YouVersion Logo
Search Icon

યોએ. 3

3
ઈશ્વર પ્રજાઓનો ન્યાય કરશે
1જુઓ, તે દિવસોમાં એટલે કે તે સમયે,
જ્યારે હું યહૂદિયા અને યરુશાલેમની ગુલામગીરી ફેરવી નાખીશ,
2ત્યારે હું બધી પ્રજાઓને એકત્ર કરીશ,
અને તેઓને યહોશાફાટની ખીણમાં નીચે લઈ આવીશ.
કેમ કે મારા લોક, એટલે મારો વારસો ઇઝરાયલ,
જેઓને તેઓએ વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા,
અને મારી ભૂમિ વિભાજિત કરી નાખી છે તેને લીધે,
હું તેઓનો ત્યાં ન્યાય કરીશ.
3તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને વહેંચી લીધા છે,
છોકરાઓ આપીને તેઓએ ગણિકાઓ લીધી છે,
અને મદ્યપાન કરવા તેઓએ છોકરીઓ વેચી છે.
જેથી તેઓ મદ્યપાન કરી શકે.
4હે તૂર, સિદોન તથા પલિસ્તીના બધા પ્રાંતો,
તમે મારા પર શાથી ગુસ્સે થયા છો? તમારે અને મારે શું છે?
શું તમે મારા પર વેર વાળશો?
જો તમે મારા પર વેર વાળશો તો,
બહુ ઝડપથી હું તમારું જ વૈર તમારા માથા પર પાછું વાળીશ.
5તમે મારા સોના અને ચાંદી લઈ લીધાં છે,
તથા મારી સર્વ કિંમતી વસ્તુઓ તમારા સભાસ્થાનોમાં લઈ ગયા છો.
6વળી તમે યહૂદિયાના વંશજોને અને યરુશાલેમના લોકોને, ગ્રીકોને વેચી દીધા છે,
જેથી તમે તેઓને પોતાના વતનમાંથી દૂર કરી શકો.
7જુઓ, જ્યાં તમે તેઓને વેચ્યાં છે ત્યાંથી હું તેમને છોડાવી લાવીશ.
અને તમારું વૈર તમારા જ માથા પર પાછું વાળીશ.
8હું તમારા દીકરાઓને અને દીકરીઓને,
યહૂદિયાના લોકોના હાથમાં આપીશ.
તેઓ તેમને શેબાના લોકોને
એટલે ઘણે દૂર દેશના લોકોને વેચી દેશે,
કેમ કે યહોવાહ એ બોલ્યા છે.
9તમે વિદેશી પ્રજાઓમાં આ જાહેર કરો;
યુદ્ધની તૈયારી કરો.
શ્રેષ્ઠ યોદ્ધાઓને જાગૃત કરો,.
તેઓને પાસે આવવા દો,
સર્વ લડવૈયાઓ કૂચ કરો.
10તમારા હળની કોશોને ટીપીને તેમાંથી તલવારો બનાવો
અને તમારાં દાંતરડાંઓના ભાલા બનાવો.
દુર્બળ માણસો કહે કે
હું બળવાન છું.
11હે આજુબાજુની સર્વ પ્રજાઓ,
જલદી આવો,
એકત્ર થાઓ’
હે યહોવાહ,
તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.
12“પ્રજાઓ ઊઠો.
અને યહોશાફાટની ખીણમાં આવો.
કેમ કે આસપાસની સર્વ પ્રજાઓનો,
ન્યાય કરવા માટે હું ત્યાં બેસીશ.
13તમે દાતરડા ચલાવો,
કેમ કે કાપણીનો સમય આવ્યો છે.
આવો, દ્રાક્ષાઓને ખૂંદો,
દ્રાક્ષચક્કી ભરાઈ ગઈ છે,
દ્રાક્ષકુંડો ઉભરાઈ જાય છે,
કેમ કે તેમની દુષ્ટતા મોટી છે.”
14ન્યાયચુકાદાની ખીણમાં લોકોના ટોળેટોળાં મોટો જનસમુદાય છે
કેમ કે ન્યાયચુકાદાની ખીણમાં યહોવાહનો દિવસ પાસે છે.
15સૂર્ય અને ચંદ્ર અંધારાય છે,
અને તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે.
ઈશ્વર પોતાના લોકોને આશીર્વાદ આપશે
16યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે,
અને યરુશાલેમમાંથી પોકાર કરશે,
પૃથ્વી અને આકાશ કાંપશે,
પણ યહોવાહ તેમના લોકો માટે આશ્રયસ્થાન થશે,
તેઓ ઇઝરાયલ લોકો માટે કિલ્લો થશે.
17તેથી તમે જાણશો કે
મારા પવિત્ર પર્વત સિયોન ઉપર રહેનાર હું યહોવાહ તમારો ઈશ્વર છું.
પછી યરુશાલેમ પવિત્ર બનશે,
અને પરદેશીઓ તેના પર ફરી આક્રમણ કરશે નહિ.
18તે દિવસે એમ થશે કે,
પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે,
અને ડુંગરોમાંથી દૂધ વહેશે,
યહૂદિયાની સુકાઈ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે.
શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા,
યહોવાહના પવિત્રસ્થાનમાંથી ઝરો નીકળશે.
19મિસર વેરાન થઈ જશે,
અને અદોમ ઉજ્જડ બનશે,
કેમ કે આ લોકોએ યહૂદાના વંશજો પર ઉત્પાત ગુજાર્યો હતો,
તેઓએ પોતાના દેશમાં નિર્દોષ લોહી વહેવડાવ્યું છે.
20પણ યહૂદિયા સદાકાળ માટે,
અને યરુશાલેમ પેઢી દર પેઢી માટે ટકી રહેશે.
21તેઓનું લોહી કે જેને મેં નિર્દોષ ગણ્યું નથી તેને હું નિર્દોષ ગણીશ,”
કેમ કે યહોવાહ સિયોનમાં રહે છે.

Currently Selected:

યોએ. 3: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in