માથ્થી 13
13
ઈસુ દ્વારા બી વાવનારનો દાખલો
(માર્ક 4:1-9; લૂક 8:4-8)
1ઈ જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળો અને દરિયાના કાઠે જયને સંદેશો દેવાનું સાલું કરયુ. 2અને એની સ્યારેય બાજુ ઘણાય લોકો ભેગા થયા, એટલે ઈ દરિયામાં હોડી ઉપર સડી ગયો, અને બધાય લોકો કાઠે ઉભા રયા. 3દાખલાઓમાંથી એણે ઈ લોકોને ઘણોય પરચાર કરયો, “જુઓ, એક ખેડુત એના ખેતરમાં બી વાવવા બારે નીકળો. 4અને ઈ વાવતો હતો, તઈ કેટલાક બી મારગની કોરે પડયા, એટલે પંખીડા આવીને ઈ ખાય ગયા. 5કેટલાક બીજા બી પાણાવાળી જમીનમાં પડયા, ન્યા ધૂડ ઓછી હતી એટલે બી તરત જ ઉગી ગયા, કેમ કે ન્યા અંદર હુધી ધૂડ નોતી. 6પણ બપોરે સુરજ તપો અને તડકો થયો તો તરત જ ઈ કરમાય ગયા, અને મુળયા ઊંડા નોતા એટલે ઈ છોડવાઓ હુકાઈ ગયા. 7કેટલાક બી કાંટાના જાળામાં પડયા, અને કાંટાની જાળાઓએ વધીને ઈ છોડવાને દબાવી દીધા. 8પણ બીજા બી હારી જમીન ઉપર પડયા અને તેઓએ ફળ આપ્યા, કેટલાક હો ગણા તો કેટલાક હાઠ ગણા અને કેટલાક ત્રીહ ગણા. 9જે મારી વાતો હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.”
દાખલાઓનો હેતુ
(માર્ક 4:10-12; લૂક 8:9-10)
10પછી ઈસુના ચેલાઓએ પાહે આવીને એને પુછયું કે, “તું તેઓની હારે દાખલામાં શું કામ બોલે છે?” 11એણે કીધુ કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ તેઓને આપેલી નથી. 12કેમ કે, જેની અંદર જે હું શિખવાડું છું એને હંમજવાની ઈચ્છા છે, એને પરમેશ્વર હજી વધારે હંમજણ આપશે. પણ હું શું શિખવાડું છું? એને જે કોય પણ હંમજવાની ઈચ્છા નથી રાખતો, તો એની પાહે જે હંમજણ છે, ઈ પણ પરમેશ્વર એની પાહેથી લય લેહે. 13ઈ હાટુ હું તેઓની હારે દાખલામાં બોલું છું, કેમ કે, તેઓ જોવે છે પણ જાણતા નથી, અને હાંભળે છે, પણ તેઓ હમજતા નથી. 14અને યશાયાની આગમવાણી તેઓના વિષે પુરી થય: જે કેય છે કે, તમે હાંભળતા હાંભળશો, પણ હમજશો નય; ને જોતા જોહો, પણ તમને હુજશે નય. 15કેમ કે, ઈ લોકોના મન જડ થય ગયા છે,
અને તેઓના કાન બેરા થય ગયા છે, અને તેઓએ પોતાની આંખુ મિશી લીધી છે,
ક્યાક એવુ ના થાય કે, તેઓ આંખુથી જોવે,
અને કાનોથી હાંભળે અને મનથી હમજે,
અને પસ્તાવો કરે તો હું તેઓને હાજા કરૂ.
16“પણ તમારી આખું આશીર્વાદિત છે કેમ કે, ઈ જોવે છે, અને તમારા કાન આશીર્વાદિત છે, કેમ કે, ઈ હાંભળે છે.
ઈસુ દ્વારા દાખલાનો અરથ હમજાવવો
(માર્ક 4:13-20; લૂક 8:11-15)
17કેમ કે હું તમને હાસુ કવ છું કે, તમે જે જોવો છો ઈ ઘણાય આગમભાખીયાઓ અને ન્યાયીઓ જોવા માગતા હતાં, પણ ઈ જોયું નય; અને તમે જે હાંભળો છો, ઈ તેઓ હાંભળવા માંગતા હતાં, પણ હાંભળ્યું નય. 18હવે બી વાવનારનો દાખલો હાંભળો. 19જઈ પરમેશ્વરનું વચન કોય હાંભળે છે, અને નથી હમજતો તઈ શેતાન આવીને એના મનમાં જે વાવેલું છે, ઈ હોતન ભુલાવી દેય છે. મારગની કોરે જે બી વાવેલું છે ઈ જ ઈ છે. 20જે પાણાવાળી જમીનમાં વવાયેલું બી ઈ જ છે કે, જેઓ વચન હાંભળીને તરત જ હરખથી માની લેય છે. 21પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ રેય છે, અને જઈ વચનને લીધે આફત કા સતાવણી આવે છે તઈ ઈ તરત ઠોકર ખાય છે. 22જે કાંટાવાળી જાળાઓમાં જે બી પડયું ઈ જ ઈ છે કે, જે વચન હાંભળે છે પણ આ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા વચનને દબાવી દેય છે, આવી વાતોને લીધે માણસ પરમેશ્વરનાં વચનને ભુલી જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે. 23હારી જમીન ઉપર જે બી વાવેલું આ ઈ જ છે કે, જે વચન હાંભળે છે અને હમજે છે ને એની નીસે ફળ લાગે છે, એટલે વાવેલામાંથી કોયને ત્રીહ ગણા, અને હાઠ ગણા, અને હો ગણા ફળ આપે છે.”
લુણીના છોડવાનો દાખલો
24ઈસુએ તેઓની આગળ એક બીજો દાખલો આપ્યો કે, સ્વર્ગનું રાજ્ય એવુ છે કે, જેણે પોતાના ખેતરમાં હારા બી વાવ્યા. 25પણ ખેડુત હુતા હતા, તઈ એનો વેરી આવીને ખેતરમાં ઘઉંમાં લુણીના દાણા વાવીને વયો ગયો. 26પણ જઈ છોડવા ઉગયા અને એની ડાળીઓ આવી, તઈ લુણી ખડના દાણા પણ દેખાણા. 27તઈ ઈ ઘરધણીના ચાકર પાહે આવીને એણે કીધુ કે, “હે માલીક, ઈ શું તારા ખેતરમાં હારુ બી વાવ્યુ નોતું? તો એમા કડવા છોડવા ક્યાંથી આવ્યા?” 28જઈ એણે તેઓને કીધુ કે, “આ કોક વેરીઓનું કામ લાગે છે.” તઈ ચાકરોએ એને પુછયું કે, “શું તારી મરજી છે કે, અમે જયને લુણી ભેગી કરી લયે?” 29પણ એણે જવાબ આપ્યો કે, “ના, આવું નો કરો, એવુ નથી કે, તમે લુણી દાણા ભેગા કરતાં ઘઉંને પણ એની હારે કાઢી નાખો. 30કાપણીની મોસમ થાય ન્યા હુંધી બેયને હારે ઉજરવા દયો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કેય કે; તમે પેલા લુણી દાણા ભેગા કરો, અને બાળવા હાટુ એના ભારા બનાવો અને ઘઉં મારી વખારમાં ભરો.”
રાયના બીનો દાખલો
(માર્ક 4:30-32; લૂક 13:18-19)
31વળી ઈસુએ તેઓને બીજો દાખલો આપ્યો કે, “સ્વર્ગનું રાજ્ય રાયના બી જેવું છે. કોય માણસ જયને પોતાના ખેતરમાં એને વાવ્યું છે. 32બધાય બી કરતાં ઈ નાનું હતું, પણ પછી બધાય છોડવા કરતાય ઈ મોટુ ઝાડ થયુ એને એવ્યું મોટી ડાળ્યું આવ્યું કે, આભના પંખીઓએ એની ડાળ્યું ઉપર માળો બાંધ્યો.”
ખમીરનો દાખલો
(લૂક 13:20-21)
33એને તેઓને બીજો દાખલો કીધો કે, “આભનું રાજ્ય ખમીર જેવું છે કે, જયને એક બાયે થોડુક ખમીર લયને ત્રણ પાલી લોટમાં મેળવી દીધુ ઈ હાટુ કે, બધો લોટ ખમીરવાળો થય ગયો.”
દાખલાનો ઉપયોગ
(માર્ક 4:33-34)
34ઈસુ લોકોને પરમેશ્વરનું વચન હંભળાવતો હતો ઈ હાટુ સદાય એણે દાખલાઓનો ઉપયોગ કરયો, અને દાખલા વગર ઈસુએ કાય કીધુ નય. 35ઈ હાટુ આગમભાખયાઓએ જે કીધુ ઈ પુરૂ થાય, હું મારૂ મોઢું ઉઘાડીને દાખલો કહીશ ને જગતનો પાયો નાખ્યો ઈ વખતથી જે છાના રહીયા છે, ઈ હું પરગટ કરય.
ઈસુ દ્વારા કડવા બીના દાખલા વિષે હમજાવવું
36તઈ પછી લોકોને મુકીને ઈસુ ઘરમાં ગયો, એના ચેલાઓએ એની પાહે આવીને કીધુ કે, “ખેતરમાં લુણી બીના દાખલાનો અરથ અમને હંમજાવી દયો.” 37તઈ ઈસુએ જવાબ આપતાં તેઓને કીધુ કે, “હારૂ બી જે વાવે છે ઈ માણસનો દીકરો છે. 38ખેતર જગતના લોકો છે, હારા બી પરમેશ્વરનાં રાજ્યના લોકો છે, પણ લુણીના બી શેતાનના લોકો છે. 39જેણે વાવ્યાં ઈ દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદુતો છે. 40ઈ હાટુ જેમ; લુણીના બી એકઠા કરાય અને બાળી નખાય છે, એવી રીતે જગતના અંતમાં પણ થાહે. 41હું માણસનો દીકરો, પોતાના સ્વર્ગદુતોને મોકલીશ, અને અન્યાયના બધાય કારણો અને પાપ કરનારાઓને એના રાજ્યમાંથી હટાવી દેહે. 42અને સ્વર્ગદુતો તેઓને આગની ભઠ્ઠીમા નાખી દેહે, ન્યા રોવું અને દાંતની સક્કીયુ સડાવવાનું થાહે. 43તઈ ન્યાયીઓ પોતાના બાપના રાજ્યમાં સુરજની જેમ અજવાળુ ફેલાયશે. જે મારી વાતો હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.”
હતાડેલો ખજાનો
44સ્વર્ગનું રાજ્ય ખેતરમાં છુપાવેલા ખજાના જેવું છે કે, જે એક માણસને જડયુ પણ એણે હંતાડેલું રાખ્યુ, ને એના હરખના લીધે જયને પોતાનુ બધુય વેસીને એણે ખેતર વેસાતું લીધું. 45વળી સ્વર્ગનું રાજ્ય હારા મોતીઓ ગોતનારા કોય એક વેપારી જેવું છે. 46એને એક અતી કિંમત મોતી ની શોધ લાગી તઈ પછી જાય એણે પોતાનું બધુય વેસી નાખીને એણે મોતી વેસાતું લીધું.
માછલીની જાળનો દાખલો
47ફરી સ્વર્ગનું રાજ્ય માછલા પકડવાની મોટી જાળ જેવું છે કે, જયને લોકો દરિયામાં જાળ નાખીને હરેક જાતની માછલીઓ એમા પકડાણી. 48જઈ ઈ જાળ બોવ ભરાય ગય, તઈ માછીમારો એને કિનારે ખેસીને લીયાવ્યા, અને બેહીને હારી માછલીઓને એણે ઠામડામાં ભેગ્યું કરયુ પણ ખરાબ માછલીઓને બારે ફેકી દીધી. 49એમ જ જગતના અંતમાં પણ થાહે; સ્વર્ગદુતો આવીને ન્યાયી લોકોમાંથી અન્યાયી લોકોને જુદા પાડશે. 50અને સ્વર્ગદુતો તેઓને આગની ભઠ્ઠીમા નાખી દેહે, ન્યા રોવું અને દાંતની સક્કીયુ સડાવવાનું થાહે.
51“શું તમે ઈ બધીય વાતો હંમજ્યાં?” ચેલાઓએ ઈસુને કીધુ કે, “હા.” 52ફરી ઈસુએ તેઓને કીધુ કે, “ઈ હાટુ દરેક યહુદી નિયમના શિક્ષકો જેઓ સ્વર્ગના રાજ્યનો ચેલો બન્યો છે, ઈ એક ઘરનો માલીક કે, જે પોતાના ભંડારમાંથી નવી અને જુની વસ્તુઓ કાઢે છે એની જેવો છે.”
નાઝરેથમાં ઈસુનો નકાર
(માર્ક 6:1-6; લૂક 4:16-30)
53જઈ એમ થયુ કે, ઈસુએ બધા દાખલાઓ કેવાનું બંધ કરયુ, તઈ ઈ ન્યાથી વયો ગયો. 54અને પોતાના દેશમાં આવીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં તેઓને એવુ શિક્ષણ આપવા લાગ્યો; કે તેઓ સોકી ગયા અને બોલ્યા કે, “આ માણસની પાહે આવું જ્ઞાન અને આવા સમત્કારી કામ કરવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું છે? 55શું ઈ સુથારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી? શું યાકુબ અને સિમોન અને યહુદાએના ભાઈઓ નથી? તો આ માણસની પાહે આવું ક્યાંથી? 56અને એની ઘણી બધી બેનો આપણી વસે નથી? તો પછી આ બધુય એની પાહે ક્યાંથી મળ્યું?” 57તેઓએ એની લીધે ઠોકર ખાધી, પણ ઈસુએ તેઓને કીધુ કે, “આગમભાખીયા પોતાના દેશમાં અને પોતાના ઘર સિવાય બીજે ક્યાક માન વગરનો નથી.” 58અને તેઓના અવિશ્વાસને કારણે ઈસુએ ન્યા થોડાક સમત્કારી કામ કરયા.
ಪ್ರಸ್ತುತ ಆಯ್ಕೆ ಮಾಡಲಾಗಿದೆ:
માથ્થી 13: KXPNT
Highlight
ಶೇರ್
ಕಾಪಿ
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.