માથ્થી 20

20
ખેતરના મજુરોનો દાખલો
1સ્વર્ગનું રાજ્ય આ દાખલા જેવું છે: એક જમીનદાર જે પોતાની દ્રાક્ષાવાડી હાટુ મજુરો રોકવા હવારમાં વહેલો સોકમાં ગયો. 2અને એણે મજૂરોની હારે રોજનો એક દીનાર એટલે એક દિવસની મજુરી નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં કામ કરવા તેઓને મોકલ્યા. 3વળી હવારે નવ વાગે બાર જયને સોક ઉપર બીજાઓને નવરા ઉભેલા જોયા. 4અને માલિકે કીધુ કે, “તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાવ, અને જે કાય દેવા લાયક હશે, ઈ મજુરી હું તમને આપય,” તઈ તેઓ પણ કામ કરવા ગયા. 5વળી બપોરે લગભગ બાર વાગે અને ત્રણ વાગ્યાની આજુબાજુ, એણે બારે જયને એમ જ કરયુ. 6લગભગ હાંજે પાંસ વાગે ઈ પાછો બાર જયને બીજાને નવરા ઉભેલા જોયા અને તઈ માલિકે તેઓને કીધુ કે, “આખો દિવસ તમે કેમ આયા નવરા ઉભા છો?” તેઓએ એને કીધુ કે, ઈ હાટુ કે, કોયે અમને મજૂરીએ બોલાવા નય. 7એણે તેઓને કીધુ કે, “તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જાવ, અને કામ કરો.”
8હાંજ પડી તઈ દ્રાક્ષાવાડીના માલીકે પોતાના કામની જવાબદારી રાખવાવાળાને કીધુ કે, “મજુરોને બોલાવીને જે બધાયથી છેલ્લે કામ કરવા હાટુ આવ્યા હતા, તેઓથી લયને પેલા હુધી તેઓની મજુરી તેઓને આપી દેય.” 9જેઓને એણે લગભગ પાંસ વાગે હાંજે કામ ઉપર રાખ્યા હતા, તેઓ જઈ આવે તઈ તેઓને એક-એક દીનાર એટલે આખા દિવસની મજુરી આપવામાં આવે. 10પછી જે મજુરો હવારે આવ્યા, તેઓ એવું ધારતા હતા કે, તેઓને વધારે મળશે; પણ તેઓને પણ એક દીનાર એટલે એક દિવસની મજુરી મળી. 11તઈ તે લયને તેઓએ માલિકની વિરુધ ફરિયાદ કરી, 12અને કીધુ કે, “આ પાછળના લોકોએ ખાલી એક જ કલાક કામ કરયુ છે, અને ઈ તેઓને પણ અમારી જેટલી મજુરી આપી, અને અમે આખો દિવસ તડકામાં કામ કરયુ!” 13પણ માલીકે તેઓમાંથી એકને જવાબ દીધો કે, મિત્ર, હું તને કાય અન્યાય નથી કરતો, શું તે મારી હારે એક દીનાર એટલે એક દિવસની મજુરીનું નક્કી નોતું કરયુ? 14તારૂ જે છે ઈ લયને વયો જા; જેટલું એને એટલું આ છેલ્લે આવેલાઓને પણ આપવાની મારી મરજી છે. 15જે મારૂ છે, ઈ શું મને મારી મરજી પરમાણે વાપરવાનો અધિકાર નથી? કેમ કે, હું બીજાઓને હાટુ દયાળુ શું ઈ હાટુ તારે ઈર્ષા નો કરવી જોયી. 16ઈ રીતે જે છેલ્લા છે તેઓ પેલા થાહે, અને જેઓ પેલા છે તેઓ છેલ્લા થાહે.
ઈસુએ પોતાના મોતની કરેલી આગમવાણી
(માર્ક 10:32-34; લૂક 18:31-34)
17ઈસુ યરુશાલેમ શહેરમાં જાતા મારગમાં બાર ચેલાઓને એક બાજુ લય ગયો અને તેઓને ખાનગીમાં કેવા લાગ્યો કે, 18“જુઓ, આપડે યરુશાલેમ શહેરમાં જાયી છયી અને હું, માણસનો દીકરો મુખ્ય યાજકોના અને યહુદી નિયમના શિક્ષકોના હાથમાં પકડાવી દેવામાં આયશે અને તેઓ મને મોતની લાયક ઠરાયશે. 19અને બિનયહુદીઓના હાથમાં હોપશે. તેઓ મારી ઠેકડી ઉડાડશે અને મારી માથે થુંકશે, અને મને કોરડા મારીને વધસ્થંભે સડાયશે, અને મને મારી નાખશે, અને હું ત્રીજે દિવસે મોતમાંથી પાછો જીવતો ઉઠય.”
એક માંની માંગણી
(માર્ક 10:35-45)
20તઈ ઝબદીના દીકરાની માંએ પોતાના દીકરાઓની હારે ઈસુની પાહે આવી અને પગે લાગીને, એની પાહે કાક માંગવા લાગી. 21ઈસુએ એને કીધુ કે, “તું શું માગે છે?” ઈ એને કેય છે કે, “આ મારા બે દીકરા તારા રાજ્યમાં એક જમણી બાજુ, અને બીજો ડાબી બાજુ બેહે.” 22ઈસુએ તેઓને કીધુ કે, “તમે નથી જાણતા કે, શું માગો છો? શું તમે સતાવણી સહન કરવા હાટુ તૈયાર છો કેમ કે, હું જલ્દી જ સતાવવામાં આવય? શું તમે મરવા હાટુ તૈયાર છો? કેમ કે મને જલ્દી જ મારી નાખવામાં આયશે” 23ઈસુએ તેઓને કીધુ કે, “તમે મારા હાટુ દુખ સહન કરશો ખરા, પણ મારી જમણી અને ડાબી બાજુ બેહવા દેવું ઈ મારૂ કામ નથી, પણ જેઓને મારા બાપે ગમાડયા છે, તેઓને હારૂ ઈ તૈયાર કરેલું છે.”
24આ હાંભળીને બાકીના દસ ચેલાઓ યાકુબ અને યોહાન ઉપર ખીજાવા લાગ્યા. 25પણ ઈસુએ તેઓને પાહે બોલાવીને કીધુ કે, “તમે જાણો છો કે, જે લોકો આ જગતમાં રાજ કરનારા છે, તેઓ પોતાના અધિકારનો ઉપયોગ પોતાના નીસેના લોકોની ઉપર અધિકાર હલાવવા હાટુ કરે છે. તેઓના આગેવાન લોકો તેઓની વાતો મનાવવા હાટુ તેઓના અધિકારનો ઉપયોગ કરે છે. 26પણ તમારામાં એવું નય થાય, પણ જે કોય તમારામાં મોટો થાવા માગે છે, ઈ બધાયનો ચાકર બને, 27અને જે તમારામા મહાન થાવા માગે છે, ઈ બધાયનો ચાકર થાય; 28જેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો છું.”
ઈસુ દ્વારા બે આંધળાઓને જોતા કરવા
(માર્ક 10:46-52; લૂક 18:35-43)
29તેઓ યરીખો નગરમાંથી નીકળતા હતા, તઈ લોકોનું મોટુ ટોળૂ એની વાહે હાલતું હતું . 30જોવ બે આંધળા મારગની કોરે બેઠા હતા, અને ઈસુ પાહેથી થયને જાય છે, ઈ હાંભળીને તેઓએ રાડો પાડી કે, “ઓ રાજા દાઉદના કુળના દીકરા અમારી ઉપર દયા કર.” 31લોકો એને ખીજાણા કે, સુપ રે ભાઈ પણ એની હાટુ રાડ પાડી કે, “ઓ પરભુ, દાઉદ રાજાના કુળના દીકરા મારી ઉપર દયા કર.” 32તઈ ઈસુ ઉભો રય ગયો અને તેઓને બોલાવીને કીધુ કે, “તારી શું મરજી છે? હું તારી હાટુ શું કરું?” 33એણે ઈસુને જવાબ દીધો કે, “હે પરભુ, હું ફરીથી જોતો થાવ.” 34તઈ ઈસુને દયા આવી અને ઈ તેઓની આંખુને અડયો, અને તરત તેઓ જોતા થયાં; અને એની હારે ગયા.

ಪ್ರಸ್ತುತ ಆಯ್ಕೆ ಮಾಡಲಾಗಿದೆ:

માથ્થી 20: KXPNT

Highlight

ಶೇರ್

ಕಾಪಿ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in