YouVersioni logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 8

8
મંડલી ઇપેર સતાવ
1શાઉલ હુંદો સ્તિફનુસ નેં માર નાખવા મ પૂરી રિતી થી ભાગિદાર હેંતો. હેંનેસ દાડે યરુશલેમ સેર ની મંડલી ઇપેર મુંટો સતાવ સરુ થાયો, તર પસંદ કરેંલં સેંલંનેં સુંડેંનેં બદ્દ વિશ્વાસી મનખં યહૂદિયા અનેં સામરિયા પરદેશ મ તિતર-બિતર થાએંજ્ય. 2અનેં અમુક માણસ ઝી પરમેશ્વર નેં માન આલતા હેંતા, હેંનવેં સ્તિફનુસ નેં ડાટ્યો, અનેં હેંનેં હારુ સાતી કુટેં-કુટેંનેં જબર ગાંગર્યા. 3પુંણ શાઉલ મંડલી નેં સતાવતો હેંતો, અનેં ઘેર-ઘેર ભરાએંનેં વિશ્વાસી માણસં અનેં બજ્યેરં નેં ઘહેંડેં-ઘહેંડેંનેં થાણં મ નાખતો હેંતો.
સામરિયા પરદેશ મ ફિલિપ્પુસ નો પરસાર
4પુંણ ઝી વિશ્વાસી તિતર-બિતર થાય હેંતં, વેય તાજા હમિસાર નો પરસાર કરતં ફર્ય. 5હેંનં વિશ્વાસી મનો ફિલિપ્પુસ હુંદો એક હેંતો, વેયો યરુશલેમ સેર થી સામરિયા પરદેશ ના એક ગામ મ જાએંનેં મનખં મ મસીહ નો પરસાર કરવા મંડ્યો. 6ઝી સમત્કાર ફિલિપ્પુસ વતાડતો હેંતો હેંનેં વેય મનખં ભાળતં હેંતં, અનેં ઝી વાતેં વેયો કેંતો હેંતો, હેંનેં બદ્દ ધિયાન થી હામળતં હેંતં. 7કેંમકે ઝર ફિલિપ્પુસેં હોકમ કર્યુ, તર ઘણં મનખં મહં ભૂતડં જુંર થી સિસાએં-સિસાએં નેં નકળેંજ્ય, અનેં ઘણં લખુવા વાળં હાજં થાએંજ્ય અનેં લંગડં હુંદં સાલવા મંડ્ય. 8અનેં હેંના સેર ન મનખં મ ઘણી ખુશી આવેં ગઈ.
શમોન જાદૂગર
9હેંના સેર મ શમોન નામ નો એક માણસ હેંતો, ઝી જાદુ-ટુંના કરેંનેં સામરિયા પરદેશ ન મનખં નેં વિસાર કરતં કર દેંતો હેંતો, અનેં પુંતે-પુંતાનેં એક મુંટો માણસ કેંતો હેંતો. 10અનેં બદ્દ મનખં નાનં થી લેંનેં મુંટં તક હેંનેં મુંટા માન થી કેંતં હેંતં, “ઇયો માણસ ઈશ્વર ની વેયે શક્તિ હે, ઝી મહા શક્તિ કેંવાએ હે.” 11હેંને ઘણં દાડં થી હેંનનેં ઘણં વિસાર કરતં કર દેંદં હેંતં, એંતરે હારુ વેય હેંનેં ઘણં માનતં હેંતં. 12પુંણ ઝર હેંનં મનખંવેં ફિલિપ્પુસ ના પરસાર દુવારા પરમેશ્વર ના રાજ અનેં પ્રભુ ઇસુ મસીહ ના નામ નો તાજો હમિસાર હામળ્યો, તે ઘણં બદં માણસેં અનેં બજ્યેરએં હેંના પરસાર ઇપેર વિશ્વાસ કર્યો અનેં બક્તિસ્મ લેંદું. 13તર શમોનેં પુંતે હુંદો ફિલિપ્પુસ ના પરસાર ઇપેર વિશ્વાસ કર્યો અનેં બક્તિસ્મ લેંનેં ફિલિપ્પુસ નેં હાતેં રેંવા લાગ્યો, અનેં સમત્કાર અનેં મુંટં-મુંટં કામં ભાળેંનેં વિસાર કરતો થાએં જાતો હેંતો.
સામરિયા પરદેશ મ પતરસ અનેં યૂહન્ના
14ઝર પસંદ કરેંલં સેંલંવેં ઝી યરુશલેમ સેર મ હેંતા, એંમ હામળ્યુ કે સામરિયા પરદેશ ન મનખંવેં પરમેશ્વર ના વસન ઇપેર વિશ્વાસ કર લેંદો હે, તર હેંનવેં પતરસ અનેં યૂહન્ના નેં હેંનં કન મુંકલ્યા. 15અનેં હેંનવેં તાં જાએંનેં હેંનં હારુ પ્રાર્થના કરી કે વેય પવિત્ર આત્મા મેંળવે. 16કેંમકે હઝુ તક હેંનં મનેં કેંને યે પવિત્ર આત્મા નેં મેંળવ્યો હેંતો. હેંનવેં તે પ્રભુ ઇસુ ના નામ થી ખાલી બક્તિસ્મ લેંદું હેંતું. 17તર પતરસ અનેં યૂહન્નાવેં હેંનં ઇપેર હાથ મેંલ્યા અનેં હેંનવેં પવિત્ર આત્મા મેંળવ્યુ. 18ઝર શમોનેં ભાળ્યુ કે પસંદ કરેંલં સેંલંનેં હાથ મેંલવા થી પવિત્ર આત્મા આલવા મ આવે હે, તે હેંનં કન પઇસા લાવેંનેં કેંદું, 19“ઇયે શક્તિ મનેં હુદી આલો, એંતરે કે ઝેંનેં કેંનેં ઇપેર હૂં હાથ મેંલું અનેં વેયુ પવિત્ર આત્મા મેંળવે.” 20પતરસેં હેંનેં કેંદું, “નાશ થાએ તું અનેં તારા પઇસા, કેંમકે તેં પરમેશ્વર ના દાન નેં વેંસાતું લેંવાનો વિસાર કર્યો હે. 21ઇની સેવા મ તારું કઇ યે લેંવું-દેંવું નહેં, અનેં તું હમારી હાતેં ભાગ નહેં લેં સક્તો, કેંમકે તારું મન પરમેશ્વર નેં હામેં સહી નહેં. 22એંતરે હારુ ભુંડાઈ થી વિસાર કરવો બંદ કરેંનેં પ્રભુ નેં પ્રાર્થના કર, કદાસ પરમેશ્વર તારં ભુંડં વિસારં નેં માફ કરહે. 23તારં ભુંડં તરિકં નેં સુંડ દે, કેંમકે હૂં ભાળું હે કે તું ઘણો બળવા વાળો અનેં પાપ ની ગુલામી મ હે.” 24શમોનેં જવાબ આલ્યો, “તમું મારી હારુ પ્રભુ નેં પ્રાર્થના કરો કે ઝી વાતેં તેં કીદી, એંવું કઇ યે મારી હાતેં નેં થાએ.”
25તર પતરસેં અનેં યૂહન્નાવેં પુંતાની ગવાહી આલેંનેં પ્રભુ ઇસુ નું વસન હમળાયુ, અનેં સામરિયા પરદેશ ન બીજં ઘણં ગામં મ તાજો હમિસાર હમળાવતા જાએંનેં યરુશલેમ સેર મ પાસા જાતારિયા.
સામરિયા પરદેશ મ પતરસ અનેં યૂહન્ના
26ફેંર પ્રભુ ને એક હરગદૂતેં ફિલિપ્પુસ નેં કેંદું, “ઉઠ અનેં રાખો ની તરફ હેંના રસ્તા ઇપેર જા, ઝી યરુશલેમ સેર થી ગાજા સેર મ જાએ હે. ઇયો ઉજોડ જગ્યા વાળો રસ્તો હે.” 27તર વેયો ઉઠેંનેં સાલેંજ્યો, અનેં રસ્તા મ હેંનેં એક ભુંવાજ્યો ભેંગો થાયો, ઝી ઇથોપિયા દેશ ની રાણી ઝેંનેં કન્દાકે કેંવાએ હે, હીની રાજસભા મ મંત્રી અનેં ખજાંસી હેંતો. અનેં વેયો આરાધના કરવા હારુ યરુશલેમ સેર ના મંદિર મ આયો હેંતો. 28વેયો રથ ઇપેર બેંહેંનેં, યશાયાહ ભવિષ્યવક્તા ની સોપડી વાસતો-વાસતો પુંતાને દેશ ઇથોપિયા મ પાસો જાએં રિયો હેંતો. 29તર પવિત્ર આત્માવેં ફિલિપ્પુસ નેં કેંદું, “ટીકે જાએંનેં હેંના રથ હાતેં પડેં જા.” 30ફિલિપ્પુસ દોડેંનેં હેંના રથ કન પોત્યો, તે હેંના ભુંવાજ્યા નેં યશાયાહ ભવિષ્યવક્તા ની સોપડી મહું વાસતં હામળ્યુ, અનેં હેંનેં પૂસ્યુ, “તું ઝી વાસેં રિયો હે હું હેંને હમજે હુંદો હે?” 31હેંને કેંદું, “ઝર તક કુઇ મનેં નેં હમજાડે તે હૂં કેંકેંમ હમજું?” અનેં હેંને ફિલિપ્પુસ નેં અરજ કરી કે, “તું રથ ઇપેર સડેંનેં મારી કન બેંહ.” તર વેયો રથ ઇપેર સડેંનેં બેંહેંજ્યો. 32પવિત્ર શાસ્ત્ર નો ઝી પાઠ વેયો વાસેં રિયો હેંતો, વેયો આ હેંતો, વેયો એક ઘેંઠા નેં જેંમ ભુંગ કરવા હારુ લેં જાવા મ આયો, અનેં ઝેંમ ઘેંઠું પુંતાના વાળ ઉતારવા વાળા કન સુપ-સાપ ઇબું રે હે, વેમેંસ ઝર મનખંવેં હેંનેં દુઃખ આલ્યુ, તે હુંદું હેંને મોડા થી એક શબ્દ હુંદો નેં કાડ્યો.
33હેંનું અપમાન કરવા મ આયુ, અનેં હેંનેં કઇ નિયા નેં મળ્યો. હીની પીઢી ના બારા મ કુઇ નહેં વતાડેં સક્તું, કેંમકે હીની પીઢી વદવા પેલ હેંનેં માર દડવા મ આયો. 34તર ભુંવાજ્યે ફિલિપ્પુસ નેં પૂસ્યુ, “મેરબાની કરેંનેં મનેં ઇયુ વતાડ કે ભવિષ્યવક્તા ઇયુ કેંના બારા મ કે હે, પુંતાના બારા મ કે કઇનાક બીજા ના બારા મ?” 35તર ફિલિપ્પુસેં બુંલવું સલુ કર્યુ, એંનેં હેંને પવિત્ર શાસ્ત્ર ના હેંનાસ પાઠ થી લેંનેં હેંના માણસ નેં ઇસુ નો તાજો હમિસાર હમળાયો, અનેં હેંને ઇસુ ઇપેર વિશ્વાસ કર્યો. 36હેંનનેં રસ્તા મ જાતં-જાતં એક તળાવ મળ્યુ, તર ભુંવાજ્યે, ફિલિપ્પુસ નેં કેંદું, “ભાળ, આં તળાવ હુંદું હે, તે મનેં બક્તિસ્મ લેંવા મ હું વાંદો હે.” 37ફિલિપ્પુસેં કેંદું, “અગર તું પૂરા મન થી વિશ્વાસ કરે હે, તે બક્તિસ્મ લેં સકે હે.” હેંને જવાબ આલ્યો, “હૂં વિશ્વાસ કરું હે કે ઇસુ મસીહેંસ પરમેશ્વર નો બેંટો હે.” 38તર હેંને તાં રથ ઇબો રખાડ્યો, અનેં વેયા બે જણા રથ ઇપેર થી ઉતરેંનેં તળાવ મ જ્યા, અનેં ફિલિપ્પુસેં હેંનેં બક્તિસ્મ આલ્યુ. 39ઝર વેયા તળાવ મહા નકળેંનેં બારતં આયા, તે પ્રભુ નો આત્મા ફિલિપ્પુસ નેં ઉઠાવ લેંજ્યો, અનેં ભુંવાજ્યા નેં પાસો વેયો ભાળવા નેં જડ્યો, તર વેયો પુંતાના દેશ પાસો જાવા મંડ્યો, અનેં એંમ કરેંનેં ઘણો ખુશ થાયો કે પરમેશ્વરેં મનેં બસાવ લેંદો હે. 40પ્રભુ ના આત્માવેં ફિલિપ્પુસ નેં અશ્દોદ સેર મ લાવેંનેં મિલ્યો. અનેં ઝર તક વેયો કેસરિયા પરદેશ મ નેં પૂગ્યો, તર તક સેરોં-સેર અનેં ગામેં-ગામ તાજો હમિસાર હમળાવતો જ્યો.

Tõsta esile

Share

Kopeeri

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in