YouVersioni logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 6

6
હાત સેંવકં નેં પસંદ કરવા
1હેંનં દાડં મ ઝર સેંલં નો આકડો વદવા મંડ્યો, તર યૂનાની ભાષા બુંલવા વાળા યહૂદી સેંલા ઈબ્રાનિ ભાષા બુંલવા વાળં યહૂદી સેંલં ઇપેર ગંગણવા લાગ્યા, કે દર-રુંજ ના વટવારા મ હમારી રાંડી બાજ્ય નેં ટાળ દેંવા મ આવે હે. 2તર હેંનં પસંદ કરેંલં બાર સેંલંવેં યરુશલેમ સેર ન બીજં વિશ્વાસી મનખં નેં એંનં કન બુંલાવેંનેં કેંદું, “હમારે પરમેશ્વર નું વસન હિકાડવું સુંડેંનેં ખવાડવા-પીવાડવા ની સેવા મ રેંવું ઠીક નહેં. 3એંતરે હે ભાજ્યોં, તમારી મહા હાત માનિતા માણસ ઝી પવિત્ર આત્મા અનેં બુદ્ધિ થી ભરપૂર વેહ, હેંનનેં પસંદ કર લો, કે હમું હેંનનેં હેંના કામ હારુ નીમન્યે. 4પુંણ હમું તે પ્રાર્થના મ, વસન ના પરસાર મ અનેં શિક્ષણ આલવા મ લાગેંલા રેંહું.” 5ઇયે વાત આખી મંડલી વાળં નેં અસલ લાગી, અનેં હેંનવેં સ્તિફનુસ નામ ના એક માણસ નેં ઝી વિશ્વાસ અનેં પવિત્ર આત્મા થી ભરપૂર હેંતો, અનેં ફિલિપ્પુસ, પ્રખુરુસ, નીકાનોર, તીમોન, પરમિનાસ અનેં અંતાકિયા સેર ના રેંવાસી નીકુલાઉસ નેં ઝી યહૂદી ધરમ મ આવે જ્યો હેંતો, પસંદ કર લેંદા. 6અનેં હેંનનેં પસંદ કરેંલં બાર સેંલંનેં હામેં લાયા, અનેં હેંનવેં પ્રાર્થના કરેંનેં વેયુ કામ કરવા હારુ નિઇમા. 7પરમેશ્વર નું વસન ફેલાતું જ્યુ અનેં યરુશલેમ સેર મ સેંલં ની ગણતરી વદતી ગઈ, અનેં ઘણાક યહૂદી યાજકંવેં હુંદો ઇસુ મસીહ મ વિશ્વાસ ના એંના પરસાર નેં ગરહણ કર્યો.
સ્તિફનુસ નેં હાવો
8સ્તિફનુસ અનુગ્રહ અનેં સામ્રત થી ભરપૂર થાએંનેં મનખં મ મુંટં-મુંટં ગજબ ન કામં અનેં સમત્કાર વતાડેં કરતો હેંતો. 9પુંણ અમુક મનખંવેં સ્તિફનુસ નો વિરોધ કર્યો, વેય હેંના ગિરજા ન મનખં હેંતં ઝી ગુલામી મહં સુટીલં કેંવાતં હેંતં, વેય મનખં કુરેન અનેં સિકંદરિયા સેરં થી અનેં એશિયા ઇલાકા અનેં કિલિકિયા પરદેશં ન હુંદં હેંતં. ઇય મનખં સ્તિફનુસ હાતેં બુંલા-બાલી કરવા મંડ્ય. 10પુંણ હેંને ઝી કઇ કેંદું, વેય હેંનો કઇ જવાબ નેં આલેં સક્ય, કેંમકે પવિત્ર આત્માવેં સ્તિફનુસ નેં બુદ્ધિમાની થી બુંલવા હારુ મદદ કરી. 11તર હેંનવેં અમુક મનખં નેં સ્તિફનુસ ના બારા મ ઝૂઠ બુંલવા હારુ સુહી સડાય કે, “હમવેં એંનેં મૂસા અનેં પરમેશ્વર ના વિરુધ મ નિંદા કરતં હામળ્યુ હે.” 12હેંનવેં સ્તિફનુસ ના વિરુધ મ મનખં નેં, વડીલં નેં અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળં નેં સુહી સડાય, અનેં હેંનવેં આવેંનેં સ્તિફનુસ નેં હાએં લેંદો અનેં મુટી સભા નેં હામેં લેંજ્ય. 13તાં હેંનવેં ઝૂઠા ગવાહ હઝર કર્યા, હેંનવેં સ્તિફનુસ ઇપેર ઝૂઠા ગુંના લગાડ્યા, અનેં હેંનવેં કેંદું, “ઇયો માણસ એંના પવિત્ર મંદિર અનેં મૂસા ના નિયમ ના વિરુધ મ હમેશા બુંલેં કરે હે. 14કેંમકે હમવેં એંનેં એંમ કેંતં હામળ્યુ હે, કે ઇયો નાજરત ગામ નો ઇસુ એંના મંદિર નેં પાડ દેંહે, અનેં હેંનં રિતી-રિવાજં નેં બદલેં નાખહે ઝી મૂસે આપનેં હુઇપા હે.” 15તર બદ્દ મનખંવેં ઝી મુટી સભા મ બેંઠં હેંતં, હેંનેં એક નજરેં ભાળેં રિય તે હેંનું મોડું હરગદૂત જેંમ ભભળતું હેંતું.

Tõsta esile

Share

Kopeeri

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in