YouVersion Logo
Search Icon

યોહાન 10

10
ઘેટા અને ઘેટાપાળક
1હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય કમાડમાંથી થયને ઘેટાના વાડામાં ઘરતો નથી, પણ બીજી બાજુથી સડીને આવે છે, ઈ સોર કે લુટારો છે. 2પણ ઘેટાને સરાવનારો કમાડેથી અંદર ઘરે છે. 3અને એના હાટુ રખેવાળ કમાડ ખોલી દેય છે, અને ઘેટાઓ એની અવાજને ઓળખી લય છે, અને ઈ પોતાના ઘેટાને નામ લયને બોલાવે છે, અને તેઓને બારે લય જાય છે. 4અને પોતાના બધાય ઘેટાને બારે કાઢી લીધા પછી, સરાવનારો આગળ આગળ હાંકે છે, અને ઘેટા એની વાહે-વાહે જાય છે કેમ કે, તેઓ એનો અવાજ ઓળખી જાય છે, 5તેઓ કોય અજાણ્યા વાહે નય જાય, પણ એનાથી આઘા ભાગે છે કેમ કે, તેઓ અજાણ્યા અવાજને નથી ઓળખતા. 6ઈસુએ લોકોને ઈ દાખલો બતાવ્યો, પણ તેઓ હમજા નય કે, એનો કેવાનો શું અરથ હતું.
ઈસુ હારો ઘેટાપાળક છે
7તઈ ઈસુએ તેઓને પાછુ કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, ઘેટાઓનુ કમાડ હું છું, 8જેટલા મારી પેલા આવ્યા, ઈ બધાય સોર અને લુટારા છે, પણ મારા ઘેટાએ એના અવાજને નો હાંભળ્યો. 9બાયણુ હું છું, મારી દ્વારા અંદર આવનારાઓને તારણ આપશે, અને તેઓ અંદર બારે આવ જાવ કરે, અને ખાવા હાટુ નીણ મળશે. 10સોર ખાલી સોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા હાટુ આવે છે. પણ હું ઈ હાટુ આવ્યો છું કે, તેઓ જીવન મેળવે અને ભરપૂર જીવન પામે. 11હારો સરાવનારો હું છું, હારો સરાવનારો પોતાના ઘેટા હાટુ જીવ દય દેય છે. 12પગાર ઉપર રાખેલો મજુર, જ્યાં નાયડો આવતાં જોયો, તો ઈ ઘેટાને મુકીને ભાગી જાહે કેમ કે, ઈ તેઓને સરાવનારો નથી. અને ઘેટાઓ એના નથી. અને ઈ નાયડો ઘેટાઓને પકડવા હાટુ ભાગે છે, અને ઈ તેઓને વેર વિખેરી નાખે છે. 13ઈ હાટુ ભાગી જાયી છે કેમ કે, ઈ મજુર છે, અને એને ઘેટાઓની ઉપાદી નથી. 14-15હારો સરાવનારો હું છું અને પોતાના ઘેટાને ઓળખું છું અને મારા પોતાના ઘેટા મને ઓળખે છે એવી જ રીતે બાપ મને ઓળખે છે અને હું બાપને ઓળખું છું, અને હું મારા ઘેટાઓની હાટુ મારો જીવ આપું છું 16મારા બીજા પણ ઘેટા જે મારા આ ઘેટાના વાડાના નથી, મારે તેઓને પણ લાવવા જરૂરી છે, તેઓ મારો હાક હાંભળીને ઓળખી લેહે. તઈ એક જ ટોળું થાહે, અને એક જ સરાવનારો થાહે. 17“બાપ મને ઈ હાટુ પ્રેમ કરે છે કે, હું મારો જીવ આપું છું કે, એને પાછો મેળવી લવ.” 18કોય પણ મારો જીવ મારી પાહેથી લય હકતો નથી, પણ હું મારી મરજીથી એને આપું છું મને એને આપવાનો અધિકાર છે, અને પાછો લય લેવાનો પણ અધિકાર છે. કેમ કે, આ ઈજ આજ્ઞા છે જે મને મારા બાપ પાહેથી મળી છે.
19આ બધીય વાતોના કારણે યહુદી લોકોમા પાછા ભાગલા પડયા. 20તેઓમાંથી ઘણાય કેવા લાગ્યા કે, “એનામા મેલી આત્મા છે, અને ઈ ગાંડો છે, એની વાત હાંભળવી નય.” 21કોય બીજા માણસોએ કીધું કે, “જેમાં મેલી આત્મા છે, ઈ માણસ આવી વાતો કરી હકતો નથી, અને એક મેલી આત્મા ક્યારેય પણ આંધળા માણસને જોતો કરી હકતો નથી.”
ઈસુનો અસ્વીકાર
22ઈ દિવસોમાં યરુશાલેમ શહેરમાં મંદિરને પ્રતિષ્ઠાને યાદ કરવાનો તેવાર હતો, અને શિયાળાનો વખત હતો. 23ઈસુ મંદિરમાં સુલેમાનના ફળીયામાં આટા મારતો હતો. 24તઈ યહુદી લોકોના આગેવાનોએ આવીને એને ઘેરી લીધો અને પુછયું કે, “તુ અમને ક્યા હુધી વેમમાં રાખય? જો તુ મસીહ છો, તો અમને હાસે હાસુ કય દે.” 25ઈસુએ તેઓને જવાબ દીધો કે, “મે તમને કય દીધુ, પણ તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતા. જે કામ હું મારા બાપના અધિકારથી કરું છું, ઈજ મારી વિષે સાક્ષી દેય છે. 26પણ તમે ઈ હાટુ વિશ્વાસ નથી કરતાં કેમ કે, તમે મારા ઘેટાઓમાંથી નથી. 27મારા ઘેટા મારો હાદ હાંભળે છે, અને હું તેઓને ઓળખું છું, અને તેઓ મારા ચેલાઓ બને. 28અને હું તેઓને અનંતકાળનું જીવન આપું છું તેઓ ક્યારેય મરશે નય, અને તેઓને કોય પણ મારી પાહેથી આસકી નય હકે. 29જેઓને મારા બાપે મને તેઓને આપ્યા છે, ઈ બધાયથી મોટો છે, અને કોય તેઓના બાપની પાહેથી આચકી નથી હકતા. 30મારો બાપ અને હું એક છયી.”
31યહુદી લોકોના આગેવાનોએ, ઈસુને મારવા હાટુ બીજીવાર પાણા લીધા. 32ઈ કારણે ઈસુએ તેઓને કીધું કે, “મે મારા બાપ પાહેથી, તમારી હામે બોવ હારા કામો કરયા છે, એમાંથી ક્યા કામ હાટુ તમે મને પાણા મારો છો?” 33યહુદી લોકોના આગેવાનોએ એને જવાબ દીધો કે, “કોય પણ હારા કામોના કારણે અમે તારી ઉપર પાણા નથી મારતા, પણ ઈ હાટુ કે તુ પરમેશ્વરની નિંદા કરે છે, અને ઈ હાટુ કે, તુ માણસ થયને પણ પોતાની જાતને પરમેશ્વર માંને છે.” 34ઈસુએ એને પુછયું કે, “શું તમારા શાસ્ત્રમાં નથી લખ્યું કે, મે કીધું તમે દેવ છો? 35આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કેય છે ઈ હાસુ છે, જેને પરમેશ્વરનાં વચન આપવામાં આવ્યું, જો પરમેશ્વરે તેઓને દેવ કીધા. 36તો શું તમે એને આમ કયો છો જેને બાપે પવિત્ર ઠેરાવીને જગતમાં મોકલ્યો છે, તમે નિંદા કરો છો; કેમ કે, મે કીધું કે, હું પરમેશ્વરનો દીકરો છું; 37જો હું મારા બાપનું કામ નથી કરતો, તો તમે મારી ઉપર વિશ્વાસ નો કરો. 38પણ જો હું ઈ કામ કરું છું, તો ભલે મારી ઉપર વિશ્વાસ નો કરો, પણ ઈ કામ ઉપર વિશ્વાસ કરો, અને તમે જાણો અને હંમજો કે, બાપ મારામાં રેય છે, અને હું બાપમાં રવ છું” 39તઈ તેઓએ ફરીથી એને પકડવાની કોશિશ કરી, પણ ઈ તેઓથી છેટો વયો ગયો.
40પછી ઈસુ યર્દન નદીને ઓલે કાઠે ગયો. જ્યાં યોહાન જળદીક્ષા આપતો હતો. અને ઈ ન્યા જ રયો. 41અને ઘણાય લોકોએ એની પાહે આવીને તેઓને કીધું કે, “યોહાને તો ક્યારેય સમત્કારો કરયા નથી પણ એણે આ માણસ વિષે જે કાય કીધું હતું ઈ હાસુ છે.” 42અને ન્યા ઘણાય લોકોએ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.

Currently Selected:

યોહાન 10: KXPNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in