પ્રેરિતોનાં ક્રત્યો 11:17-18
પ્રેરિતોનાં ક્રત્યો 11:17-18 GASNT
એંતરે હારુ ઇયુ સાફ હે કે પરમેશ્વરેં હેંનનેં હુંદું વેયુસ દાન આલ્યુ, ઝી આપનેં પ્રભુ ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કરવા થકી મળ્યુ, તે હૂં કુંણ હેંતો ઝી પરમેશ્વર ના કામ નેં રુંકેં સક્તો? ઇયુ બદ્દું હામળેંનેં વેયા યહૂદી વિશ્વાસી સપ થાએંજ્યા, અનેં પરમેશ્વર ની બડાઈ કરેંનેં કેંવા મંડ્યા, “તરતે પરમેશ્વરેં બીજી જાતિ ન મનખં નેં હુંદો પુંતાના પાપ કરવા બંદ કરેંનેં અમર જીવન મેંળવવા નો મુંખો આલ્યો હે.”