YouVersion Logo
Search Icon

આમ. 1

1
1યહૂદિયાના રાજા ઉઝિયાના શાસનમાં અને ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસનમાં ધરતીકંપ થયો. તે પહેલાં બે વર્ષ અગાઉ તકોઆના ગોવાળોમાંના આમોસને જે સંદર્શન પ્રાપ્ત થયાં તે. 2તેણે કહ્યું,
યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે;
યરુશાલેમમાંથી પોકાર કરશે;
ભરવાડો શોકાતુર થઈ જશે,
અને કાર્મેલ શિખર પરનો ઘાસચારો સુકાઈ જશે.”
ઇઝરાયલના પડોશી દેશો સામે ઈશ્વરનો ચુકાદો-સિરિયા (દમસ્કસ)
3યહોવાહ આ પ્રમાણે કહે છે;
દમસ્કસના ત્રણ ગુનાને લીધે,
હા ચાર ગુનાને લીધે,
હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ.
કેમ કે તેઓએ ગિલ્યાદને લોખંડના અનાજ ઝૂડવાના સાધનોથી માર્યો છે.
4પરંતુ હું યહોવાહ હઝાએલના ઘરમાં અગ્નિ મોકલીશ,
અને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી દેશે.
5વળી હું દમસ્કસના દરવાજાઓ તોડી નાખીશ
અને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓનો નાશ કરીશ,
બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ;
અને અરામના લોકો#1:5 રાજા કીરમાં ગુલામગીરીમાં જશે,”
એમ યહોવાહ કહે છે.
પલિસ્તીઓ
6યહોવાહ આ પ્રમાણે કહે છે કે;
“ગાઝાના ત્રણ ગુનાને લીધે,
હા, ચારને લીધે,
તેઓને શિક્ષા કરવાનું હું ચૂકીશ નહિ,
કેમ કે અદોમના લોકોને સોપી દેવા માટે,
તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા.
7હું ગાઝાની દીવાલોને આગ લગાડીશ,
અને તે તેના કિલ્લેબંધી મહેલોને નષ્ટ કરી નાખશે.
8હું આશ્દોદના બધા રહેવાસીઓને મારી નાખીશ,
અને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો નાશ કરીશ.
હું એક્રોનની વિરુદ્ધ મારો હાથ ફેરવીશ,
અને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે,”
એવું પ્રભુ યહોવાહ કહે છે.
તૂર
9યહોવાહ આ પ્રમાણે કહે છે;
તૂરના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે,
હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ,
તેઓએ ભાઈચારાના કરારનો ભંગ કર્યો છે,
અને સમગ્ર પ્રજાને અદોમને સોંપી દીધી.
10હું તૂરની દીવાલોને આગ લગાડીશ,
અને તે તેના સર્વ કિલ્લેબંધી ઘરોને નષ્ટ કરી નાખશે.”
અદોમ
11યહોવાહ આ મુજબ કહે છે;
અદોમના ચાર ગુનાને લીધે,
હા ત્રણને લીધે,
હું તેમને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ,
કેમ કે હાથમાં તલવાર લઈને તે પોતાના ભાઈઓની પાછળ પડ્યો,
અને તેણે દયાનો છેક ત્યાગ કર્યો.
તે નિત્ય ક્રોધના આવેશમાં મારફાડ કરતો હતો,
અને તેનો રોષ કદી શમી ગયો નહિ.
12હું તેમાન પર અગ્નિ મોકલીશ,
અને તે બોસરાના મહેલોને ભસ્મ કરી નાખશે.”
અદોમ
13યહોવાહ આ પ્રમાણે કહે છે,
“આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેઓને શિક્ષા કરવાનું માંડી વાળીશ નહિ,
કેમ કે પોતાના પ્રદેશની સરહદ વિસ્તારવા માટે
તેઓએ ગિલ્યાદમાં ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.
14પણ હું રાબ્બાના કોટમાં આગ લગાડીશ,
અને તે યુદ્ધના સમયે તથા હોંકારાસહિત,
અને વાવાઝોડાં તથા તોફાનસહિત,
તેના મહેલોને ભસ્મ કરશે.
15તેઓનો રાજા પોતાના સરદારો સાથે
ગુલામગીરીમાં જશે,”
એમ યહોવાહ કહે છે.

Currently Selected:

આમ. 1: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in