માર્ક 6:34
માર્ક 6:34 GASNT
ઝર ઇસુ નાવ મહો ઉતર્યો તે એક મુંટો મનખં નો ટુંળો ભાળ્યો, તર હેંનેં હેંનં મનખં ઇપેર દયા આવી. કેંમકે હેંનં કનેં કુઇ એંવો માણસ નેં હેંતો ઝી ઠીક થકી હેંનની અગવાઈ કરેં સકે, વેય ગુંવાળ વગર ન ઘેંઠં નેં જેંમ હેંતં, તર વેયો હેંનનેં પરમેશ્વર ના રાજ ના બારા મ ઘણી બદી વાતેં હિકાડવા મંડ્યો.