મત્તિ 27:51-52
મત્તિ 27:51-52 GASNT
અનેં ભાળો, વેયો મુંટો પડદો ઝી મંદિર મ ટાંગેંલો હેંતો, ઝી બદ્દ મનખં નેં પરમેશ્વર ની હાજરી મ ભરાવા થી રુંકતો હેંતો, ઇપેર થી નિસં તક ફાટેંનેં બે ટુકડા થાએંજ્યો. અનેં ધરતી ડુંલેં ગઈ અનેં ભડભેંટેં તેડાએં ગજ્યી. અનેં કબરેં ખોલાએં ગજ્યી, અનેં ઘણં બદં પરમેશ્વર ન પવિત્ર મનખં ઝી મરેંજ્ય હેંતં વેય પાસં જીવતં થાએંજ્ય.