મત્તિ 12

12
આરમ ના વાર નો હુંદો ઇસુ પ્રભુ હે
(મર. 2:23-28; લુક. 6:1-5)
1હેંનં દાડં મ આરમ ને દાડે ઇસુ અનેં હેંના સેંલા ગુંવં ના ખેંતર મ થાએંનેં જાએં રિયા હેંતા, અનેં હેંનં સેંલંનેં ભુખ લાગી તે ઉમન્યી તુંડેં-તુંડેંનેં મહેંડેંનેં ખાવા મંડ્યા. 2ફરિસી ટુંળા ન મનખંવેં ઇયુ ભાળેંનેં ઇસુ નેં કેંદું, “ભાળ તારા સેંલા ઝી કામ આરમ ને દાડે કરે હે ઇયુ આપડા નિયમ ના વિરુધ મ હે.” 3ઇસુવેં હેંનનેં કેંદું, “હું તમવેં નહેં વાસ્યુ, કે દાઉદ રાજાવેં, ઝર વેયો અનેં હેંના દોસદાર ભુખા થાયા તે હું કર્યુ? 4વેયો કેંકેંમ પરમેશ્વર ના મંડપ મ જ્યો, અનેં વેયે રુટજ્યી ખાદી ઝી પરમેશ્વર હારુ સડાવેંલી હીતી, આપડા નિયમ ને પરમણે ખાલી યાજકંનેંસ વેયે રુટી ખાવા ની પરવંગી હે.” 5હું તમવેં મૂસા ના નિયમ મ ઇયુ નહેં વાસ્યુ, કે યાજક આરમ ને દાડે મંદિર મ આરમ ના દાડા નું નિયમ નેં માનવા થી હુંદા ગુંનેગાર નહેં ગણાતા? 6પુંણ હૂં તમનેં કું હે, કે આં વેયો હે ઝી મંદિર કરતં હુંદો મુંટો હે. 7તમું જાણો હે કે પવિત્ર શાસ્ત્ર મ ઇની વાત નો હું અરથ હે, મારી હારુ ભુંગ કરવા કરતં, હૂં સાહું હે કે તમું બીજં મનખં ઇપેર દયા કરો. અગર તમું જાણતં કે એંનો હું અરથ હે, તે તમું મારં એંનં ગુંના વગર ન સેંલં ની નિંદા નેં કરતં. 8હૂં માણસ નો બેંટો તે આરમ ના દાડા નો હુંદો પ્રભુ હે.
હાથેં લખુવો થાએંલા માણસ નેં હાજો કરવો
(મર. 3:1-6; લુક. 6:6-11)
9વેંહાં થી સાલેંનેં ઇસુ હેંનના ગિરજા મ આયો. 10વેંહાં એક માણસ હેંતો, ઝેંનેં હાથેં લખુવો થાએંલો હેંતો. ફરિસી ટુંળા ન મનખંવેં ઇસુ ઇપેર દોષ લગાડવા હારુ ઇસુ નેં પૂસ્યુ, “હું આરમ ને દાડે હેંનેં હાજો કરવો ઠીક હે?” 11ઇસુવેં હેંનનેં કેંદું, “તમં મ એંવું કુંણ હે, ઝેંનું એકેંસ ઘેંઠું વેહ, અનેં વેયુ આરમ ને દાડે ખાડા મ પડેં જાએ, તે વેયો હેંનેં ખાડા મહું નેં કાડે? 12ભલા, માણસ ની કિમત ઘેંઠા થી કીતરી વદેંનેં હે! એંતરે હારુ આરમ ને દાડે ભલું કરવું તાજું હે.” 13તર ઇસુવેં હેંના માણસ નેં કેંદું, “પુંતાનો હાથ લાંબો કર.” તર હેંને હાથ લાંબો કર્યો, અનેં હેંનો હાથ બીજા હાથ નેં જેંમ અસલ થાએંજ્યો. 14તર ફરિસી ટુંળા ન મનખંવેં બારતં જાએંનેં તરત ઇસુ ના વિરુધ મ ગુંઠમણી કરી કે હેંનેં કીવી રિતી માર દડજ્યે.
પરમેશ્વર નો પસંદ કરેંલો સેંવક
15ઇયુ જાણેંનેં ઇસુ વેંહાં થી જાતોરિયો અનેં મનખં નો એક મુંટો ટુંળો ઇસુ નેં વાહે થાએંજ્યો, અનેં ઇસુવેં ઘણં બદ્દ મનખં નેં હાજં કર્ય, 16અનેં ભૂતડં નેં સેતવણી આલી કે મનખં નેં નહેં વતાડો કે હૂં કુંણ હે. 17એંતરે કે ઝી વસન યશાયાહ ભવિષ્યવક્તા દુવારા પરમેશ્વરેં કેંદું હેંતું, વેયુ પૂરુ થાએ.
18“ભાળો ઇયોસ હે મારો સેંવક, ઝેંનેં મેંહ પસંદ કર્યો હે. આ મારો વાલો હે, ઝેંનેં થી હૂં ખુશ હે, હૂં મારા આત્મા થી હેંનેં ભરેં, અનેં વેયો બીજી જાતિ ન મનખં મ નિયા ના બારા મ તાજો હમિસાર આલહે.”
19વેયો મનખં મ બુંલા-બાલી નેં કરે, અનેં નેં જુંર થી સિસાહે, અનેં નેં વેયો મનખં ના ટુંળા મ ઘમંડ ભર્યુ ભાષણ આલહે.
20વેયો એંવં મનખં મનું કેંનું યે નુકસાન નેં કરે, ઝી એક ભાગીલી પાતળી હુટી નેં જેંમ કમજોર વેહ, અનેં ઉંલાવા કરતો વેહ એંવા દીવા નેં, નેં ઉંલવે, પુંણ વેયો પાક્કું કરહે કે નિયા કરવા મ આવે.
21અનેં બીજી જાતિ ન મનખં હેંનેં ઇપેર આહ રાખહે.
ઇસુ અનેં શેતાન
(મર. 3:20-30; લુક. 11:14-23)
22તર મનખં એક આંદળા-ગુંગા માણસ નેં ઇસુ કન લાય, ઝેંનેં મ ભૂત ભરાએંલો હેંતો, અનેં ઇસુવેં હેંના આંદળા-ગુંગા માણસ મહો ભૂત કાડ દેંદો, અનેં તરત વેયો માણસ બુંલવા અનેં ભાળવા મંડ્યો. 23એંના સમત્કાર નેં ભાળેંનેં બદ્દ મનખં વિસાર મ પડેંજ્ય અનેં કેંવા મંડ્ય, “હું ઇયો દાઉદ રાજા નો બેંટો નહેં?” 24પુંણ ફરિસી ટુંળા ન મનખંવેં ઇયુ હામળેંનેં કેંદું, “ઇયો તે ભૂતડં ના મુખિયા શેતાન ની મદદ વગર ભૂતડં નેં નહેં કાડતો.” 25ઇસુવેં હેંનં ના મન ની વાત જાણેંનેં હેંનનેં કેંદું, “અગર એક દેશ અલગ-અલગ ભાગ મ વટાએંલું વેહ અનેં એક-બીજા હાતેં ઝઘડા કરતં રે, તે વેયુ દેશ ટકેં નેં રે. અનેં કુઇ સેર કે પરિવાર મ ઝઘડા થાએ હે, તે વેયુ હન્દાએં નેં રેંહે. 26અનેં અગર શેતાન પુંતાનં ભૂતડં નેંસ કાડે, તે વેયો પુંતાનોસ વિરુદી થાએંજ્યો. ફેંર હેંનું રાજ કેંકેંમ હંદાએં રેંહે?” 27ભલું, અગર હૂં ભૂતડં ના અગુવા શેતાન ની મદદ થી ભૂતડં કાડું હે, તે તમારં બેંટા-બીટી કીની મદદ થી ભૂતડં કાડે હે? એંતરે હારુ વેયસ તમારો નિયા કરહે. 28પુંણ હૂં પરમેશ્વર ના આત્મા ની મદદ થી ભૂતડં કાડું હે, તરતે એંમ સાબિત થાએંજ્યુ હે, કે પરમેશ્વર નું રાજ તમારી વસ મ આવેંજ્યુ હે. 29કે કેંકેંમ કુઇ માણસ કયાક જુંર વાળા ના ઘેર મ ભરાએંનેં હેંનો માલ લુટેં સકે હે ઝર તક કે પેલ વેયો હેંના જુંર વાળા નેં બાંદેં નેં લે? તર વેયો હેંના ઘેર નેં લુટેં લેંહે. 30ઝી મારી મએં નહેં વેયુ મારી વિરુધ મ હે, અનેં ઝી મારી હાતેં ભેંગું નહેં કરતું વેયુ વખેંરે હે. 31એંતરે હારુ હૂં તમનેં કું હે મનખં ના બદ્દા પરકાર ના પાપ અનેં નિંદા માફ કરવા મ આવહે, પુંણ પવિત્ર આત્મા ની વિરુધ નિંદા કરે, હેંનેં પરમેશ્વર કેંરં યે માફ નેં કરે. 32ઝી કુઇ માણસ ના બેંટા ના વિરુધ મ કઇ વાત કેંહે, હેંનો ઇયો ગુંનો માફ કરવા મ આવહે, પુંણ ઝી કુઇ પવિત્ર આત્મા ના વિરુધ મ કઇક કેંહે, હેંનો ગુંનો નેં તે એંના લોક મ અનેં નેં પરલોક મ માફ કરવા મ આવહે.
ઝેંવું ઝાડ તેંવું ફળ
(લુક. 6:43-45)
33“અગર ઝાડ તાજું હે, તે હેંનું ફળ હુંદું તાજું વેંહે. અનેં અગર ઝાડ નકમ્મું હે, તે હેંનું ફળ હુંદું નકમ્મું વેંહે. કેંમકે ઝાડ પુંતાના ફળ થકીસ વળખવામ આવે હે. 34હે જેર વાળા હાપ જીવ મનખોં, તમું ભુંડ થાએંનેં કેંકેંમ તાજી વાતેં કેં સકો હે? કેંમકે ઝી મન મ ભર્યુ હે, વેયુસ મોડા ઇપેર આવે હે. 35એક ભલું મનખ પુંતાના ભલા મન ના ભંડાર મહું ભલી વાતેં કાડે હે, અનેં એક ભુંડું મનખ ભુંડા મન ના ભંડાર મહી ભુંડી વાતેં કાડે હે. 36અનેં હૂં તમનેં કું હે કે, ઝી-ઝી નકમ્મી વાતેં મનખં પુંતાના મોડા થી કાડે હે, સેંલ્લા નિયા નેં દાડે દરેક ને હીની વાતં ન લેંખં આલવં પડહે. 37કેંમકે ઝર પરમેશ્વર નિયા કરહે તે દરેક મનખ નેં પુંતાના મોડા થી કેંદેંલા શબ્દ ને પરમણે, હેંને હઉકાર અનેં ગુંનેગાર ગણવા મ આવહે.”
હરગ ની નિશાની ની માંગણી
(મર. 8:11-12; લુક. 11:29-32)
38એંનેં ઇપેર અમુક મૂસા નું નિયમ હિકાડવા વાળા અનેં ફરિસી ટુંળા ન મનખંવેં ઇસુ નેં કેંદું, “હે ગરુ, હમનેં એક સમત્કાર કરેંનેં વતાડ, હમું જાણન્યે કે તનેં પરમેશ્વરેં અધિકાર આલ્યો હે.” 39ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “એંના જુંગ ન ભુંડં અનેં સિનાળવં મનખં નિશાની માંગે હે, પુંણ યોના ભવિષ્યવક્તા ની નિશાની સુંડેંનેં કુઇ બીજી નિશાની હેંનનેં નેં આલવા મ આવે.” 40ઝેંમ યોના ભવિષ્યવક્તા તાંણ દાડા, અનેં તાંણ રાતેં મુંટા માસલા ના પેંટ મ રિયો, વેમેંસ હૂં માણસ નો બેંટો હુંદો તાંણ દાડા અનેં તાંણ રાતેં કબર મ રેં. 41નીનવે સેર ન મનખં સેંલ્લા નિયા ને દાડે, એંના જમાના ન મનખં નેં હાતેં ઉઠેંનેં, હેંનનેં ગુંનેગાર બણાવહે, કેંમકે હેંનવેં યોના નો પરસાર હામળેંનેં, પાપ કરવો સુંડ દેંદો; અનેં ભાળો, આં ઝી હે વેયો યોના ભવિષ્યવક્તા કરતં હુંદો મુંટો હે. 42અનેં રાખોહ ની રાણી સેંલ્લા નિયા નેં દાડે, એંના જુંગ ન મનખં નેં હાતેં ઉઠેંનેં હેંનનેં ગુંનેગાર બણાવહે, કેંમકે વેયે સુલેમાન ના જ્ઞાન નેં હામળવા હારુ ઘણે સિટી હી આવી હીતી. અનેં ભાળો, આં ઝી હે વેયો સુલેમાન થી હુંદો મુંટો હે. પુંણ તમું પસ્તાવો કરવા નહેં માંગતં.
કાડેંલા ભૂત નું પાસું આવવું
(લુક. 11:24-26)
43ઝર ભૂત એક મનખ મહો બારતં નકળેં જાએ હે, તે વેયો હુકી જગ્યા મ રેંવા હારુ ઠેંકણું જુંવતો ફરે હે, પુંણ હેંનેં ઠેંકણું નહેં મળતું. 44તર વેયો પુંતે-પુંતાનેં કે હે, “ઝેંના મનખ મહો હૂં બારતં નકળ્યો હેંતો, હેંનેં મસ પાસો જએં, અનેં આવેંનેં હેંના મનખ ના જીવન નેં એક એંવા ઘેર નેં જુંગ ભાળે હે, ઝી હુંનું-હટ, બારેં-હુંરેંલું અનેં હણગારેંલું વેહ. 45તર વેયો ભૂત જાએંનેં બીજં હાત ભૂતડં નેં પુંતાનેં હાતેં લેંનેં આવે હે. અનેં હેંના મનખ મ ભરાએંનેં હેંના મનખં ની દસ્યા પેલી દસ્યા કરતં વદાર ખરાબ કર દે હે. એંના જુંગ ન ભુંડં મનખં નેં હાતેં હુંદું એંવુંસ થાહે.”
ઇસુ ની આઈ અનેં ભાઈ
(મર. 3:31-35; લુક. 8:19-21)
46ઝર ઇસુ ભીડ વાળં મનખં હાતેં વાતેં કરેંસ રિયો હેંતો, તર ઇસુ ની આઈ અનેં એંના ભાઈ બારતં ઇબં હેંતં અનેં હેંનેં હાતેં વાતેં કરવા માંગતં હેંતં. 47કેંનેંકેં ઇસુ નેં કેંદું, “ભાળ, તારી આઈ અનેં તારા ભાઈ બારતં ઇબં હે, અનેં તારી હાતેં વાતેં કરવા માંગે હે,” 48ઇયુ હામળેંનેં ઇસુવેં કેંવા વાળં નેં જવાબ આલ્યો, “કુંણ હે મારી આઈ? અનેં કુંણ હે મારા ભાઈ?” 49અનેં પુંતાનં સેંલં મએં પુંતાનો હાથ લાંબો કરેંનેં કેંદું, “ભાળો, મારી આઈ અનેં મારા ભાઈ ઇયા હે.” 50કેંમકે ઝી કુઇ મારા હરગ વાળા બા ની મરજી પરમણે સાલે, વેયોસ મારો ભાઈ, અનેં મારી બુંન, અનેં મારી આઈ હે.

ទើបបានជ្រើសរើសហើយ៖

મત્તિ 12: GASNT

គំនូស​ចំណាំ

ចែក​រំលែក

ចម្លង

None

ចង់ឱ្យគំនូសពណ៌ដែលបានរក្សាទុករបស់អ្នក មាននៅលើគ្រប់ឧបករណ៍ទាំងអស់មែនទេ? ចុះឈ្មោះប្រើ ឬចុះឈ្មោះចូល