લુક 23

23
પિલાતુસ નેં હામેં ઇસુ
(મત્તિ 27:1-2,11-14; મર. 15:1-5; યૂહ. 18:28-38)
1તર મુટી સભા મ બેંઠેંલં બદ્દ મનખં ઉઠેંનેં ઇસુ નેં પિલાતુસ હાકીમ કનેં લેંજ્ય. 2અનેં વેય એંમ કેં નેં હેંનેં ઇપેર દોષ લગાડવા મંડ્ય, “હમવેં એંનેં હમાર મનખં નેં બહકાવતં, અનેં કૈસર#23:2 રોમ નો મુંટો રાજા નેં વેરો ભરવાનું ના કેંતં, અનેં પુંતે-પુંતાનેં મસીહ, અનેં રાજા કેંતં હામળ્યુ હે.” 3પિલાતુસ હાકીમેં ઇસુ નેં પૂસ્યુ, “હું તું યહૂદી મનખં નો રાજા હે?” હેંને જવાબ આલ્યો, “તું પુંતેસ કેં રિયો હે.” 4તર પિલાતુસેં મુખી યાજક અનેં મનખં નેં કેંદું, “હૂં એંના માણસ મ કઇ દોષ નહેં ભાળતો.” 5પુંણ વેય વદાર જુંર દેંનેં કેંવા મંડ્ય, “ઇયો ગલીલ પરદેશ થી લેંનેં આં તક કે, આખા યહૂદિયા પરદેશ મ ભાષણ આલેં-આલેંનેં મનખં નેં ભડકાવે હે.” 6ઇયુ હામળેંનેં પિલાતુસેં પૂસ્યુ, “હું આ માણસ ગલીલ પરદેશ નો હે?” 7અનેં ઇયુ જાણેંનેં કે ઇયો ઇસુ, હેરોદેસ રાજા નેં રાજ કરવા ના ઇલાકા નો હે, હેંનેં હેરોદેસ કનેં મુંકલેં દેંદો, કેંમકે હેંના ટાએંમ મ વેયો હુંદો યરુશલેમ સેર મ હેંતો.
હેરોદેસ નેં હામેં ઇસુ
8હેરોદેસ રાજા ઇસુ નેં ભાળેંનેં ઘણો ખુશ થાયો, કેંમકે વેયો ઘણં દાડં નો હેંનેં ભાળવા માંગતો હેંતો, એંતરે હારુ કે હેંને ઇસુ ના બારા મ હામળ્યુ હેંતું, અનેં વેયો હેંનેં કઇક સમત્કાર કરતં ભાળવા ની આહ રાખતો હેંતો. 9વેયો હેંનેં ઘણી બદી વાતેં પુસતો રિયો, પુંણ ઇસુવેં હેંનેં કઇસ નેં જવાબ આલ્યો. 10મુખી યાજક અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા ઇબા રેંનેં જુંર દેંનેં ઇસુ ઇપેર દોષ લગાડતા રિયા. 11તર હેરોદેસ રાજાવેં અનેં હેંનં સેનિકંવેં ઇસુ નું અપમાન કરેંનેં હેંનો ઠઠ્ઠો કર્યો, અનેં હેંનેં રજવાડી સિસરં પેરાવેંનેં પિલાતુસ રાજા કન પાસો મુંકલેં દેંદો. 12હેંના ટાએંમ તક પિલાતુસ અનેં હેરોદેસ રાજા એક-બીજા ના વેરી હેંતા, પુંણ હેંને દાડે વેયા બે દોસદાર બણેંજ્યા.
પિલાતુસ દુવારા ઇસુ નેં મોત ની સજ્યા
(મત્તિ 27:15-26; મર. 15:6-15; યૂહ. 18:39-19:16)
13પિલાતુસ રાજાવેં મુખી યાજકં અનેં અગુવં અનેં મનખં નેં બુંલાવેંનેં હેંનનેં કેંદું, 14“તમું એંના માણસ નેં મારી કનેં લાય અનેં કેંદું કે ઇયો હુંમલો કરાવવા હારુ મનખં નેં બહકાવેં રિયો હેંતો, અનેં ભાળો, મેંહ તમારી હામેં ઇની જાંસ કરી, પુંણ ઝીની વાતં ની તમું ઇની ગલતી કાડો હે, હીની વાતં ની મનેં એંનેં મ કઇસ ગલતી નહેં મળી, 15હેરોદેસ રાજા નેં હુંદો હેંનો દોષ નહેં મળ્યો, કેંમકે હેંને એંનેં મારી કન મુંકલેં દેંદો હે, અનેં ભાળો, એંને માણસેં મોત ની સજ્યા નેં લાએંક કઇસ હુંદું ગલત નહેં કર્યુ. 16એંતરે હારુ હૂં એંનેં કોડા મરાવેંનેં સુંડ દું હે.” 17પિલાતુસ તેવાર ન દાડં મ યહૂદી મનખં હારુ એક કેદી નેં સુંડ દેંતો હેંતો. 18તર બદ્દ મળેંનેં સિસાએં ઉઠ્ય, “એંનું કામ પૂરુ કર દે, અનેં હમારી હારુ બરઅબ્બા નેં સુંડ દે.” 19વેયો કઇનાક હુંમલા નેં લેંદે ઝી સેર મ થાયો હેંતો, અનેં મનખં નેં માર દડવાને લેંદે જેલ મ નાખવા મ આયો હેંતો. 20પુંણ પિલાતુસેં ઇસુ નેં સુંડવા ની અસ્યા થી મનખં નેં ફેંર હમજાડ્ય, 21પુંણ હેંનવેં સિસાએં નેં કેંદું, “એંનેં ક્રૂસ ઇપેર સડાવ, ક્રૂસ ઇપેર સડાવ!” 22હેંને તીજી વાર હેંનનેં કેંદું, “હુંકા, હેંને હું ગુંનો કર્યો હે? મનેં હેંના મ મોત ની સજ્યા નેં લાએંક કઇ વાત નહેં મળી! એંતરે હારુ હૂં એંનેં કોડા મરાવેંનેં સુંડ દું હે.” 23પુંણ વેય સિસાતસ રિય કે એંનેં ક્રૂસ ઇપેર સડાવો, ક્રૂસ ઇપેર સડાવો, અનેં હેંનના વદારે સિસાવા થી પિલાતુસ નેં માનવું પડ્યુ. 24અનેં પિલાતુસેં હોકમ કર્યુ કે હેંનની અરજ ને પરમણે કરવા મ આવે. 25અનેં હેંને હેંના માણસ નેં ઝી હુંમલા અનેં હત્યા ને લેંદે જેલ મ નાખવા મ આયો હેંતો, ઝેંનેં વેય સુંડ દેંવા ની માંગ કરેં રિય હેંતં, સુંડ દેંદો. અનેં ઇસુ નેં હેંનની અસ્યા ને પરમણે ક્રૂસ ઇપેર સડાવા હારુ હુંપેં દેંદો.
ઇસુ નેં ક્રૂસ ઇપેર સડાવવો
(મત્તિ 27:32-44; મર. 15:21-32; યૂહ. 19:17-19)
26ઝર વેય ઇસુ નેં લેંનેં જાએં રિય હેંતં, તે હેંનવેં શમોન નામ ના એક માણસ નેં ઝી કુરેન ગામ મ થી આવેં રિયો હેંતો, હાએંનેં હેંનેં ઇપેર ક્રૂસ તુંકાડ દેંદો, કે હેંનેં ઇસુ નેં વાહે-વાહે લેં સાલે.
27મનખં નો મુંટો ટુંળો હેંનેં વાહે થાએંજ્યો, અનેં ઘણી બદી બજ્યેરેં હુદી હીતી, ઝી ઇસુ હારુ સાતી કુટેં-કુટેંનેં ગાંગરત્યી હીત્યી. 28ઇસુવેં હીન્યી મએં વળેંનેં કેંદું, “હે યરુશલેમ સેર ની બીટજ્યોં, મારી હારુ નહેં ગાંગરો, પુંણ તમારી અનેં તમારં સુંરં હારુ ગાંગરો.” 29કેંમકે ભાળો, તખલીબ ના દાડા આવેં રિયા હે, ઝેંનં મ મનખં કેંહે, “ધન્ય હે વેયે ઝી વાજ હે, અનેં ઝિન્યવેં કેંરં સુંરં નેં જલમ નહેં આલ્યુ, અનેં દૂદ નહેં પાદું. 30હેંના ટાએંમેં મનખં, ડુંગોરં નેં કેંહે, કે હમં ઇપેર આવેં પડો, અનેં ડુંગરજ્યં કેંહે કે હમનેં ઢાકેં લો. 31કેંમકે હૂં એક લીલા ઝાડ નેં જેંમ હે, અનેં વેય મનેં એંતરું દુઃખ આલે હે, તે ફેંર તમનેં તે ઝી હુંકા ઝાડ જેંમ હે, હઝુ વદાર દુઃખ આલહે.”
32સેનિક બીજં બે માણસ નેં હુંદા, ઝી ગુંનેગાર હેંતા, ઇસુ નેં હાતેં માર દડવા હારુ લેં જ્યા.
33ઝર વેયા ખુંપડી નામ ની જગ્યા મ પોત્યા, તે વેંહાં હેંનવેં ઇસુ નેં અનેં હેંનં બે ગુંનેગારં નેં હુંદા ક્રૂસ ઇપેર સડાયા, એક નેં ઇસુ ની જમણી બાજુ અનેં બીજા નેં ડાબી બાજુ. 34તર ઇસુવેં કેંદું, “હે બા, એંનનેં માફ કર, કેંમકે ઇય નહેં જાણતં કે હું કરેં રિય હે” અનેં હેંનવેં સિઠજ્યી નાખેંનેં ઇસુ ન સિસરં વાટ લેંદં.
35મનખં ઇબં-ઇબં ભાળેં રિય હેંતં, અનેં અગુવા હુંદા ઠઠ્ઠો કરેં-કરેંનેં કેંતા હેંતા, “એંને બીજંનેં બસાય, અગર ઇયો પરમેશ્વર નો મસીહ હે, અનેં હેંનો પસંદ કરેંલો હે, તે પુંતે-પુંતાનેં બસાવ લે.” 36સેનિક હુંદા ટીકે આવેંનેં દરાક નો ખાટો રસ આલેંનેં ઇસુ નો ઠઠ્ઠો કરેંનેં કેંતા હેંતા, 37“અગર તું યહૂદી મનખં નો રાજા હે, તે પુંતે-પુંતાનેં બસાવ લે!” 38અનેં ગુંના નું કાગળ હેંના મુંણકા ને થુંડુંક ઇપેર સોટાડ્યુ, “ઇયો યહૂદી મનખં નો રાજા હે.”
ક્રૂસ ઇપેર પસ્તાવો કરવા વાળો ગુંનેગાર માણસ
39ઝી ગુંનેગાર ક્રૂસ ઇપેર સડાવા મ આયા હેંતા, હેંનં મનેં એકેં ઇસુ ની નિંદા કરેંનેં કેંદું, “હું તું મસીહ નહેં? તે ફેંર પુંતે-પુંતાનેં અનેં હમનેં બસાવ લે!” 40પુંણ બીજે હેંનેં વળગેંનેં કેંદું, “હું તું પરમેશ્વર થી હુંદો નહેં સમકતો? તું હુંદો તે વેયેસ સજ્યા ભુંગવેં રિયો હે, 41અનેં આપું તે નિયા પરમણે સજ્યા ભુંગવેં રિયા હે, કેંમકે આપું આપડં કામં નો સહી બદલો મેંળવેં રિયા હે. પુંણ એંને તે કઇસ ગુંનો નહેં કર્યો.” 42ફેંર હેંને કેંદું, “હે ઇસુ, ઝર તું એક રાજા નેં જેંમ પાસો આવહેં, તે મનેં ઇયાદ કરજે.” 43ઇસુવેં હેંનેં કેંદું, “હૂં તનેં હાસ્સું કું હે કે આજેસ તું મારી હાતેં હરગલોક મ વેંહે.”
ઇસુ નો જીવ કાડવો
(મત્તિ 27:45-56; મર. 15:33-41; યૂહ. 19:28-30)
44લગ-ભગ બફોર ના બાર વાગ્યા થી તાંણ વાગ્યા તક આખા દેશ મ ઇન્દારું થાએંલું રિયુ. 45સુર્યા નું ઇજવાળું જાતુંરિયુ, અનેં વેયો મુંટો પડદો ઝી મંદિર મ ટાંગેંલો હેંતો, ઝી બદ્દ મનખં નેં પરમેશ્વર ની હાજરી મ ભરાવા થી રુંકતો હેંતો, ઇપેર થી નિસં તક ફાટેંનેં બે ટુકડા થાએંજ્યો. 46અનેં ઇસુવેં જુંર થી સિસાએં નેં કેંદું, “હે બા, હૂં મારો આત્મા તારં હાથં મ હુંપું હે” અનેં એંમ કેં નેં જીવ કાડ દડ્યો. 47યહૂદી મનખં ન અગુવએં, ઝી કઇ થાયુ હેંતું, ભાળેંનેં પરમેશ્વર ની મહિમા કરી, અનેં કેંદું, “પાક્કું આ માણસ ધર્મી હેંતો.” 48અનેં મનખં નો ટુંળો ઝી ઇયુ ભાળવા હારુ ભેંગો થાયો હેંતો, એંના બણાવ નેં ભાળેંનેં વેય ઘણા દુઃખ થી પુંતાની સાતી કુટતં જાએંનેં પુંત-પુંતાનેં ઘેર જાતં રિય, એંમ વતાડવા હારુ કે વેય ઘણં દુઃખી હે. 49પુંણ એંનં બદ્દ વળખણ વાળં, અનેં ઝી બજ્યેરેં ગલીલ પરદેશ થી ઇસુ નેં હાતેં આવજ્યી હીત્યી, સિટી ઇબં રેંનેં ઝી કઇ થાએં રિયુ હેંતું, ઇયુ બદ્દું ભાળેં રિય હેંતં.
ઇસુ નેં ડાટવું
(મત્તિ 27:57-61; મર. 15:42-47; યૂહ. 19:38-42)
50વેંહાં યૂસુફ નામ નો મુટી સભા નો એક સભ્ય હેંતો, વેયો તાજો અનેં ધર્મી હેંતો. 51અનેં હેંનં ના પલાન અનેં હેંનં ના એંના કામ થી ખુશ નેં હેંતો, વેયો યહૂદિયા પરદેશ ના અરિમતિયા ગામ નો રેંવા વાળો અનેં પરમેશ્વર ના રાજ ની વાટ જુંવા વાળો હેંતો 52હેંને પિલાતુસ કનેં જાએંનેં ઇસુ ની લાશ માંગી. 53અનેં હેંનેં ક્રૂસ ઇપેર થી લાશ ઉતારેંનેં, નરમ સાદેર મ ફુતી, અનેં એક કબર મ મેંલી. ઝી ભડભેટ મ ખણેંનેં બણાવેંલી હીતી, અનેં હીની કબર મ હઝુ તક કીની યે લાશ નેં મિલી હીતી. 54વેયો યહૂદી મનખં ના તેવાર નો તિયારી નો દાડો હેંતો, અનેં આરમ નો દાડો સલુ થાવા નો હેંતો. 55હીની બજ્યેરએં ઝી ઇસુ નેં હાતેં ગલીલ પરદેશ થી આવજ્યી હીત્યી, વાહે-વાહે જાએંનેં હીની કબર નેં ભાળી, અનેં ઇયુ હુંદું કે લાશ કીવી રિતી મેંલવા મ આવી હે. 56તર હિન્યવેં પાસી આવેંનેં અસલ ગંદાવા વાળી વસ્તુવેં અનેં ઇસુ ના શરીર ઇપેર લગાડવા હારુ અંતર તિયાર કર્યુ, આરમ ને દાડે હિન્યવેં મૂસા ના નિયમ ને પરમણે આરમ કર્યો.

נבחרו כעת:

લુક 23: GASNT

הדגשה

שתף

העתק

None

רוצים לשמור את ההדגשות שלכם בכל המכשירים שלכם? הירשמו או היכנסו