માથ્થી 1

1
ઈસુ ખ્રિસ્તની પીડી
(લુક. 3:23-38)
1યી ઈસુ ખ્રિસ્તની પીડી આહા. તો દાવુદ રાજા અન ઈબ્રાહિમના વંશ આહા.
2ઈબ્રાહિમના પોસા ઈસાહાક, ઈસાહાકના પોસા યાકુબ, યાકુબના પોસા યહૂદા અન તેના ભાવુસ જલમનાત. 3યહૂદાના પોસા પેરેસ અન ઝેરા જલમનાત અન તેહની આયીસ તામાર હતી, પેરેસના પોસા હેસ્રોન, હેસ્રોનના પોસા આરામ જલમનાત. 4આરામના પોસા અમિનાદાબ, અમિનાદાબના પોસા નાહશોન, નાહશોનના પોસા સલમોન જલમનાત. 5સલમોનના પોસા બોઆઝ અન તેની આયીસ રાહાબ હતી. બોવાઝના પોસા ઓબેદ, ઓબેદના પોસા યિશાઈ જલમનાત. 6અન યિશાઈના પોસા દાવુદ રાજા જલમના.
અન દાવુદ રાજાના પોસા સુલેમાન તે બાયકોને પોટી જલમના જી પુડ ઉરીયાની બાયકો હતી. 7સુલેમાનના પોસા રહાબામ, રહાબામના પોસા અબીયા, અબીયાના પોસા આસા જલમનાત. 8આસાના પોસા યહોશાફાટ, યહોશાફાટના પોસા યોરામ, યોરામના પોસા ઉઝિયા જલમનાત. 9ઉઝિયાના પોસા યોથામ, યોથામના પોસા આહાઝ, આહાઝના પોસા હિઝકિયા જલમનાત. 10હિઝકિયાના પોસા મનાસા, મનાસાના પોસા આમોન, આમોનના પોસા યોશિયા જલમનાત. 11યોશિયા, યખોન્યા અન તેના ભાવુસના ડવર બાહાસ હતા, જે ઈસરાયેલ સાહલા બાબિલ દેશને ગુલામીમા લી જાવલા તેને પુડ જલમ હુયનેલ. 12ગુલામ બની ન બાબિલ દેશ ગેત તે સમય પાસુન ત ઈસુને જલમ પાવત તેહના વડીલ હતાત, યખોન્યાના પોસા શાલ્તીએલ, શાલ્તીએલના પોસા ઝરુબાબેલ જલમનાત. 13ઝરુબાબેલના પોસા અબીહુદ, અબીહુદના પોસા એલ્યાકીમ, એલ્યાકીમના પોસા અઝોર જલમનાત. 14અઝોરના પોસા સદોક, સદોકના પોસા આખીમ, આખીમના પોસા અલીહુદ જલમનાત. 15અલીહુદના પોસા એલ્યાઝર, એલ્યાઝરના પોસા માથાન, માથાનના પોસા યાકુબ જલમનાત. 16યાકુબના પોસા યૂસફ જલમના, તોજ મરિયમના ગોહો હતા, મરિયમ પાસુન પવિત્ર આત્માકન ઈસુ જલમના, ઈસુ જેલા ખ્રિસ્ત સાંગાયજહ. 17ઈબ્રાહિમ પાસુન દાવુદ રાજા પાવત અખે જ ચવુદ પીડે હુયનેત, દાવુદ રાજાને સમય પાસુન તે સમય પાવત જદવ ઈસરાયેલ લોકા સાહલા ગુલામ બનવીની બાબિલ દેશ લી ગેત હતાત, તાવધર ચવુદ પીડે હુયનેત, અન બાબિલની ગુલામીમા લી ગેત તઠુન ત ખ્રિસ્ત પાવત ચવુદ પીડે હુયનેત.
ઈસુ ખ્રિસ્તના જલમ
(લુક. 2:1-7)
18ઈસુ ખ્રિસ્તના જલમ હુયના તેને પુડ ઈસે રીતે હુયના, કા જદવ તેની આયીસ મરિયમની બોલપેન યૂસફ હારી હુયનેલ, પન તેહની પેન ભરુને પુડ પવિત્ર આત્માના સામર્થ્યકન તી મીહનાવાળી હુયની. 19યૂસફ તીના ગોહો બેસ માનુસ હતા, અન લોકાસાહમા તીની આબરુ નીહી દવાડુલા માગ હતા, તે સાટી તો ઉગા ઉગા જ બોલપેન તોડી ટાકુલા નકી કરના. (કાહાકા તી પેન ભરુને પુડજ મીહનાવાળી આહા ઈસી માહીત પડની જી નેમને ઈરુદ હતા) 20જદવ તો ઈસા ઈચાર જ હતા તાહા દેવના દેવદુત તેલા સપનમા દેખાયજીની સાંગુલા લાગના, “ઓ યૂસફ દાવુદ રાજાના વંશ મરિયમલા તુની બાયકો બનવુલા સાટી ઘાબરસી નોકો, કાહાકા જો તીને ગર્ભમા આહા, તો પવિત્ર આત્માને સામર્થ્યકન આહા. 21તી પોસાલા જલમ દીલ અન તુ તેના નાવ ઈસુ પાડજોસ, કાહાકા તો પદરને લોકા સાહલા તેહને પાપ માસુન બચવીલ.”
22યી અખા યે સાટી હુયના કા તી અખા પુરા હુય જી દેવની, દેવ કડુન સીકવનાર યશાયાને સહુન ઈસુને જલમને બારામા સાંગેલ હતા. યશાયાની યે રીતે લીખાહા, 23“હેરા, એક કુંવારી મીહનાવાળી રહીલ અન એક પોસાલા જલમ દીલ, તેના ઈમાનુયેલ નાવ પાડતીલ,” તેના અરથ ઈસા આહા કા દેવ આપલે હારી આહા. 24તદવ યૂસફ નીજ માસુન ઉઠી ન દેવને દેવદુતની આજ્ઞા દીદેલ તે પરમાને તો મરિયમ હારી પેન ભરી લીના અન પદરને ઘર લયના. 25અન જાવધર તી બાળાતીન નીહી હુયીલ તાવધર તેની કાહી પન ગોહો બાયકોના જીસા સબંદ રહહ તીસા સબંદ નીહી રાખીલ, અન યૂસફની પોસાના નાવ ઈસુ ઠેવા.

Pati Souliye

Pataje

Kopye

None

Ou vle gen souliye ou yo sere sou tout aparèy ou yo? Enskri oswa konekte