માર્ક 5:25-26
માર્ક 5:25-26 DUBNT
તીયુ ગોરદીમે એક બાય આથી, તે બારા વરસાને રોગુત પોળુલી બીમારીમે આથી. આને તીયુહુ ખુબુજ વેદુહી જાયને દાવા લેદી, પેને વેદુ દાવાહા કી તીયુલે કાયજ ફેર નાય પોળ્યો, ઉલટો તીયુહ બાદા પોયસા ખર્ચી ટાક્યા, પેન તીયુલે કાયજ ફાયદો નાય વીયો, પેને આજી વાદારે બિમાર વેતી ગીયી.