ઉત્પત્તિ 18
18
ત્રણ અતિથિ
1પછી ફરીથી યહોવા ઇબ્રાહિમ આગળ માંમરેનાં એલોનવૃક્ષો પાસે પ્રગટ થયા. તે દિવસે બપોરે, ઇબ્રાહિમ તેના તંબુના પ્રવેશદ્વાર આગળ બેઠો હતો. 2ઇબ્રાહિમે આંખ ઊંચી કરીને જોયું, તો પોતાની સામે ત્રણ માંણસોને ઊભેલા જોયા. તે તેમની પાસે દોડતો દોડતો ગયો અને તેઓને પ્રણામ કર્યા. 3ઇબ્રાહિમે કહ્યું, “માંરા સ્વામી, જો માંરા પર આપની કૃપાદૃષ્ટિ હોય, તો આ સેવકની સાથે થોડીવાર ઊભા રહો. 4હું તમાંરા લોકોના ચરણો ધોવા માંટે પાણી લાવું છું. તમે પેલા વૃક્ષ નીચે આરામ કરો. 5હું તમાંરા લોકો માંટે થોડું ભોજન લાવું છું. આપની ઈચ્છા હોય તેટલું આપ ખાઓ, તાજા થાઓ અને પછી તમે લોકો આગળની યાત્રાનો આરંભ કરો.”
ત્રણેએ કહ્યું, “હા, એ ઘણું સારું છે. તું જેમ કહે છે તેમ ભલે કર.”
6ઇબ્રાહિમ ઉતાવળો ઉતાવળો તંબુમાં ગયો અને સારાને કહ્યું, “ઝટપટ ત્રણ માંપિયાં ઝીણો મેંદાનો લોટ લઈને ગૂંદીને રોટલી બનાવી નાખ.” 7પછી ઇબ્રાહિમ ઢોરના ધણ તરફ દોડતો દોડતો ગયો અને એક કુમળું વાછરડું લાવીને તેણે નોકરોને આપ્યો અને કહ્યું, “તમે આ વાછરડાને વધેરી ભોજન તૈયાર કરો.” 8પછી ઇબ્રાહિમ એ ત્રણેય ને ભોજન માંટે માંસ આપ્યું. અને દૂધ દહીં પણ પીરસ્યાં, જયાં સુધી એ ત્રણે જણ ખાતાં રહ્યાં ત્યાં સુધી ઇબ્રાહિમ તેમની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો.
9તે વ્યકિતઓએ ઇબ્રાહિમને કહ્યું, “તારી પત્ની સારા કયાં છે?”
ઇબ્રાહિમે કહ્યું, “તે તંબુમાં છે.”
10ત્યારે યહોવાએ કહ્યું, “હું વસંતમાં આવતા વરસે પાછો આવીશ. તે સમયે તારી પત્ની સારા એક બાળકને જન્મ આપશે.”
સારા તંબુમાં બારણા પાસે ઊભી રહીને આ વાતો સાંભળતી હતી. 11ઇબ્રાહિમ અને સારા ઘણા વૃદ્વ થઈ ગયા હતા. સારાનો તો સ્ત્રીધર્મ પણ બંધ થઈ ગયો હતો. 12એટલે સારા મનોમન હસી. તેને પોતાના પર વિશ્વાસ ન રહ્યો, તેણે પોતાની જાતને કહ્યું, “હું અને માંરો પતિ બંન્ને વૃદ્વ છીએ. હું બાળકને જન્મ આપવા માંટેની ઉમર વટાવી ચૂકી છું.”
13યહોવાએ ઇબ્રાહિમને કહ્યું, “સારા હસીને કેમ બોલી કે, ‘મને બાળક જન્મશે ખરું?’ હું તો ઘરડી થઈ છું! 14શું યહોવાને માંટે કશું અસંભવ છે? નહિ, હું ફરી વસંતમાં નક્કી કરેલા સમયે આવતા વર્ષે તારે ત્યાં જરૂર આવીશ. અને તારી પત્ની સારાના ખોળામાં પુત્ર રમતો હશે જ.”
15પરંતુ સારાએ કહ્યું, “હું હસી નહોતી.” (એણે એમ કહ્યું, કારણકે તે ડરી ગઈ હતી.)
પરંતુ યહોવાએ કહ્યું, “ના, હું જાણું છું કે, તારું કહેવું સાચું નથી. તું સાચે જ હસી હતી.”
16પછી તે પુરુષો જવા માંટે ઊઠયા, તેઓએ સદોમ તરફ નજર કરી અને તે તરફ ચાલી નીકળ્યાં. ઇબ્રાહિમ તેઓને વિદાય આપવા માંટે થોડે દૂર સુધી તેમની સાથે ગયો.
દેવની સાથે ઇબ્રાહિમનો સોદો
17યહોવાએ વિચાર્યું, “જે હું હમણા કરવાનો છું તે શું ઇબ્રાહિમને કહી દઉં? 18ઇબ્રાહિમમાંથી એક મહાન અને શકિતશાળી પ્રજા ઉત્પન્ન થનાર છે. અને તેને કારણે પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદ પામશે. 19મેં જ એને પસંદ કર્યો છે કે, જેથી એ પોતાનાં સંતાનોને અને પોતાના પછીના વંશજોને ધર્મ અને ન્યાયનું આચરણ કરીને યહોવાને માંગેર્ વળવાની આજ્ઞા કરે, અને એ રીતે ઇબ્રાહિમને આપેલું વચન હું પાળી શકું.”
20પછી યહોવાએ કહ્યું, “મેં ઘણી વખત સાંભળ્યું છે કે, સદોમ અને ગમોરાહના લોકો ઘણાં જ ખરાબ છે,#18:20 મેં … છે આ લોકો નો આર્તનાદ છે, જેઓ તે જગ્યાના દુષ્ટ લોકો દ્વારા ત્રાહિત થયા હતા. તે જગ્યાએથી આવતાં આર્તનાદનું કારણ તેઓ છે. તેમનાં પાપ ઘણા ગંભીર છે. 21એટલા માંટેં હું ત્યાં જઈશ અને જોઈશ કે, મેં સાંભળ્યું છે તેટલી ખરાબ હાલત છે? પછી મને બરાબર ખબર પડશે.”
22પછી તે લોકો ત્યાંથી નીકળીને સદોમ તરફ ગયા. પરંતુ ઇબ્રાહિમ હજુ પણ યહોવાની સામે ઊભો રહ્યો. 23પછી ઇબ્રાહિમે યહોવાને કહ્યું, “હે યહોવા! તમે દુષ્ટ લોકોની સાથે સારા લોકોનો પણ નાશ કરવાનું ખરેખર વિચારો છો? 24જો તે નગરમાં 50 સારા માંણસો હોય તો પણ તમે એ નગરનો નાશ કરશો? એ 50 સારા માંણસોને માંટે તમે નગરને બચાવી નહિ લો? 25દુષ્ટોની સાથે સારા માંણસોને પણ માંરી નાખશો? એ તો તમને ના શોભે! તો તો સારા માંણસોની દશા પણ દુષ્ટોના જેવી જ થાય! એ તમને શોભે નહિ. હું જાણું છું આખી પૃથ્વીનો ન્યાય કરનાર સાચો ન્યાય કરશે.”
26ત્યારે યહોવાએ કહ્યું, “જો મને સદોમ નગરમાં 50 સારા લોકો મળશે તો, હું આખા નગરને બચાવી લઈશ.”
27ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવા, તમાંરી સામે તો હું રાખ અને ધૂળ બરાબર છું. પરંતું તું મને થોડું વધારે કષ્ટ આપવાની તક આપ. અને મને એ પૂછવા દે. 28ધારો કે, સારા માંણસો પૂરા 45ના હોય, અને 5 ઓછા હોય તો એ પાંચને કારણે તમે આખા શહેરનો નાશ કરશો?”
ત્યારે યહોવાએ કહ્યું, “જો મને ત્યાં 45 મળશે, તોપણ હું નાશ નહિ કરુ.”
29ઈબ્રાહિમે ફરીથી યહોવાને કહ્યું, “ધારો કે, કદાચ તમને 40 સારા માંણસો મળે, તો શું તમે નગરનો નાશ કરશો?”
યહોવાએ કહ્યું, “જો મને 40 સારા માંણસો મળશે તો પણ હું નગરનો નાશ કરીશ નહિ.”
30ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવ, કૃપા કરીને માંરા પર નારાજ ના થશો. મને એમ પૂછવા દો, ધારો કે, નગરમાં માંત્ર 30 સારા લોકો મળ્યા, તો તમે શું નગરનો નાશ કરશો?”
યહોવાએ કહ્યું, “જો મને 30 સારા માંણસો મળશે તોપણ હું તે નગરનો નાશ નહિ કરું.”
31ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવા, હું તમને ફરીવાર તકલીફ આપીને પૂછું છું કે, ધારો કે, ત્યાં 20 જ સારા લોકો હોય તો?”
યહોવાએ ઉત્તર આપ્યો, “જો મને 20 સારા માંણસો મળશે, તો પણ હું નગરનો નાશ નહિ કરું.”
32ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવા, જો તમે ગુસ્સે ના થાવ તો આ છેલ્લી વાર પૂછું છું, ધારો કે ત્યાં દશ જ સારા માંણસો મળે તો તમે શું કરશો?”
યહોવાએ કહ્યું, “જો મને નગરમાં માંત્ર 10 સારા માંણસો મળશે તો પણ હું નગરનો નાશ કરીશ નહિ.”
33યહોવાએ ઇબ્રાહિમ સાથે બોલવાનું બંધ કરી દીધું, એટલે યહોવા ચાલ્યા ગયા; અને ઇબ્રાહિમ પોતાને ઘેર પાછો ફર્યો.
Currently Selected:
ઉત્પત્તિ 18: GERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International