YouVersion Logo
Search Icon

મત્તિ 27

27
પિલાતુસ નેં હામેં ઇસુ
(મર. 15:1; લુક. 23:1-2; યૂહ. 18:28-32)
1ઝર હવેંર થાઈ તે બદ્દા મુખી યાજક અનેં યહૂદી મનખં ના અગુવએં ઇસુ નેં માર દડવાનો હુંપ કર્યો. 2હેંનવેં ઇસુ નેં બાંદ્યો અનેં પિલાતુસ રાજપાલ ના હાથ મ હુંપેં દેંદો.
યહૂદા ઈસ્કરિયોતી નું ગળવા ખાવું
(પ્રેરિ. 1:18-19)
3ઝર ઇસુ નેં હવાડવા વાળા યહૂદા નેં ખબર લાગી કે ઇસુ નેં ગુંનેગાર ગણવા મ આયો હે, તે વેયો પસતાયો અનેં વેયા તરી સાંદી ના સિક્કા મુખી યાજકં અનેં અગુવં કનેં લેંનેં જ્યો. 4અનેં હેંનનેં કેંદું, “મેંહ ગુંના વગર ના માણસ નેં હાતેં દગો કરેંનેં પાપ કર્યો હે.” હેંનવેં કેંદું, “હમારે હેંનેં થી કઇ લેંવું-દેંવું નહેં? હેંનેં હારુ તુંસ જવાબદાર.” 5તર હેંને હેંનં સિક્કં નેં મંદિર ના આંગણા મ ફેંકેં દેંદા, અનેં બારતં જાએંનેં પુંતે ફાંસી ખાએં લીદી.
6મુખી યાજકંવેં હેંનં સિક્કં નેં લેં જાએંનેં કેંદું, “આપડા નિયમ ને પરમણે એંનેં મંદિર ના ખજાના મ મેંલવું ઠીક નહેં, કેંમકે આ કેંનેંક નેં માર દડવા હારુ આલીલી કિમત હે.” 7હાં નેં હેંનવેં એક-બીજા થી સરસા કરેંનેં, હેંનં સિક્કં થી બીજા દેશ વાળં નેં ડાટવા હારુ કુંમાર નું એક ખેંતર વેંસાતું લેં લેંદું. 8એંને લેંદે વેયુ ખેંતર આજ તક લુઈ નું ખેંતર કેંવાએ હે. 9તર ઝી વસન યિર્મિયાહ ભવિષ્યવક્તા દુવારા પરમેશ્વરેં કેંદું હેંતું, વેયુ પૂરુ થાયુ. “હેંનવેં હેંનં તરી સાંદી ન સિક્કં નેં ઝી ઇસરાએંલ ન મનખંવેં હેંનેં હારુ કિમત નકી કરી હીતી લેં લેંદા. 10અનેં ઝેંમ પ્રભુવેં મનેં આજ્ઞા આલી હીતી, વેમેંસ હેંનવેં વેયા સિક્કા કુંમાર નું ખેંતર લેંવા હારુ કામ મ લેંદા.”
પિલાતુસ ના સવાલ
(મર. 15:2-5; લુક. 23:3-5; યૂહ. 18:33-38)
11ઝર ઇસુ રાજપાલ નેં હામેં ઇબો હેંતો તે હેંને ઇસુ નેં પૂસ્યુ, “હું તું યહૂદી મનખં નો રાજા હે?” ઇસુવેં હેંનેં કેંદું, “તું પુંતેસ કેં રિયો હે.” 12ઝર મુખી યાજક અનેં અગુવા ઇસુ ઇપેર દોષ લગાડેં રિયા હેંતા, તે હેંને કઇસ જવાબ નેં આલ્યો. 13ઇયુ હામળેંનેં પિલાતુસેં ઇસુ નેં કેંદું, “હું તું નહેં હામળતો કે ઇય મનખં તારી ઇપેર કેંતરા દોષ મેંલે હે?” 14પુંણ ઇસુવેં હેંનેં એક વાત નો હુંદો જવાબ નેં આલ્યો, આં તક કે રાજપાલ નેં નવાઈ લાગી.
ઇસુ નેં મોત ની સજ્યા
(મર. 15:6-15; લુક. 23:13-25; યૂહ. 18:39-19:16)
15રાજપાલ ના રિતી-રિવાજ ને પરમણે ફસહ ના તેવાર મ મનખં હારુ કઇનાક એક બંદી નેં ઝેંનેં વેય સાહતં હેંતં, હેંનેં સુંડ દેંતો હેંતો. 16હેંને ટાએંમેં બરઅબ્બા નામ નો એક માણસ હેંતો, ઝી બીજં હુંમલો કરવા વાળં નેં હાતેં જેલ મ હેંતો. 17હાં નેં ઝર વેયા ભેંગા થાયા, તે પિલાતુસેં હેંનનેં કેંદું, “તમું કેંનેં સાહો હે કે હૂં તમારી હારુ સુંડ દું? બરઅબ્બા નેં, કે ઇસુ નેં ઝી મસીહ કેંવાએ હે?” 18કેંમકે વેયો જાણતો હેંતો કે હેંનવેં ઇસુ નેં બળતરા થી હવાડ્યો હે. 19ઝર પિલાતુસ નિયા કરવા ની રાજગદ્દી ઇપેર બેંઠેંલો હેંતો, તે હીની બજ્યેરેં હેંનેં કેં મુંકલ્યુ, કે “તું હેંના ધર્મી માણસ નો ગલત નિયા નેં કરતો વેહ, કેંમકે ગઈ રાતેં ઝી હામણું મેંહ ભાળ્યુ, હેંનેં મ મનેં ઘણી તખલી થાઈ હે.”
20મુખી યાજકંવેં અનેં યહૂદી મનખં ન અગુવએં ભીડ વાળં મનખં નેં સુહકાર્ય કે વેય બરઅબ્બા નેં માંગેં લે, અનેં ઇસુ નેં મરાવ દડે. 21રાજપાલેં હેંનનેં પૂસ્યુ, “એંનં બેય મનં કેંનેં સાહો હે, કે હૂં તમારી હારુ સુંડ દું?” હેંનવેં કેંદું, “બરઅબ્બા નેં.” 22પિલાતુસ રાજપાલેં હેંનનેં પૂસ્યુ, “ફેંર ઇસુ નેં, ઝી મસીહ કેંવાએ હે, હું કરું?” બદ્દવેં હેંનેં કેંદું, “હેંનેં ક્રૂસ ઇપેર સડાવ દો.” 23હાકીમેં કેંદું, “હુંકા, એંને હું ગુંનો કર્યો હે?” પુંણ વેય ફેંર વદાર સિસાએં-સિસાએં નેં કેંવા મંડ્ય “હેંનેં ક્રૂસ ઇપેર સડાવો, હેંનેં ક્રૂસ ઇપેર સડાવો.” 24ઝર પિલાતુસેં ભાળ્યુ કે મામલો હદરવા કરતં વદાર વગડતો જાએ હે, અનેં મનખં સિસાએં હે, તે હેંને પાણેં લેંનેં મનખં નેં હામેં પુંતાના હાથ એંમ કેંતે જાએંનેં ધુયા, કે “હૂં એંના ધર્મી માણસ નેં માર નાખેંનેં ગુંનેગાર થાવા નહેં માંગતો, તમુંસ ઇની મોત ન જવાબદાર હે.” 25તર મનખંવેં જવાબ આલ્યો, “હાઓ એંના માણસ ની મોત ની સજ્યા હમં ઇપેર અનેં હમારં બેંટા-બીટી ઇપેર આવે!” 26તર પિલાતુસેં બરઅબ્બા નેં હેંનં હારુ સુંડ દેંદો, અનેં ઇસુ નેં કોડા મરાવેંનેં ક્રૂસ ઇપેર સડાવા હારુ સેનિકં ના હાથ મ હુંપેં દેંદો.
સેનિક ઇસુ નો ઠઠ્ઠો કરે હે
(મર. 15:16-20; યૂહ. 19:2-3)
27રાજપાલ ન સપાજ્યવેં ઇસુ નેં મેલ ના આંગણા મ લેં જાએંનેં હેંનની ટુકડી હેંનેં સ્યારેં મેર ભીગી કરી. 28અનેં હેંનં સિસરં કાડેંનેં હેંનેં જાંબુડી રંગ નો ઝભ્ભો પેરાયો. 29અનેં કાટં નો મોંગટ વણેંનેં ઇસુ ના મુંણકા ઇપેર મેંલ્યો, અનેં હેંના જમણા હાથ મ એક પાતળી હુટી આલી અનેં હેંનેં અગ્યેડ ઢેંસુંણ માંડેંનેં એંમ કેં નેં હેંનો ઠઠ્ઠો કરવા મંડ્યા, “યહૂદી મનખં ના રાજા ની જે!” 30અનેં હેંનેં ઇપેર થુંક્યા, અનેં ફેંર વેયેસ પાતળી હુટી લેંનેં હેંના માથા ઇપેર વાવા મંડ્યા. 31ઝર વેયા ઇસુ નો ઠઠ્ઠો કરેં સુક્યા, તે વેયો ઝભ્ભો હેંનેં કનહો કાડેંનેં ફેંર હેંનસ સિસરં પેરાયં, અનેં ક્રૂસ ઇપેર સડાવા હારુ લેં જાવા મંડ્યા.
ઇસુ નેં ક્રૂસ ઇપેર સડાવવો
(મર. 15:21-32; લુક. 23:26-43; યૂહ. 19:17-27)
32ઝર વેયા સેર મહા બારતં જાએં રિયા હેંતા તે શમોન નામ નો એક માણસ મળ્યો ઝી કુરેન ગામ નો હેંતો, હેંનવેં હેંનેં એંમ નેંમ હાદો કે ઇસુ નો ક્રૂસ તુંકેંનેં લેં સાલે. 33અનેં સેનિક ઇસુ નેં હીની જગ્યા મ લેં જ્યા, ઝી ગુલગુત્તા કેંવાએ હે, ઝેંનો અરથ હે ખોપડી ની જગ્યા. 34હેંનવેં પિત્ત મળાવેંલો દરાક નો રસ ઇસુ નેં પીવા હારુ આલ્યો, પુંણ હેંને સાકેંનેં નેં પીદો. 35તર હેંનવેં ઇસુ નેં ક્રૂસ ઇપેર સડાયો, અનેં સિઠજ્યી નાખેંનેં ઇસુ ન સિસરં વાટેં લેંદં. 36અનેં વેંહાંસ બેંહેંનેં ઇસુ નેં ભાળેં રિયા. 37અનેં ગુંના નું કાગળ ઇસુ ના મુંણકા થી થુંડુંક ઇપેર સોટાડ્યુ, ઝેંનેં ઇપેર લખેંલું હેંતું, કે “ઇયો યહૂદી મનખં નો રાજા ઇસુ હે.” 38હેંનેસ ટાએંમેં હેંનેં હાતેં બે ડાકુવં નેં હુંદા ક્રૂસ ઇપેર સડાવા મ આયા હેંતા, એક નેં હીની જમણી બાજુ અનેં બીજો હીની ડાબી બાજુ હેંતો. 39આવવા-જાવા વાળં મુંણકં હલાવેં-હલાવેં નેં હેંનો ઠઠ્ઠો કરતં હેંતં. 40અનેં એંમ કેંતં હેંતં, “હે મંદિર નેં પાડવા વાળા અનેં તાંણ દાડં મ બણાવા વાળા, પુંતે-પુંતાનેં તે બસાવ! અગર તું પરમેશ્વર નો બેંટો હે, તે ક્રૂસ ઇપેર હો ઉતરેં આવ” 41ઇવીસ રિતી થી મુખી યાજક અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા અનેં અગુવા હુંદા ઠઠ્ઠો કરેં-કરેંનેં કેંતા હેંતા, 42એંને બીજંનેં બસાય, પુંણ પુંતાનેં નહેં બસાવેં સક્તો. આ તે ઇસરાએંલ દેશ નો રાજા હે, હાવુ ક્રૂસ ઇપેર હો ઉતરેં આવેં તે આપું હેંનેં ઇપેર વિશ્વાસ કરજ્યે. 43કેંમકે હેંને પરમેશ્વર ઇપેર ભરુંહો રાખ્યો હે; એંતરે હારુ અગર પરમેશ્વર એંનેં સાહે હે, તે હમણં આવેંનેં એંનેં બસાવ લે, કેંમકે એંને કેંદું, હેંતું, કે “હૂં પરમેશ્વર નો બેંટો હે.” 44ઇવીસ રિતી ડાકુ હુંદા ઝી ઇસુ નેં હાતેં ક્રૂસ ઇપેર સડાવેંલા હેંતા, ઇસુ ની નિંદા કરતા હેંતા.
ઇસુ નું મોત
(મર. 15:33-41; લુક. 23:44-49; યૂહ. 19:28-30)
45બફોર ના લગ-ભગ બાર વાગ્યા થી લેંનેં તાંણ વાગ્યા તક હેંના આખા દેશ મ ઇન્દારું થાએંલું રિયુ. 46લગ-ભગ દાડા ના તાંણેંક વાગ્યે, ઇસુવેં જુંર થી સિસાએં નેં કેંદું, “એલી, એલી, લમા શબક્તની?” ઝેંનો અરથ એંમ હે, “હે મારા પરમેશ્વર, હે મારા પરમેશ્વર, તેં મનેં હુંકા સુંડ દેંદો?” 47ઝી વેંહાં ઇબં હેંતં, હેંનં મહં કેંતરં મનખંવેં ઇયુ હામળેંનેં કેંદું, “વેયો તે એલિય્યાહ નેં બુંલાવે હે.” 48સેનિકં મનેં એકેં તરત દોડેંનેં, અનેં રુહ લેંનેં દરાક ના ખાટા રસ મ ડબુંળેંનેં, અનેં એક પાતળી હુટી ઇપેર પુંએં નેં ઇસુ નેં સુહાડ્યુ. 49બીજંવેં કેંદું, “ઇબા રો, ભાળજ્યે એલિય્યાહ હેંનેં બસાવવા હારુ આવે હે કે નહેં આવતો.” 50તર ઇસુવેં ફેંર જુંર થી સિસાએં નેં જીવ કાડ દડ્યો. 51અનેં ભાળો, વેયો મુંટો પડદો ઝી મંદિર મ ટાંગેંલો હેંતો, ઝી બદ્દ મનખં નેં પરમેશ્વર ની હાજરી મ ભરાવા થી રુંકતો હેંતો, ઇપેર થી નિસં તક ફાટેંનેં બે ટુકડા થાએંજ્યો. અનેં ધરતી ડુંલેં ગઈ અનેં ભડભેંટેં તેડાએં ગજ્યી. 52અનેં કબરેં ખોલાએં ગજ્યી, અનેં ઘણં બદં પરમેશ્વર ન પવિત્ર મનખં ઝી મરેંજ્ય હેંતં વેય પાસં જીવતં થાએંજ્ય. 53અનેં વેય, ઇસુ નેં મરેંલં મહો જીવતો થાવા પસી કબરં ની જગ્યા મહં નકળેંનેં યરુશલેમ સેર મ જ્ય, અનેં ઘણં બદં મનખં નેં વેય ભાળવા જડ્ય. 54તર યહૂદી મનખં ના અગુવા અનેં ઝી હેંનેં હાતેં-હાતેં ઇસુ ની રખવાળી કરેં રિયા હેંતા, ભુકમ અનેં ઝી કઇ વેંહાં થાયુ હેંતું, હેંનેં ભાળેંનેં જબર સમકેં જ્યા અનેં વેયા કેંવા મંડ્યા, “હાસેં હાસ ઇયો પરમેશ્વર નો બેંટો હેંતો!” 55વેંહાં ઘણી બદી બજ્યેરેં ઝી ગલીલ પરદેશ થી ઇસુ ની સેવા કરતી જાએંનેં હેંનેં હાતેં આવજ્યી હીતી, વેયે સિટી રેંનેં ઇયુ ભાળેં રેંજ્યી હીતી. 56હેંનં મ મગદલા ગામ ની મરિયમ અનેં યાકૂબ અનેં યોસેસ ની આઈ મરિયમ, અનેં જબ્દી ન સુંરં ની આઈ હીતી.
ઇસુ નેં ડાટવું
(મર. 15:42-47; લુક. 23:50-56; યૂહ. 19:38-42)
57ઝર હાંજ પડી તે યૂસુફ નામ નો અરિમતિયા ગામ નો એક ધનવાન માણસ, ઝી પુંતે ઇસુ નો સેંલો હેંતો, વેંહાં આયો. 58અનેં હેંને પિલાતુસ કનેં જાએંનેં ઇસુ ની લાશ માંગી, એંનેં ઇપેર પિલાતુસેં લાશ લેં જાવા ની આજ્ઞા આલી. 59યૂસુફેં લાશ લેંનેં, હેંનેં નવી ધોળી સાદેર મ ફુતી, 60અનેં હીની લાશ નેં પુંતાની નવી કબર મ મિલી, ઝી હેંને ભડભેટ મ કુંરાવી હીતી, અનેં કબર ના બાએંણા ઇપેર મુંટો ભાઠો ગગડાવેંનેં પુંતાનેં ઘેર જાતોરિયો. 61મગદલા ગામ ની રેંવાસી મરિયમ અનેં બીજી મરિયમ વેંહાં કબર નેં હામેં બીઠીલજ્યી હીતી.
ઇસુ ની કબર ની સોકીદારી
62બીજે દાડે ઝી આરમ નો દાડો હેંતો, મુખી યાજક અનેં ફરિસી ટુંળા ન મનખંવેં પિલાતુસ કનેં ભેંગં થાએંનેં કેંદું, 63હે માલિક, હમનેં ઇયાદ હે, કે હેંને ઝૂઠે માણસેં ઝર વેયો જીવતો હેંતો, તર કેંદું હેંતું, કે “હૂં તાંણ દાડં પસી જીવતો થાએં જએં.” 64એંતરે હારુ અમુક સેનિકં નેં આજ્ઞા આલ, કે વેયા તીજા દાડા તક રખવાળી કરે, અગર તું હેંમ નેં કરે તે, હેંના સેંલા આવેંનેં, લાશ સુંર લેં જાહે અનેં મનખં મ હુકવા ઉડાડ દેંહે, કે વેયો મરેંલં મહો પાસો જીવતો થાએંજ્યો હે. “ઇયે ગલતી પેલ કરતં વદાર મુટી થાએં જાહે.” 65પિલાતુસેં હેંનનેં કેંદું, “અમુક સોકીદાર કે સેનિક લેંજો, અનેં ઝીતરી તમારી થકી થાએં સકે હીતરી અસલ થી રખવાળી કરો.” 66તર વેયા સેનિકં નેં હાતેં લેંનેં ઇસુ ની કબર કનેં જ્યા, અનેં કબર ના ભાઠા ઇપેર સિલ લગાડેંનેં, અમુક સેનિકં નેં વેંહાં કબર ની રખવાળી હારુ મેંલેં જ્યા.

Currently Selected:

મત્તિ 27: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in