YouVersion Logo
Search Icon

લુક 21

21
ગરિબ રાંડી બાઈ નું દાન
(મર. 12:41-44)
1ફેંર ઇસુવેં નજર કરેંનેં ધનવાનં નેં પુંત-પુંતાનું દાન પીટી મ નાખતં ભાળ્યુ. 2ઇસુવેં એક રાન્ડી બાઈ નેં તાંબા ના બે સિક્કા નાખતં ભાળી. 3તર હેંને કેંદું, “હૂં તમનેં હાસ્સું કું હે કે ઇની ગરિબ રાન્ડીલ્જ્યી બદ્દ કરતં વદેંનેં નાખ્યુ હે. 4કેંમકે હેંનં બદ્દવેં પુંતાના ધણા ધન મહું થુંડુંકેંસ દાન નાખ્યુ હે, પુંણ ઇન્યી રાંડીલજ્યી ગરિબ હોવા સતા, વેયુ બદ્દું આલ દેંદું હે, હેંના ખરસા હારુ હેંતું.”
મંદિર ના નાશ ની ભવિષ્યવાણી
(મત્તિ 24:1-2; મર. 13:1-2)
5ઝર અમુક મનખં મંદિર ના બારા મ કેં રિય હેંતં કે વેયુ કેંવં રુપાળં ભાઠં અનેં દાન ની વસ્તુવં થી હણગારવામ આયુ હે, તર ઇસુવેં કેંદું, 6“વેયા દાડા આવહે, ઝેંનેં મ ઇયુ બદ્દું ઝી તમું ભાળો હે, વેરી એક યે ભાઠા નેં હાં રેંવા નેં દે. વેયા બદ્દા પાડ દેંવા મ આવહે.”
મુસિબત અનેં તખલી
(મત્તિ 24:3-14; મર. 13:3-13)
7હેંનવેં ઇસુ નેં પૂસ્યુ, “હે ગરુ, ઇયુ બદ્દું કેંરં થાહે? અનેં ઇયે વાતેં ઝર પૂરી થાહે, તે હેંના ટાએંમ ની નિશાની હું વેંહે?” 8હેંને કેંદું, સેતેંન રો કે તમું ભરમાવવા મ નેં આવો, કેંમકે ઘણા બદા મારા નામ થી આવેંનેં કેંહે, “હૂં વેયોસ હે,” અનેં ઇયુ હુંદું કે, દાડા નજીક આવેં પોત્યા હે, તમું હેંનનેં વાહેડ નેં જાતા રેંતા વેહ. 9ઝર તમું લડાજ્યી અનેં હુંમલં ની સરસા હામળો તે ઘબરાએં નેં જાતં વેહ, કેંમકે હેંનું પેલ થાવું જરુરી હે, પુંણ હેંનં દાડં મ તરત અંત નેં આવે.
10તર ઇસુવેં હેંનનેં કેંદું, “એક જાતિ બીજી જાતિ ઇપેર હુંમલો કરહે, અનેં એક દેશ બીજા દેશ ના વિરુધ મ લડાઈ કરહે. 11અનેં મુંટં-મુંટં ભુકમં થાહે, જગ્યા-જગ્યા કાળ અનેં મુટી-મુટી બેંમારજ્યી આવહે, આકાશ થી જુંરદાર વાતેં અનેં સમત્કારી નિશાન્યી ભળાહે. 12પુંણ ઇની બદ્દી વાતં થી પેલ વેય મારા નામ નેં લેંદે તમનેં હાહે, અનેં સતાવહે, સભા મ હુંપહે, અનેં જેલ ખાના મ નખાડહે, અનેં રાજા અનેં અધિકારજ્ય નેં હામેં લેં જાહે. 13પુંણ ઇયો તમનેં મારા બારા મ ગવાહી આલવા નો મુંખો મળેં જાહે. 14એંતરે હારુ પુંત પુંતાના મન મ નકી કરેં મેંલો કે હમું પેલ થકી જવાબ આલવા ની સિન્તા નેં કરજ્યે. 15કેંમકે હૂં તમનેં એંવો બુંલ અનેં બુદ્ધિ આલેં કે તમારા બદ્દા વિરુદી સામનો કે ખંડન નેં કરેં સકે. 16તમારં આઈ-બા, અનેં ભાઈ, અનેં કુટુમ, અનેં દોસદાર હુંદા તમનેં હવાડહે, આં તક કે તમં મના કેંનેંક નેં મરાવ દડહે. 17કેંમકે તમું મારા સેંલા હે, એંતરે હારુ બદ્દ મનખં તમારી ઇપેર વેર કરહે. 18પુંણ તમારા માથા ના એક વાળ નું હુંદું નુકસાન નેં થાએ. 19પુંતાના ધારેંણ થી તમું તમારા જીવ નેં બસાવેં રાખહો.”
યરુશલેમ ના નાશ ની ભવિષ્યવાણી
(મત્તિ 24:15-21; મર. 13:14-21)
20“ઝર તમું યરુશલેમ સેર નેં સેના થી ઘેંરાએંલું ભાળહો, તે જાણેં લેંજો કે હેંનો નાશ થાવા નો ટાએંમ નજીક હે. 21તર ઝી મનખં યહૂદિયા પરદેશ મ વેંહે, વેય પુંતાનો જીવ બસાવા હારુ ડુંગોરં મ નાહેં જાએ, અનેં ઝી યરુશલેમ સેર મ વેંહે, વેય બારતં નકળેં જાએ, અનેં ઝી ગામ મ વેંહે, વેય હેંનં સેરં મ નેં જાએ. 22કેંમકે વેયો સજ્યા નો ટાએંમ એંવો વેંહે, ઝેંમ પવિત્ર શાસ્ત્ર મ લખીલી બદ્દી વાતેં પૂરી થાએં જાહે. 23હેંનં દાડં મ બે જીવી બજ્યેરં હારુ અનેં ઝી નાનં સુંરં નેં ધવાડત્યી વેંહે હીન્યી હારુ ઘણો કાઠો ટાએંમ વેંહે! કેંમકે હીન્યી હારુ નાહવું ઘણું કાઠું વેંહે. કેંમકે દેશ મ મુંટું દુઃખ અનેં હેંનં મનખં મ મુંટો પરકોપ પડહે. 24વેય તલુવાર થી મારવા મ આવહે, અનેં હેંનનેં બંધણ કરેંનેં બદ્દ દેશં મ લેં જવાહે, અનેં ઝર તક બીજી જાતિ નો ટાએંમ પૂરો નેં થાએ, તર તક યરુશલેમ સેર બીજી જાતિ દુવારા કસરવા મ આવહે.
મારું માણસ ના બેંટા નું આવવું
(મત્તિ 24:29-31; મર. 13:24-27)
25સુર્યા મ, અનેં સાન, અનેં તારં મ સમત્કારી નિશાન્યી ભળાહે, અનેં ધરતી ઇપેર બદ્દી જાતિ ન મનખં નેં તખલીબ થાહે, કેંમકે વેય દરજ્યા નેં ગાજવા અનેં ઝાભોળં ના ધમકાર થી ઘબરાએં જાહે. 26સમક ને લેંદે અનેં દુન્ય ઇપેર આવવા વાળી ઘટના ની વાટ ભાળતં-ભાળતં મનખં ના જીવ મ જીવ નેં રે, કેંમકે આકાશ ની તાકતેં હલાવા મ આવહે. 27તર વેય મન માણસ ના બેંટા નેં સામ્રત અનેં મુટી મહિમા નેં હાતેં વાદળા મ આવતં ભાળહે. 28ઝર ઇયે વાતેં થાવા મંડહે, તર ઇબં થાએંનેં પુંતાનં મુંણકં ઇપેર કરજો, કેંમકે તમારા સુટકારા નો ટાએંમ નજીક વેંહે.”
અંજીર ના ઝાડ નો દાખલો
(મત્તિ 24:32-35; મર. 13:28-31)
29ઇસુવેં હેંનનેં એક દાખલો કેંદો, અંજીર ના ઝાડ અનેં બીજં બદ્દ ઝાડં નેં ભાળો. 30ઝેંમેંસ હેંનં મ કુંપેળેં નકળેં હે, તે તમું ભાળેંનેં પુંતેસ જાણેં લો હે કે ઉંનાળો ટીકે હે. 31ઇવીસ રિતી ઝર તમું ઇયે બદ્દી વાતેં થાતં ભાળો, તર જાણ લો કે પરમેશ્વર નું રાજ ટીકે હે. 32હૂં તમનેં હાસું કું હે કે ઝાં તક વેયે બદ્દી વાતેં પૂરી નેં થાએં જાએ તાં તક એંના જુંગ ન મનખં નેં મરે. 33આકાશ અનેં ધરતી ટળેં જાહે, પુંણ મારી વાતેં કેંરં યે નેં ટળે.
આત્મા મ જાગતં રો
(મત્તિ 24:36-44; મર. 13:32-37)
34એંતરે હારુ પુંતે-પુંતાનેં હમાળો, ખેંતુંક એંવું નેં થાએં કે તમારું મન અતિસય ખાવા-પીવા મ, લસો કરવા મ અનેં સંસારિક જીવન ની સિન્તા થકી બુડેં જાએ, અનેં સેંલ્લો નિયા નો દાડો તમં ઇપેર પાહ નેં જેંમ અપસુક નો આવેં પડે. 35કેંમકે વેયો દાડો આખી ધરતી ન બદ્દ રેંવા વાળં મનખં ઇપેર ઇવીસ રિતી આવેં જાહે. 36એંતરે હારુ હમેશા સેતેંન રો અનેં પ્રાર્થના કરતં રો, એંતરે કે તમનેં ઇની બદ્દી આવવા વાળી મુસિબત થી બસવા હારુ હિમ્મત મળે, અનેં તમું મન માણસ ના બેંટા ની હજરી મ ઇબં થાએં સકો.
37ઇસુ દાડે નો તે મંદિર મ મનખં નેં શિક્ષણ આલતો હેંતો, અનેં રાતેં યરુશલેમ સેર મહો બારતં જેતૂન નામ ના ડુંગોર ઇપેર જાએંનેં રાત કાડતો હેંતો. 38અનેં હવેંર મ ફટક ન ઘણં બદં મનખં ઇસુ નું શિક્ષણ હામળવા હારુ મંદિર મ હેંનેં કન આવેં કરતં હેંતં.

Currently Selected:

લુક 21: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in