1
યોહાન 13:34-35
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હું તમને નવી આજ્ઞા આપું છું કે, તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”
비교
યોહાન 13:34-35 살펴보기
2
યોહાન 13:14-15
માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે.
યોહાન 13:14-15 살펴보기
3
યોહાન 13:7
ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી. પણ હવે પછી તું સમજશે.”
યોહાન 13:7 살펴보기
4
યોહાન 13:16
હું તમને ખચીત ખચીત કહું છું કે, ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી, અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.
યોહાન 13:16 살펴보기
5
યોહાન 13:17
જો તમે એ વાતો જાણીને તેઓને પાળો, તો તમને ધન્ય છે.
યોહાન 13:17 살펴보기
6
યોહાન 13:4-5
[ઈસુ] જમણ પરથી ઊઠે છે, અને પોતાનો ઝભ્ભો ઉતારીને તેમણે રૂમાલ લીધો, અને તેને પોતાની કમરે બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યા.
યોહાન 13:4-5 살펴보기
홈
성경
묵상
동영상