મત્તિ 24

24
મંદિર ના નાશ ની ભવિષ્યવાણી
(મર. 13:1-2; લુક. 21:5-6)
1ઝર ઇસુ મંદિર મહો નકળેંનેં જાએં રિયો હેંતો, તે ઇસુ ના સેંલા હેંનેં મંદિર ની બણાવટ વતાડવા હારુ હેંનેં કન આયા. 2ઇસુવેં હેંનનેં કેંદું, “તમું ઇયુ બદ્દું ભાળેં રિયા હે નેં, હૂં તમનેં હાસું કું હે, વેરી એક યે ભાઠા નેં હાં રેંવા નેં દે. વેયા બદ્દા પાડ દેંવા મ આવહે.”
મુસિબત અનેં તખલી
(મર. 13:3-13; લુક. 21:1-19)
3ઝર ઇસુ જેતૂન ડુંગરા ઇપેર બેંઠો હેંતો, તે સેંલંવેં એંખલા મ હેંનેં કન આવેંનેં કેંદું, “હમનેં વતાડ કે ઇયે વાતેં ઝી તેં કીદી હે, કેંરં થાહે? તારી આવવા ની અનેં દુન્ય ના અંત ની હું નિશાની વેંહે?” 4ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “સેતેંન રો! કુઇ તમનેં નેં ભરમાવેં સકે,” 5કેંમકે ઘણં બદ્દ એંવં વેંહે ઝી મારા નામ થી આવેંનેં કેંહે, “હૂં મસીહ હે, એંમ કેં નેં ઘણં નેં ભરમાવહે. 6ઝર તમું લડાઈ અનેં લડાજ્યી ની સરસા હામળહો, તે નેં ઘબરાતં વેહ, કેંમકે હેંનું થાવું જરુરી હે, હેંનં દાડં મ અંત નેં આવે. 7કેંમકે એક જાતિ બીજી જાતિ ઇપેર હુંમલો કરહે, અનેં એક દેશ બીજા દેશ ના વિરુધ મ લડાઈ કરહે, અનેં જગ્યા-જગ્યા મ કાળ પડહે, અનેં ભુકમં થાહે. 8ઇયે બદ્દી વાતેં પીડા ની સરુવાત વેંહે. 9તર વેય વિતાડવા હારુ તમનેં હવાડહે, અનેં તમનેં માર દડહે, અનેં તમું મારા સેંલા હે, એંતરે હારુ બદ્દી જાતિ ન મનખં તમં ઇપેર વેર કરહે. 10તર ઘણં બદ્દ મનખં મારી ઇપેર વિશ્વાસ કરવો સુંડ દેંહે, અનેં એક બીજા નેં મરાવ દડવા હારુ હવાડહે, અનેં એક બીજા હાતેં વેર રાખહે. 11ઘણા બદા ઝૂઠા ભવિષ્યવક્તા આવહે, અનેં ઘણં મનખં નેં ભરમાવહે. 12અનેં અધર્મ વદવા થી, વેય એક-બીજા નેં પ્રેમ કરવો સુંડ દેંહે. 13પુંણ ઝી મરવા તક મારી ઇપેર પુંતાનો વિશ્વાસ બણાવેં રાખહે, વેયુસ બસેં સકહે. 14અનેં પરમેશ્વર ના રાજ ના બારા મ તાજો હમિસાર આખી દુન્ય મ પરસાર કરવા મ આવહે, કે બદ્દી જાતિ ન મનખં ઇપેર ગવાહી થાએ કે બદ્દ મનખંવેં પરમેશ્વર નું વસન હામળ્યુ હે, તર અંત આવેં જાહે.”
મુટી મુસિબત ની સરુવાત
(મર. 13:14-23; લુક. 21:20-24)
15એંતરે હારુ ઝર તમું હીની નાશ કરવા વાળી ખરાબ વસ્તુ ઝેંના બારા મ દાનિય્યેલ ભવિષ્યવક્તાવેં કેંદું હેંતું, યરુશલેમ ના મંદિર મ ઇબીલી ભાળો, 16તર ઝી મનખં યહૂદિયા પરદેશ મ વેંહે, વેય પુંતાનો જીવ બસાવા હારુ ડુંગોર મ નાહેં જાએ. 17હેંનં દાડં મ ઝી મનખં ઘેર ના ઢાભા ઇપેર વેંહે, વેય ઘેર મહું કઇ સામન લેંવા હારુ નિસં નેં ઉતરે અનેં નેં ઘેર મ જાએ. 18અનેં ઝી મનખ ખેંતર મ વેહ, વેયુ પુંતાનં સિસરં લેંવા હારુ પાસું ઘેર નેં જાએ.
19હેંનં દાડં મ બે જીવી બજ્યેરં હારુ અનેં ઝી નાનં સુંરં નેં ધવાડત્યી વેંહે હીન્યી હારુ ઘણો કાઠો ટાએંમ વેંહે. કેંમકે હીન્યી હારુ નાહવું ઘણું કાઠું વેંહે. 20પ્રાર્થના કરતં રો કે તમનેં હિયાળા મ કે આરમ ને દાડે નાહવું નેં પડે. 21કેંમકે હેંનં દાડં મ એંવું ભારી દુઃખ વેંહે, ઝેંવું દુન્ય બણાવા ની સરુવાત થી હઝુ તક નહેં થાયુ અનેં નેં કેંરં થાહે. 22અગર વેયા દાડા કમ કરવા મ નેં આવતા તે કુઇ જીવ હુંદો નેં બસતો, પુંણ પસંદ કરેંલં ને લેંદે, વેયા દાડા કમ કરવા મ આવહે. 23હેંનં દાડં મ અગર તમનેં કુઇ કે, “ભાળો, મસીહ આં હે! કે પેંલ તાં હે! તે વિશ્વાસ નેં કરતા વેહ.”
24કેંમકે ઝૂઠા મસીહ અનેં ઝૂઠા ભવિષ્યવક્તા આવહે, અનેં નિશાન્યી અનેં સમત્કાર ન કામં વતાડહે, કે કદાસ થાએં સકે તે ઝેંનનેં પરમેશ્વરેં પસંદ કરેં રાખ્ય હે હેંનનેં હુંદં ભરમાવ દે. 25ભાળો, મેંહ પેલ થકીસ તમનેં ઇયુ બદ્દું કેં દેંદું હે. 26એંતરે હારુ અગર વેય તમનેં કે, “ભાળો વેયો ઉજોડ જગ્યા મ હે, તે હેંનની વાત હામળેંનેં બારતં નેં નકળેં જાતં વેહ,” કે “ભાળો, વેયો ઘેર ના ગાળા મ હે,” તે હેંનં ઇપેર વિશ્વાસ નેં કરતં વેહ.
27કેંમકે ઝેંમ વિજળાઈ ઉગમણી થી લેંનેં બુડમણી તક ભભળે હે, વેમેંસ મારું માણસ ના બેંટા નું હુંદું આવવા નું થાહે. 28ઝાં લાશ વેંહે, તાંસ ગરદ ભેંગા થાહે.
માણસ ના બેંટા ઇસુ નું પાસું આવવું
(મર. 13:24-27; લુક. 21:25-28)
29“હેંનં દાડં ના દુઃખ પસી તરત સૂર્યો ઈંદારું થાએં જાહે, અનેં સાન નું ઇજવાળું જાતું રેંહે, અનેં તારા આકાશ થી ગરેં પડહે, અનેં આકાશ ની તાકતેં હલાવા મ આવહે. 30તર માણસ ના બેંટા ની નિશાની આકાશ મ ભળાહે, અનેં ધરતી ન બદ્દી જાતિ ન મનખં ઘણા દુઃખ થી સાતી કુટહે, અનેં મનેં માણસ ના બેંટા નેં મુટી સામ્રત અનેં મહિમા નેં હાતેં આકાશ ન વાદળં ઇપેર આવતં ભાળહે.” 31વેયો હણાઈ ની મુટી અવાજ હાતેં પુંતાનં હરગદૂતં નેં આખી દુન્ય મ પુંતાનં પસંદ કરેંલં મનખં નેં ભેંગં કરવા હારુ મુંકલહે.
અંજીર ના ઝાડ નો દાખલો
(મર. 13:28-31; લુક. 21:29-33)
32“અંજીર ના ઝાડ થકી ઇયે હિકામુંણ લો, ઝર ઇની ડાળજ્યી કુંણાએં જાએ, અનેં પાંદડં નકળવા લાગે હે, તે તમું જાણેં લો હે કે ઉંનાળો ટીકે હે.” 33ઇવી રિતી ઝર તમું ઇની વાતં નેં થાતં ભાળો, તે તમું જાણેં લો કે દુન્ય નો નાશ થાવા નો ટાએંમ ટીકે આવેંજ્યો હે, હાવુ સિટી નહેં. 34હૂં તમનેં હાસું કું હે કે ઝાં તક વેયે બદ્દી વાતેં પૂરી નેં થાએં જાએ તાં તક ઇની પીઢી ન મનખં નેં મરે. 35આકાશ અનેં ધરતી ટળેં જાહે, પુંણ મારી વાતેં કેંરં યે નેં ટળે.
જાગતં રો
(મર. 13:32-37; લુક. 17:26-30,34-36)
36ઇયે વાતેં કઇને દાડે કે કઇની વખત થાહે કુઇ નહેં જાણતું. હરગદૂત હુંદા નહેં જાણતા આં તક કે હૂં પુંતે હુંદો નહેં જાણતો. ખાલી બા એંખલોસ જાણે હે. 37ઝેંવું નૂહા ન દાડં મ થાયુ હેંતું, વેમેંસ મનેં માણસ ના બેંટા ના આવવા ના ટાએંમ મ હુંદું થાહે. 38કેંમકે ઝર તક નૂહો જહાંજ મ નેં ભરાયો હેંતો તર તક મનખં ખાવા-પીવા અનેં બાકળા-વિવા કરવા મ બુંડીલં હેંતં. 39અનેં ઝર તક જલાપાલું થાએંનેં હેંનં બદ્દ મનખં નેં તાણેં નેં લેં જ્યુ, તર તક હેંનનેં કઇસ હુદી ખબર નેં પડી. વેમેંસ હૂં માણસ નો બેંટો હુંદો આવેં. 40હેંના ટાએંમેં બે જણં ખેંતર મ કામ કરતં વેંહે, હેંનં મહું એક લેં લેંવાહે અનેં બીજુ રેં જાહે. 41બે બજ્યેરેં ઘટી ઇપેર દળત્યી વેંહે, હિન્ય મહી એક લેં લેંવાહે અનેં બીજી રેં જાહે. 42એંતરે હારુ પ્રાર્થના મ જાગતં રો, કેંમકે તમું નહેં જાણતં કે તમારો પ્રભુ કેંરં આવહે. 43પુંણ ઇયુ જાણ લો કે અગર ઘેર નો માલિક જાણતો વેહ, કે સુંર રાતેં કઇને ટાએંમેં આવહે, તે વેયો જાગતો રેંહે, અનેં પુંતાના ઘેર મ સુરી થાવા નેં દે. 44એંતરે હારુ તમું હુંદં આત્મા મ જાગતં રો, કેંમકે ઝેંના ટાએંમ ના બારા મ તમું વિસારતં હુંદં નેં વેહ, હેંનેસ ટાએંમેં હૂં માણસ નો બેંટો આવેં જએં.
ઈમાનદાર અનેં બઈમાન નોકર
(લુક. 12:41-48)
45“હાં નેં વેયો વિશ્વાસ લાએંક અનેં હમજદાર નોકર કુંણ વેંહે,” વેયોસ વેંહે ઝેંના માલિકેં પરવાસ મ જાવા ને ટાએંમેં પુંતાનં નોકર-સાકર ઇપેર હેંનેં મુખિયો બણાયો કે ટાએંમ ઇપેર હેંનનેં ખાવાનું આલે? 46ધન્ય હે વેયો નોકર, ઝેંનેં હેંનો માલિક પાસો આવેંનેં હેંમેંસ કરતં ભાળે. 47હૂં તમનેં હાસું કું હે, વેયો હેંનેં પુંતાની બદ્દી મિલકત ઇપેર અધિકારી બણાવહે. 48પુંણ અગર વેયો ભુંડો નોકર પુંતાના મન મ વિસારવા લાગે કે મારા માલિક નેં આવવા ની હઝુ વાર હે, 49અનેં પુંતાનં હાત વાળં નોકરં નેં મારવા મંડે, અનેં દારુડજ્ય નેં હાતેં ખાએ પીયે. 50તે હેંના નોકર નો માલિક એંવે દાડે આવહે, ઝર વેયો જાણતો હુંદો નેં વેહ, અનેં હીની વાટ હુદી નેં જુંવતો વેહ. 51તર વેયો હેંનેં ભારી સજ્યા આલહે અનેં હેંનેં ઇવી જગ્યા મ ફેંકેં દેંહે ઝી ઢોંગ કરવા વાળં હારુ બણાવા મ આવી: વેંહાં વેયો હમેશા ગાંગરતો અનેં દાત કકડાવતો રેંહે.

ಪ್ರಸ್ತುತ ಆಯ್ಕೆ ಮಾಡಲಾಗಿದೆ:

મત્તિ 24: GASNT

Highlight

ಶೇರ್

ಕಾಪಿ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in