YouVersioni logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 10

10
કુરનેલિયુસ દુવારા પતરસ નેં બુંલાવવો
1કેસરિયા પરદેશ મ કુરનેલિયુસ નામ નો એક માણસ રેંતો હેંતો, ઝી ઇતાલિયાની નામ ની હો સેનિકં ના દલ નો અધિકારી હેંતો. 2વેયો અનેં હેંનો આખો પરિવાર પરમેશ્વર ની ભક્તિ કરતો હેંતો, અનેં પરમેશ્વર ની બીક રાખતો હેંતો, અનેં વેયો ગરિબ યહૂદી મનખં નેં ઘણું દાન આલતો, અનેં લગધર્યો પરમેશ્વર નેં પ્રાર્થના કરેં કરતો હેંતો. 3એક દાડે બફોર ના લગ-ભગ તાંણેંક વાગ્યે, હેંને એક દર્શન મ સાફ-સાફ ભાળ્યુ, કે પરમેશ્વર ને એક હરગદૂતેં હેંનેં કન મએં આવેંનેં કેંદું, “હે કુરનેલિયુસ.” 4તર હેંને હેંના હરગદૂત નેં ભાળેંનેં સમકતે જાએંનેં કેંદું, “હે ગરુ, હું હે?” હરગદૂતેં હેંનેં કેંદું, “તારી પ્રાર્થના અનેં તારું દાન ઇયાદગિરી હારુ પરમેશ્વર કનેં પોત્ય હે. 5અનેં હાવુ યાફા સેર મ, માણસં નેં મુંકલેંનેં શમોન નેં ઝી પતરસ કેંવાએ હે, બુંલાવ લે. 6વેયો સામડા નો વેપાર કરવા વાળા શમોન ને ઘેર રેં રિયો હે, ઝેંનું ઘેર દરજ્યા ની ધેડેં હે.” 7ઝર વેયો હરગદૂત, ઝેંને હેંનેં હાતેં વાતેં કરજ્યી હીતી જાતોરિયો, તે હેંને બે નોકર, અનેં ઝી હેંનેં કન હમેશા હઝર રેં કરતા હેંતા, હેંનં મના એક પરમેશ્વર ની ભક્તિ કરવા વાળા સેનિક નેં બુંલાયો, 8અનેં હેંનનેં બદ્દી વાતેં વતાડેંનેં યાફા સેર મ પતરસ નેં બુંલાવા હારુ મુંકલ્યા.
પતરસ નું દર્શન
9બીજે દાડે લગ-ભગ બફોર ના ટાએંમ મ ઝર વેયા તાંણ માણસ સાલતા-સાલતા સેર નેં નજીક પોત્યા. હેંનેસ ટાએંમેં પતરસ ઢાભા ઇપેર પ્રાર્થના કરવા હારુ સડ્યો. 10તર હેંનેં ભુખ લાગી અનેં કઇક ખાવા સાહતો હેંતો. હેંના ઘેર વાળ ખાવાનું બણાવેંસ રિય હેંતં, હેંતરા મ પતરસેં એક દર્શન ભાળ્યુ. 11અનેં હેંને એંમ ભાળ્યુ કે આકાશ ખોલાએં જ્યુ, અનેં એક મુટી સાદેર જીવી કઇક વસ્તુ સ્યાર ખુંણં થી લબડાવેંલું, ધરતી મએં નિસં ઉતરી રિયુ હે. 12ઝેંનેં મ ધરતી ઇપેર ન બદ્દી પરકાર ન સ્યાર પોગેં સાલવા વાળં અનેં પેંટેં ધહેંડાવા વાળં જનાવરં અનેં આકાશ મ ઉડવા વાળં જનાવરં હેંતં. 13અનેં એક ઇવી વાણી હમળાઈ, “હે પતરસ ઉઠ, અનેં હેંનેં મારેંનેં ખા.” 14પુંણ પતરસેં કેંદું, “ના પ્રભુ, કેંરં યે નેં ખું, કેંમકે મેંહ કેંરં યે કઇ અપવિત્ર કે અબડસણ વાળી વસ્તુ નહેં ખાદી.” 15ફેંર બીજી વાર હેંનેં વાણી હમળાઈ, “ઝી કઇ પરમેશ્વરેં શુદ્ધ કર દીદી હે, હેંનેં તું અબડસણ વાળી વસ્તુ નહેં કે.” 16તાંણ વાર એંવુંસ થાયુ, તર તરત વેયે મુટી સાદેર જીવી વસ્તુ આકાશ મ ઉઠાવ લેંવા મ આવી.
17ઝર પતરસ પુંતાના મન મ વિસાર કરેં રિયો હેંતો, કે ઇયુ દર્શન ઝી મેંહ ભાળ્યુ હું થાએં સકે હે. તર વેયા માણસ ઝેંનનેં કુરનેલિયુસેં મુંકલ્યા હેંતા, શમોન ના ઘેર નું પતો લગાડેંનેં બાએંણે આવેં પોત્યા. 18અનેં હાદેંકેંનેં પૂસવા મંડ્યા, “શમોન ઝી પતરસ કેંવાએ હે, હું વેયો આં રુંકાએંલો હે?” 19પતરસ હેંના દર્શન ઇપેર વિસાર કરેંસ રિયો હેંતો, કે પવિત્ર આત્માવેં હેંનેં કેંદું, “ભાળ, તાંણ માણસ તનેં જુંવે રિયા હે. 20એંતરે હારુ ઉઠેંનેં નિસં જા, અનેં કઇ શંકા કર્યા વગર હેંનનેં હાતેં જા, કેંમકે મેંસ હેંનનેં મુંકલ્યા હે.” 21તર પતરસેં નિસં ઉતરેંનેં હેંનં માણસં નેં કેંદું, “હામળો, તમું ઝેંનેં જુંવો હે વેયો હૂંસ હે, તમારે આવવા નું હું કારણ હે?” 22હેંનવેં કેંદું, “હો સેનિકં નો અધિકારી કુરનેલિયુસેં હમનેં મુંકલ્યા હે, વેયો ધર્મી અનેં પરમેશ્વર ની બીક રાખવા વાળો અનેં આખી યહૂદી જાતિ મ માનિતો માણસ હે, હેંનેં એક પવિત્ર હરગદૂત થી અગવાઈ મળી હે, કે તનેં પુંતાને ઘેર બુંલાવેંનેં તારી થી પરમેશ્વર નું વસન હામળે.”
કુરનેલિયુસ ને ઘેર પતરસ
23તર પતરસેં હેંનનેં મએં બુંલાવેંનેં હેંનનેં પરુંણા કર્યા. બીજે દાડે પતરસ હેંનનેં હાતેં જ્યો, અનેં યાફા સેર ના અમુક વિશ્વાસી ભાઈ હેંનેં હાતેં જ્યા. 24તીજે દાડે વેયા કેસરિયા પરદેશ મ પોત્યા, અનેં કુરનેલિયુસ પુંતાનં કુટુમ ન મનખં અનેં હેંનં ભાઈબંદં નેં ભેંગં કરેંનેં હેંનની વાટ જુંએં રિયો હેંતો. 25ઝર પતરસ મએં આવેં રિયો હેંતો, તે કુરનેલિયુસ પતરસ નેં મળ્યો, અનેં નમેંનેં હેંનેં પોગેં લાગ્યો. 26પુંણ પતરસેં હેંનેં એંમ કેંનેં ઉઠાડ્યો, “ઇબો થા, હૂં હુંદો તે માણસેંસ હે.” 27અનેં હેંનેં હાતેં વાત-સિત કરતો જાએંનેં મએં જ્યો, તાં ઘણં બદં મનખં નેં ભેંગં થાએંલં ભાળેંનેં, 28પતરસેં હેંનનેં કેંદું, “તમું જાણો હે, કે બીજી જાતિ ન મનખં હાતેં સંગતિ કરવી, કે હેંનનેં તાં જાવું હમારં યહૂદી નિયમં ના વિરુધ મ હે, પુંણ પરમેશ્વરેં મનેં વતાડ્યુ હે, કે કઇના યે મનખ નેં અપવિત્ર કે અબડસણ વાળું નહેં કે. 29એંતરે હારુ ઝર મનેં બુંલાવવા મ આયો, તે હૂં કઇ શક કર્યા વગર આવતો રિયો, હાવુ હૂં પૂસુ હે કે, મનેં કઇના કામ હારુ બુંલાવવા મ આયો હે?”
30કુરનેલિયુસેં કેંદું, સ્યાર દાડં પેલ, એંનેસ ટાએંમેં હૂં મારા ઘેર મ બફોર ના લગ-ભગ તાંણ વાગ્યે પ્રાર્થના કરેં રિયો હેંતો, તર એક માણસ કકલતં સિસરં પેરેંલો, મારી હામો આવેંનેં ઇબોરેંજ્યો. 31અનેં કેંવા મંડ્યો, “હે કુરનેલિયુસ, તારી પ્રાર્થના હામળેં લેંવા મ આવી હે, અનેં તારું દાન ઇયાદગિરી હારુ પરમેશ્વર કનેં પોત્યુ હે. 32એંતરે હારુ કેંનેંક નેં યાફા સેર મુંકલેંનેં શમોન નેં ઝી પતરસ કેંવાએ હે બુંલાવ લે. વેયો સામડા નો વેપાર કરવા વાળા શમોન ને ઘેર રેં રિયો હે, ઝેંનું ઘેર દરજ્યા ની ધેડેં હે.” 33તર મેંહ તરત તનેં લેંવા હારુ તારી કન માણસ મુંકલ્યા. અનેં તેં તાજું કર્યુ કે આં આવેંજ્યો. હાવુ હમું બદ્દ આં એંતરે હારુ ભેંગં થાએંલં હે કે તારી થકી વેયુ બદ્દું હામળજ્યે, ઝી કઇ પરમેશ્વરેં તનેં કેંદું હે.
પતરસ નું ભાષણ
34તર પતરસેં કેંદું, “હાવુ મનેં પાક્કું હમજ મ આયુ કે પરમેશ્વર કેંનો યે ભેદ-ભાવ નહેં કરતો, 35પુંણ દરેક જાતિ ન મનખં મ ઝી હીની બીક રાખે હે અનેં પરમેશ્વર ની મરજી પરમણે કામં કરે હે, હેંનનેં માને હે. 36ઝી વસન પરમેશ્વરેં હમારી વાળં ઇસરાએંલ ન મનખં કનેં મુંકલ્યુ, ઝર કે હેંને ઇસુ મસીહ દુવારા શાંતિ નો તાજો હમિસાર હમળાયો, ઝી બદ્દનો પ્રભુ હે.” 37તમું એંના બણાવ ના બારા મ જાણો હે, ઝી યૂહન્ના ના બક્તિસ્મ ના પરસાર નેં પસી ગલીલ પરદેશ થી સરુ થાએંનેં આખા યહૂદિયા પરદેશ મ ફેલાએંજ્યુ. 38પરમેશ્વરેં કીવી રિતી થી નાજરત ગામ ના ઇસુ નેં પવિત્ર આત્મા અનેં સામ્રત થી અભિષેક કર્યો, વેયો ભલાઈ કરતો અનેં શેતાન ન વિતાડેંલં મનખં નેં અસલ કરતો ફર્યો, કેંમકે પરમેશ્વર હેંનેં હાતેં હેંતો. 39અનેં હમું હેંનં બદ્દ કામં ના ગવાહ હે, ઝી હેંને યરુશલેમ સેર મ અનેં યહૂદી મનખં ના ઇલાકા મ કર્ય. હેંનાસ ઇસુ નેં યહૂદી મનખં ન અગુવએં ક્રૂસ ઇપેર સડાવેંનેં માર દડ્યો. 40પુંણ હેંનેં પરમેશ્વરેં તીજે દાડે મરેંલં મહો પાસો જીવતો કર દેંદો અનેં મનખં નેં સાફ રિતી થી ભાળવા હુંદો મળ્યો. 41બદ્દ મનખં નેં નહેં પુંણ હેંનં ગવાહ નેં ઝેંનનેં પરમેશ્વરેં પેલ થીસ પસંદ કર લેંદા હેંતા એંતરે હમનેં, અનેં ઝેંનવેં હેંનેં મરેંલં મહો પાસો જીવતો થાવા પસી હેંનેં હાતેં ખાદું-પીદુ. 42અનેં હેંને હમનેં આજ્ઞા આલી કે બદ્દ મનખં મ પરસાર કરો અનેં ગવાહી આલો, કે ઇસુ વેયોસ હે ઝેંનેં પરમેશ્વરેં જીવતં અનેં મરેંલં મનખં નો નિયા કરવા વાળો ઠરાયો. 43બદ્દા ભવિષ્યવક્તા હીની ગવાહી આલે હે કે, ઝી કુઇ હેંનેં ઇપેર વિશ્વાસ કરહે, હેંનેં હેંના નામ દુવારા પાપં ની માફી મળહે.
પવિત્ર આત્મા નું ઉતરવું
44પતરસ ઇયે વાતેં કેંસ રિયો હેંતો, કે વસન હામળવા વાળં બદ્દ મનખં ઇપેર પવિત્ર આત્મા ઉતરેં આયો. 45અનેં યાફા સેર થી ઝેંતરા યહૂદી વિશ્વાસી ભાઈ પતરસ નેં હાતેં આવેંલા હેંતા, વેયા બદ્દા વિસાર કરતા થાએંજ્યા કે બીજી જાતિ વાળં મનખં ઇપેર હુંદો પવિત્ર આત્મા ઉતર્યો હે. 46કેંમકે હેંનવેં હેંનં મનખં નેં અલગ-અલગ ભાષા મ બુંલતં અનેં પરમેશ્વર નેં મોંટાઈ કરતં હામળ્યુ. 47તર પતરસેં કેંદું, “એંનં મનખંવેં આપડી જુંગ પરમેશ્વર ની તરફ થી પવિત્ર આત્મા મેંળવ્યો હે, તે હાવુ કુઇ યે એંનનેં પાણેં થી બક્તિસ્મ લેંવા થી રુંકેં નહેં સક્તું.” 48અનેં પતરસેં આજ્ઞા આલી કે એંનનેં ઇસુ મસીહ ના નામ થી બક્તિસ્મ આલવા મ આવે. હેંનેં પસી મનખંવેં પતરસ નેં અરજ કરી કે વેયો થુંડાક દાડા હઝુ હેંનનેં હાતેં રે. એંતરે હારુ વેયા થુંડક દાડં હારુ તાં રુંકાયા.

Tõsta esile

Share

Kopeeri

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in