યોહાન 11
11
લાજર ની મોત
1મરિયમ અનેં મારથા નો ભાઈ લાજર બેંમાર હેંતો, ઝી બેતનિય્યાહ ગામ ન રેંવાસી હેંતં. 2આ વેયેસ મરિયમ હે, ઝીન્યી બાદ મ ઇસુ ન પોગં ઇપેર મોગું અંતર નાખેંનેં હેંનં પોગં નેં પુંતાનં વાળં થી નુંસ્યા હેંતા, હેંનોસ ભાઈ લાજર બેંમાર હેંતો. 3અનેં હીની બુંનવેં ઇસુ નેં કેં મુંકલ્યુ કે, “હે પ્રભુ, ઝેંનેં તું પ્રેમ કરે હે, વેયો બેંમાર હે.” 4ઇસુવેં ઇયુ હામળેંનેં કેંદું, “આ બેંમારી લાજર નેં મરવા હારુ નહેં, પુંણ પરમેશ્વર ની મહિમા હારુ હે, કે હેંનેં દુવારા પરમેશ્વર ના બેંટા ની મહિમા થાએ.”
5ઇસુ, મારથા અનેં હીની બુંન મરિયમ અનેં લાજર નેં પ્રેમ કરતો હેંતો. 6પુંણ ઝર હેંને હામળ્યુ કે લાજર બેંમાર હે, તે ઇસુ ઝાં હેંતો તાંસ બે દાડા પાસો રુંકાએં જ્યો. 7અનેં બે દાડં પસી હેંને પુંતાનં સેંલંનેં કેંદું, “સાલો આપું પાસા યહૂદિયા પરદેશ મ જાજ્યે.” 8સેંલંવેં હેંનેં કેંદું, “હે ગરુ, થુંડક દાડં પેલ તે યહૂદી મનખં ના અગુવા તનેં પત્થરમારો કરેંનેં, માર દડવા માંગતા હેંતા, તે હુંદો તું ફેંર તાં જાવા માંગે હે?” 9ઇસુવેં જવાબ આલ્યો, “હું દાડા ના બાર કલાક નહેં થાતા? ઝી કુઇ દાડે નું સાલે હે, હેંનેં ઠેહ નહેં વાગતી, કેંમકે વેયુ ઇની દુન્ય ના ઇજવાળા મ સાલે હે. 10પુંણ ઝી કુઇ રાત મ સાલે હે, હેંનેં ઠેહ વાગે હે, કેંમકે હેંનેં કન ઇજવાળું નહેં.” 11એંમ કેંદા પસી પાસું હેંનનેં કેંદું, કે “આપડો ભાઈબંદ લાજર હુએં જ્યો હે, પુંણ હૂં હેંનેં જગાડવા જાએં રિયો હે.” 12તર સેંલંવેં હેંનેં કેંદું, “હે પ્રભુ, અગર વેયો હુતેંલો હે, તે પુંતે જાગેં જાહે.” 13ઇસુવેં તે લાજર ની મોત ના બારા મ કેંદું હેંતું, પુંણ વેયા હમજ્યા કે હેંને નીંદર થી હુએં જાવા ના બારા મ કેંદું હે. 14તર ઇસુવેં હેંનનેં સાફ-સાફ કેં દેંદું કે, “લાજર મરેંજ્યો હે, 15અનેં હૂં તમારા લેંદે ખુશ હે, કે હૂં તાં નેં હેંતો, ઝેંનેં થી તમું વિશ્વાસ કરેં સકો. હાવુ સાલો, આપું હેંનેં કન જાજ્યે.” 16તર થુંમે ઝી દિદુમુસ કેંવાતો હેંતો, પુંતાનં હાત વાળં સેંલંનેં કેંદું, “સાલો આપું હુંદા એંનેં હાતેં મરવા જાજ્યે.”
પુનરુત્થાન અનેં જીવન ઇસુ
17ઝર ઇસુ બેતનિયાહ ગામ નેં નજીક પોત્યો તે હેંનેં ખબર લાગી કે લાજર ની લાશ નેં કબર મ મેંલવાના સ્યાર દાડા થાએંજ્યા હે. 18બેતનિય્યાહ ગામ, યરુશલેમ સેર થી લગ-ભગ તાંણેંક કિલોમીટર સિટી હેંતું. 19એંતરે હારુ ઘણં બદં યહૂદી મનખં, મારથા અનેં મરિયમ કનેં હિન્ય ના ભાઈ ની મોત ઇપેર દિલાસો આલવા હારુ આય હેંતં. 20ઝર મારથા નેં ખબર લાગી કે ઇસુ આવેં રિયો હે, તે વેયે હેંનેં મળવા હારુ અગ્યેડ ગઈ. પુંણ મરિયમ ઘેર મસ બેંહેં રી. 21મારથાવેં ઇસુ નેં કેંદું, “હે પ્રભુ, અગર તું જલ્દી આવતો, તે મારો ભાઈ નેં મરતો. 22પુંણ હૂં જાણું હે, કે તું હમણં હુંદો પરમેશ્વર કન માંગહેં, તે વેયો તનેં આલહે.” 23ઇસુવેં મારથા નેં કેંદું, “તારો ભાઈ પાસો જીવતો થાએં જાહે.” 24મારથાવેં હેંનેં કેંદું, “હૂં જાણું હે કે નિયા ને દાડે, ઝર દરેક મનખં મરેંલં મહં પાસં જીવતં થાહે, તર વેયો હુંદો જીવતો થાએં જાહે.” 25ઇસુવેં હેંનેં કેંદું, “હૂં વેયોસ હે ઝી મરેંલં નેં પાસો જીવાડું હે અનેં જીવન આલું હે. ઝી કુઇ મારી ઇપેર વિશ્વાસ કરે હે, વેયુ અગર મરેં હુંદું જાએ તે હુંદું જીવતું રેંહે. 26અનેં ઝી કુઇ મારી મ જીવે હે, અનેં મારી ઇપેર વિશ્વાસ કરે હે, વેયુ કેંરં યે નેં મરે. હું તું ઇની વાત ઇપેર વિશ્વાસ કરે હે.” 27મારથાવેં હેંનેં જવાબ આલ્યો, “હાં, પ્રભુ, હૂં વિશ્વાસ કરું હે કે તુંસ પરમેશ્વર નો બેંટો મસીહ હે, ઝી દુન્ય મ આવવા વાળો હેંતો.”
ઇસુ ગાંગર્યો
28ઇયુ કેં નેં વેયે જાતી રી, અનેં હીની બુંન મરિયમ નેં અલગ લેં જાએંનેં કેંદું, “ગરુ આં હે અનેં તનેં બુંલાવે હે.” 29ઇયુ હામળેંનેં મરિયમ તરત ઉઠેંનેં ઇસુ કનેં આવી. 30ઇસુ હઝુ તક બેતનિયાહ ગામ મ નેં પોત્યો હેંતો, પુંણ હીનીસ જગ્યા હેંતો, ઝાં મારથા હેંનેં મળી હીતી. 31તર ઝી યહૂદી મનખં દિલાસો આલવા હારુ મરિયમ નેં હાતેં ઘેર મ હેંતં, વેય ઇયુ ભાળેંનેં કે મરિયમ એકદમ ઉઠેંનેં બારતં ગઈ હે, તે હેંનેં વાહે-વાહે જ્ય, કેંમકે વેય હમજ્ય કે વેયે કબરેં ગાંગરવા હારુ જાએં રી હે. 32ઝર મરિયમ ઇસુ કનેં પોતી, તે હેંનેં ભાળેંનેંસ વેયે હેંનં પોગં મ પડેં ગઈ અનેં કેંદું, “હે પ્રભુ, અગર તું જલ્દી આવતો તે મારો ભાઈ નેં મરતો.” 33ઇસુવેં મરિયમ અનેં હેંનેં હાતેં આવેંલં યહૂદી મનખં નેં ગાંગરતં ભાળેંનેં, ઘણો દુઃખી થાએંનેં નેંહાકો નાખ્યો, 34અનેં હેંને પૂસ્યુ, “તમવેં હીની લાશ નેં કાં મિલી હે?” હેંનવેં કેંદું, “હે પ્રભુ, આવ અનેં ભાળ.” 35ઇસુ ગાંગરેં પડ્યો. 36તર યહૂદી મનખં કેંવા મંડ્ય, “ભાળો, ઇયો હેંનેં હાતેં કેંતરો પ્રેમ કરતો હેંતો.” 37પુંણ હેંનં મનં અમુક જણેં કેંદું, “એંને તે આંદળા નેં ભાળતો કર્યો. તે હું એંતરું હુંદો નેં કરેં સક્યો કે, લાજર નેં મરતો?”
લાજર નેં મરેંલં મહો જીવાડવો
38ઇસુ ફેંર મન મ ઘણોસ દુઃખી થાએંનેં કબરેં આયો, કબર એક બખાલ મ બણાવેંલી હીતી, અનેં હેંનેં બાએંણે એક મુંટો ભાઠો મેંલેંલો હેંતો. 39ઇસુવેં કેંદું, “ભાઠો બાએંણે હો હરકાવ દો.” તર મરેંલા લાજર ની બુંન મારથાવેં હેંનેં કેંદું, “હે પ્રભુ, હેંનેં મહી હાવુ તે વાસ આવે હે, કેંમકે હેંનેં મરવા ના સ્યાર દાડા થાએંજ્યા હે.” 40ઇસુવેં હેંનેં કેંદું, “હું તનેં મેંહ નહેં કેંદું કે અગર તું વિશ્વાસ કરહેં, તે પરમેશ્વર ની મહિમા નેં ભાળહેં.” 41તર હેંનવેં હેંના ભાઠા નેં હરકાયો. ફેંર ઇસુવેં ઇપેર ભાળેંનેં કેંદું, “હે બા, હૂં તારું ધનેવાદ કરું હે કે, તેં મારી હામળેં લીદી હે. 42હૂં જાણતો હેંતો, કે તું હમેશા મારી હામળે હે, પુંણ આં આજુ-બાજુ ઇબીલં મનખં ને લેંદે મેંહ જુંર થી સિસાએં નેં એંમ કેંદું હે, ઝેંનેં થી વેય મારી ઇપેર વિશ્વાસ કરે કે તેં મનેં મુંકલ્યો હે.” 43એંમ કેં નેં હેંને જુંર થી કેંદું, “હે લાજર બારતં નકળેં આવ!” 44તર ઝી મરેંજ્યો હેંતો, વેયો ખાપુંણ થી હાથ-પોગ બાંદેંલા બારતં નકળેં આયો, અનેં હેંનું મોડું અંગુસા થી ફુંતેંલું હેંતું. ઇસુવેં હેંનનેં કેંદું, “હેંનં ફુંતેંલં સિસરં ઉકેંલ દડો અનેં હેંનેં જાવા દો.”
ઇસુ ના વિરુધ મ કાવતરું
(મત્તિ 26:1-5; મર. 14:1-2; લુક. 22:1-2)
45તર ઝી યહૂદી મનખં મરિયમ નેં મળવા આય હેંતં, અનેં ઇસુ નો આ સમત્કાર ભાળ્યો હેંતો, હેંનં મનં ઘણંવેં હેંનેં ઇપેર વિશ્વાસ કર્યો. 46પુંણ હેંનં મનં અમુક મનખંવેં, ફરિસી ટુંળા ન મનખં કનેં જાએંનેં વતાડ્યુ કે ઇસુવેં હું કર્યુ હે. 47તર મુખી યાજક અનેં ફરિસી ટુંળા ન મનખંવેં, એક મુટી સભા ન મનખં નેં ભેંગં કરેંનેં કેંદું, “આપું હું કરજ્યે? ઇયો માણસ તે ઘણા સમત્કાર વતાડે હે. 48અગર આપું, હેંનેં એંમેંસ સુંડ દેંહું, તે બદ્દ હેંનેં ઇપેર વિશ્વાસ કરવા લાગેં જાહે. અનેં રોમી અધિકારી આવેંનેં આપડા મંદિર અનેં આપડી જાતિ ન મનખં નેં નાશ કર દેંહે.” 49તર હેંનં મનેં કાઈફા નામ ને એક માણસેં ઝી હેંના વર નો મુંટો યાજક હેંતો, હેંનનેં કેંદું, “તમું કઇસ નહેં જાણતા, 50અનેં નહેં તમું હમજતા, તમારી ભલાઈ એંનેં મ હે, કે બદ્દ મનખં હારુ એક માણસ મરે, અનેં બદ્દ મનખં બસેં જાએ. 51ઇયે વાત હેંને પુંતાની તરફ થી નેં કેદી, પુંણ હેંના વર ના મુંટા યાજક ના રુપ મ, હેંને ઇયે ભવિષ્યવાણી કરી કે ઇસુ યહૂદી જાતિ ન મનખં હારુ મરહે. 52અનેં ખાલી હીની જાતિ હારુસ નેં, પુંણ વેયો પરમેશ્વર ન બદ્દ મનખં ઝી ઇની દુન્ય મ વખેંરાએંલં હે, હેંનં હારુ હુંદો મરહે, એંતરે કે હેંનં બદ્દનેં ભેંગં કરેંનેં એક ટુંળો બણાવેં સકે.” 53એંતરે હારુ હેંનેસ દાડે થી યહૂદી મનખં ના અગુવા ઇસુ નેં માર દડવા નું કાવતરું કરવા મંડ્યા.
54એંતરે હારુ ઇસુ હેંના ટાએંમ થી યહૂદી મનખં મ ઉગડતો નેં ફર્યો, પુંણ વેંહાં થી ઉજોડ જગ્યા નેં નજીક વાળા પરદેશ ના ઇફ્રાઇમ નામ ના એક ગામ મ જાતોરિયો. અનેં પુંતાનં સેંલંનેં હાતેં તાંસ રેંવા લાગ્યો.
55યહૂદી મનખં નો ફસહ નામ ના તેવાર નો ટાએંમ નજીક હેંતો, અનેં ઘણં બદં મનખં ફસહ તેવાર ને પેલ, પુંતે-પુંતાનેં શુદ્ધ કરવા હારુ દેશ ન બીજં ગામ મહં યરુશલેમ સેર મ આય. 56વેય ઇસુ નેં જુંવા મંડ્ય અનેં મંદિર મ ઇબં રેંનેં એક બીજા નેં કેંવા મંડ્ય, “તમું હું વિસારો હે? હું વેયો તેવાર મ નેં આવે?” 57મુખી યાજક અનેં ફરિસી ટુંળા ન મનખંવેં હુંદું હોકમ કર્યુ હેંતું કે અગર કઇનાક મનખ નેં ખબર લાગે કે ઇસુ કાં હે, તે વતાડ દે, એંતરે કે વેય ઇસુ નેં હાએં લે.
Currently Selected:
યોહાન 11: GASNT
Tõsta esile
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.