite arba registruokitės
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International