YouVersion Logo
Search Icon

યોહાન 12

12
ઇસુ ન પોગં ઇપેર અંતર નાખવું
(મત્તિ 26:6-13; મર. 14:3-9)
1ફેંર ઇસુ ફસહ તેવાર ને સો દાડં પેલ બેતનિય્યાહ ગામ મ આયો, ઝાં હેંને લાજર નેં મરેંલં મહો જીવતો કર્યો હેંતો. 2મનખંવેં તાં ઇસુ ના માન હારુ એક જમણવાર રાખ્યુ. અનેં મારથા ખાવાનું ઘાલેંનેં આલતી હીતી. લાજર હેંનં મનખં મનો એક હેંતો ઝી ઇસુ નેં હાતેં બેંહેંનેં ખાવાનું ખાએં રિયો હેંતો. 3તર મરિયમેં જટામાંસી નું લગ-ભગ અરદો લીટર ઘણું મોગું અંતર લેંનેં ઇસુ ન પોગં ઇપેર નાખ્યુ, અનેં પુંતાનં વાળં થી હેંના પોગ નુંસ્યા, અનેં અંતર ના હુંગારા થી આખુ ઘેર અસલ ગન્દાવા મંડ્યુ. 4પુંણ હેંનં સેંલા મહો યહૂદા ઈસ્કરિયોતી નામ નો એક સેંલો ઝી ઇસુ નેં હવાડવા નો હેંતો, કેંવા મંડ્યો, 5ઇયુ અંતર તણસો દાડં ની મજૂરી ન સિકક મ વેંસેંનેં પઇસા ગરિબં નેં આલ દેંવા જુગતા હેંતા. 6હેંને ઇયે વાત એંતરે હારુ નહેં કીદી કે હેંનેં ગરિબ મનખં ની સિન્તા હીતી, પુંણ એંતરે હારુ કે વેયો સુંર હેંતો અનેં હેંનેં કન હેંનં ના ખરસા હારુ પઇસં ની એક ઠેલી રિતી હીતી. અનેં હેંનેં મહા પઇસા સુંર લેંતો હેંતો. 7ઇસુવેં કેંદું, “હેંનેં રેંવા દો. હેંનેં ઇયુ મનેં ડાટવા ના દાડા હારુ રેંવા દો. 8કેંમકે ગરિબ મનખં તે તમારી હાતેં હમેશા રે હે, પુંણ હૂં તમારી હાતેં હમેશા નેં રું.”
લાજર નેં માર દડવા નું કાવતરું
9ઝર યહૂદી મનખં નેં ખબર લાગી કે ઇસુ તાં હે, તર મનખં નો મુંટો ટુંળો વેંહાં ભેંગો થાએંજ્યો. વેય ખાલી ઇસુ નેંસ નહેં, પુંણ હેંના લાજર નેં હુંદં ભાળવા હારુ આય હેંતં, ઝેંનેં હેંને મરેંલં મહો જીવતો કર્યો હેંતો. 10તર મુખી યાજકંવેં લાજર નેં હુંદો માર દડવા નું કાવતરું ઘડ્યુ. 11કેંમકે હેંને લેંદે ઘણં બદં યહૂદી મનખંવેં હેંન ન અગુવં નો નકાર કરેંનેં, ઇસુ ઇપેર વિશ્વાસ કરવા લાગ્ય હેંતં.
ઇસુ નું યરુશલેમ સેર મ જીત મેંળવવા ભરાવું
(મત્તિ 21:1-11; મર. 11:1-11; લુક. 19:28-40)
12બીજે દાડે ઘણં બદં મનખંવેં ઝી તેવાર મ આવેંલં હેંતં, એંમ હામળેંનેં કે ઇસુ યરુશલેમ સેર મ આવેં રિયો હે. 13એંતરે હારુ વેય ખજૂરી ન જેંડં લેંનેં હેંનો અવકાર કરવા હારુ નકળ્ય, અનેં સિસાએંનેં એંમ નારા બુંલવા મંડ્ય, “પરમેશ્વર ની બડાઈ થાએ#12:13 પરમેશ્વર ની બડાઈ થાએ હોશાના! ધન્ય હે ઇસરાએંલ નો રાજા, ઝી પ્રભુ ના નામ થી આવે હે.”
14ઝર ઇસુ નેં ગદેડી નું એક ખુંલકું મળ્યુ, તે વેયો હેંનેં ઇપેર બેંહેંજ્યો, ઇયુ ઝેંમ પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, વેમેંસ થાયુ.
15“હે યરુશલેમ સેર ન મનખોં, સમકો નહેં, ભાળો તમારો રાજા ગદેડી ના ખુંલ્કા ઇપેર બેંહેંનેં, તમારી કનેં આવેં રિયો હે.” 16ઇસુ ના સેંલા ઇયે વાતેં પેલ નેં હમજ્યા હેંતા, પુંણ ઝર ઇસુ ની મહિમા પરગટ થાઈ, તર હેંનનેં ઇયાદ આયુ, કે ઝી કઇ બી એંનેં હાતેં થાયુ વેયુ બરુંબર વેવુંસ હેંતું ઝેંવું પવિત્ર શાસ્ત્ર મ કેંવા મ આયુ હેંતું. 17તર ટુંળા ન મનખં ઝી હેંના ટાએંમેં હેંનેં હાતેં હેંતં, વેય બીજં મનખં નેં એંમ વતાડવા મંડ્ય, કે હેંને લાજર નેં કબર મહો બારતં બુંલાવેંનેં, હેંનેં મરેંલં મહો જીવતો કર દેંદો હેંતો. 18એંતરે હારુ ઘણં બદં મનખં ઇસુ નેં મળવા હારુ આય હેંતં, કેંમકે હેંનવેં એંના સમત્કાર ના બારા મ હામળ્યુ હેંતું. 19તર ફરિસી ટુંળા ન મનખં એક બીજા નેં કેંવા મંડ્ય, “ભાળો તમારી થી કઇસ નહેં થાએં રિયુ, આખી દુન્ય હેંનેં વાહે થાએં ગઈ હે.”
યૂનાની મનખં ઇસુ નેં જુંવે હે
20તાં અમુક યૂનાની મનખં હેંતં, ઝી ફસહ ના તેવાર ને ટાએંમેં આરાધના કરવા હારુ યરુશલેમ સેર મ આવેંલં હેંતં. 21વેય ગલીલ પરદેશ ના બૈતસૈદા ગામ ના ફિલિપ્પુસ કનેં આવેંનેં હેંનેં અરજ કરી કે, “ભાઈ સાએંબ, હમું ઇસુ નેં મળવા માંગજ્યે હે.” 22ફિલિપ્પુસેં આવેંનેં અન્દ્રિયાસ નેં કેંદું, અનેં બેયવેં જાએંનેં ઇસુ નેં વેયે વાત વતાડી. 23ઇયુ હામળેંનેં ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “વેયો ટાએંમ આવેંજ્યો હે, કે માણસ ના બેંટા ની મહિમા પરગટ થાએ. 24હૂં તમનેં હાસું-હાસું કું હે, કે ઝર તક કુઇ ધાન નું બી જમીન મ પડેંનેં મરેં નહેં જાતું, વેયુ એંખલું રે હે, પુંણ ઝર મરેં જાએ હે, તર ઘણું ધાન થાએ હે. 25ઝી પુંતાના જીવ નેં વાલો જાણે હે, વેયુ હેંનેં ખુંએં દડે હે. અનેં ઝી ઇની દુન્ય મ પુંતાના જીવ નેં વાલો નહેં જાણતું, વેયુ અમર જીવન હારુ હીની રખવાળી કરહે. 26અગર કુઇ મારી સેવા કરવા માંગે, તે વેયો મારો સેંલો બણેં, તર ઝાં હૂં હે, તાં મારો સેંવક હુંદો વેંહે. અગર કુઇ મારી સેવા કરતું વેહ, તે બા પરમેશ્વર હેંનું માન કરહે.”
પુંતાની મોત ના બારા મ ભવિષ્યવાણી
27હાવુ મારો આત્મા ઘણો દુઃખી હે. હું હૂં એંમ કું, “હે બા, મનેં એંના ટાએંમ ના દુઃખ થી બસાવ?” હૂં હેંમ નેં કું કેંમકે હૂં ઇની દુન્ય મ એંતરે હારુસ આયો હે કે દુઃખ વેંઠું. 28ફેંર કેંવા મંડ્યો, “હે બા, ઇયુ પરગટ કર કે તું કેંતરો મહિમાવાન હે.” તર હરગ મહી એંમ વાણી હમળાઈ, “મેંહ મારી મહિમા પરગટ કરી હે, અનેં હૂં હેંનેં ફેંર પાસો પરગટ કરેં.” 29તર ઝી મનખં ઇબીલં હેંતં, વેય અવાજ હામળેંનેં એક બીજા નેં કેંવા મંડ્ય કે, “વાદળં મ ગાજવા ની અવાજ આવી.” અમુક બીજંવેં કેંદું, “કુઈક હરગદૂતેં એંનેં કઇક કેંદું હે.” 30તર ઇસુવેં હેંનનેં કેંદું, “આ વાણી મારી હારુ નેં, પુંણ તમારી ભલાઈ હારુ હીતી. 31હાવુ ઇની દુન્ય ન મનખં નો નિયા કરવા નો ટાએંમ આવેંજ્યો હે, અનેં હાવુ ઇની દુન્ય ના અધિકારી નેં બારતં કાડેં મેંલવા મ આવહે. 32અનેં ઝર હૂં ધરતી ઇપેર હો ઉંસે સડાવા મ આવેં, તે હૂં બદ્દનેં મારી કન કેંસેં લેં.” 33એંમ કેં નેં હેંને ઇયુ પરગટ કર દેંદું, કે હીની મોત કેંકેંમ થાહે. 34ઇની વાત ઇપેર મનખંવેં હેંનેં કેંદું, “હમવેં પવિત્ર શાસ્ત્ર ની ઇયે વાત હામળી હે, કે મસીહ હમેશા જીવતો રેંહે, ફેંર તું હુંકા કે હે, કે માણસ ના બેંટા નેં ઉંસે સડાવવાનું જરુરી હે? ઇયો માણસ નો બેંટો કુંણ હે?” 35ઇસુવેં હેંનનેં કેંદું, ઇજવાળું#12:35 ઇસુ હાવુ થુડીક વાર તક તમારા વસ મ હે. ઝર તક ઇજવાળું તમાર હાતેં હે, તર તક સાલતં રો, એંવું નેં થાએં કે ઇન્દારું તમનેં ઘેંર લે, ઝી ઇન્દારા મ સાલે હે, વેય નહેં જાણતં કે કાં જાએ હે.
ભવિષ્યવાણન્યી નું પૂરી થાવું
36ઝર તક ઇજવાળું તમારી હાતેં હે, ઇજવાળા ઇપેર વિશ્વાસ કરો, એંતરે કે તમું ઇજવાળા ન બેંટા-બીટી બણેં સકો. ઇયે વાતેં કેં નેં ઇસુ તાંહો જાતોરિયો. અનેં હેંનં થી વેયો હતાએંનેં રિયો. 37અનેં હેંને મનખં નેં હામેં ઘણા બદા સમત્કાર કર્યા, તે હુંદો હેંનવેં ઇસુ ઇપેર વિશ્વાસ નેં કર્યો. 38એંમ એંતરે હારુ થાયુ, કે યશાયાહ ભવિષ્યવક્તાવેં ઝી કેંદું હેંતું વેયુ હાસું પડે. હેંને કેંદું, “હે પ્રભુ, હમારા હમિસાર ઇપેર કઇને વિશ્વાસ કર્યો હે? અનેં પરમેશ્વર નું પરાક્રમી સામ્રત કઇના ઇપેર પરગટ થાયુ હે?” 39હેંને લેંદે વેય વિશ્વાસ નેં કરેં સક્ય, કેંમકે યશાયાહ ભવિષ્યવક્તાવેં ઇયુ હુંદું કેંદું,
40“હેંને હેંનની આંખેં આંદળી, અનેં હેંનનું મન કઠોર કર દેંદું હે, ખેંતુંક એંવું નેં થાએ કે વેય આંખં થી ભાળે, અનેં મન થી હમજે, અનેં ફેંર પાપ કરવો સુંડ દે, અનેં હૂં હેંનનેં હાજં કર દું.” 41યશાયાહ ભવિષ્યવક્તાવેં ઇયે વાતેં એંતરે હારુ કીદી, કેંમકે હેંને પુંતે ઇસુ ની મહિમા ભાળી, અનેં હેંને હેંના બારા મ વાતેં કરજ્યી. 42તે હુંદું યહૂદી મનખં ન અગુવં મનં ઘણંવેં ઇસુ ઇપેર વિશ્વાસ કર્યો, પુંણ ફરિસી ટુંળા ન મનખં ને લેંદે ઉગડતં નેં માનતં હેંતં, ઇની સમક થી કે ખેંતુંક હેંનનેં ગિરજા મહં બારતં કાડવા મ આવે. 43કેંમકે મનખં ની વાહ-વાહી હેંનનેં પરમેશ્વર ની વાહ-વાહી કરતં વદાર વાલી લાગતી હીતી.
ઇજવાળા મ સાલવું
44ઇસુવેં ટુંળા ન મનખં નેં જુંર થી સિસાએં નેં કેંદું, “ઝી મારી ઇપેર વિશ્વાસ કરે હે, વેય મારી ઇપેર નહેં, પુંણ મન મુંકલવા વાળા પરમેશ્વર ઇપેર વિશ્વાસ કરે હે. 45અનેં ઝી મનેં ભાળે હે, વેય મન મુંકલવા વાળા પરમેશ્વર નેં ભાળે હે. 46હૂં દુન્ય મ ઇજવાળા નેં જેંમ આયો હે, એંતરે કે ઝી કુઇ મારી ઇપેર વિશ્વાસ કરે વેય ઇન્દારા મ નેં રે. 47અગર કુઇ મારી વાતેં હામળેંનેં હેંનેં નેં પાળે, તે હૂં હેંનો નિયા નહેં કરતો. કેંમકે હૂં દુન્ય ન મનખં નો નિયા કરવા હારુ નહેં, પુંણ દુન્ય ન મનખં નું તારણ કરવા હારુ આયો હે. 48ઝી મારો નકાર કરે હે, અનેં મારી વાતેં ગરહણ નહેં કરતં હેંનનો નિયા કરવા વાળો તે એક હે, હાં નેં ઝી વસન મેંહ કેંદું હે, વેયુસ નિયા ને દાડે હેંનનો નિયા કરહે. 49કેંમકે મેંહ પુંતે મારા અધિકાર થી વાતેં નહેં કરી, પુંણ બએં ઝેંને મન મુંકલ્યો હે, હેંનેસ મન આજ્ઞા આલી હે કે, હૂં હું કું અનેં કેંકેંમ કું? 50અનેં હૂં જાણું હે, કે હીની આજ્ઞા પાળવી અમર જીવન હે. એંતરે હારુ હૂં ઝી કું હે, વેયુ ઝેંવું બએં મનેં કેંદું હે, વેવુંસ કું હે.”

Currently Selected:

યોહાન 12: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in