YouVersion Logo
Search Icon

આમ. 6

6
ઇઝરાયલનો વિનાશ
1સિયોનમાં એશઆરામથી રહેનારા,
તથા સમરુનના પર્વતોમાં નિર્ભયપણે વસનારા,
મુખ્ય પ્રજાઓના નામાંકિત માણસો જેઓ પાસે ઇઝરાયલના લોકો આવે છે,
તે તમને અફસોસ!
2તમારા આગેવાનો કહે છે, “કાલનેહમાં જઈ અને જુઓ;
ત્યાંથી મોટા નગર હમાથમાં જાઓ,
અને ત્યાંથી પલિસ્તીઓના ગાથમાં જાઓ,
શું તેઓ આ રાજ્યો કરતાં સારા છે?
અથવા શું તેઓનો વિસ્તાર તમારાં રાજ્યો કરતાં વિશાળ છે?”
3તમે ખરાબ દિવસ દૂર રાખવા માગો છો,
અને હિંસાનું રાજ્ય નજીક લાવો છો.
4તેઓ હાથીદાંતના પલંગો પર સૂએ છે
વળી તેઓ પોતાના બિછાનામાં લાંબા થઈને આળોટે છે
અને ટોળાંમાંથી હલવાનનું,
અને કોડમાંથી વાછરડાનું ભોજન કરે છે.
5તેઓ અર્થ વગરનાં ગીતો વીણાના સૂર સાથે ગાઈ છે;
તેઓ પોતાના માટે દાઉદની માફક નવાં નવાં વાજિંત્રો બનાવે છે.
6તેઓ પ્યાલામાંથી દ્રાક્ષારસ પીવે છે,
અને તાજા તેલથી પોતાને અભિષેક કરે છે,
પણ તેઓ યૂસફની વિપત્તિથી દુઃખી થતા નથી.
7તેથી તેઓ ગુલામગીરીમાં જશે, જેમ સૌ પ્રથમ તેઓ ગુલામગીરીમાં ગયા હતા,
જેઓ લાંબા થઈને સૂઈ રહેતા હતા, તેઓના એશઆરામનો અંત આવશે.
8પ્રભુ યહોવાહ, સૈન્યોના ઈશ્વર કહે છે;
હું, પ્રભુ યહોવાહ મારા પોતાના સોગન ખાઉં છું કે,
“હું યાકૂબના ગર્વને ધિક્કારું છું.
અને તેઓના મહેલોનો તિરસ્કાર કરું છું.
એટલે તેઓના નગરને અને તેમાં જે કઈ છે તે બધાને હું દુશ્મનોના હાથમાં સોંપી દઈશ.”
9જો એ ઘરમાં દસ માણસો પાછળ રહી ગયા હશે તો તેઓ મરી જશે. 10જ્યારે કોઈ માણસનાં સગામાંથી#6:10 પ્રિયજન એટલે તેને અગ્નિદાહ આપનાર તેના હાડકાને ઘરમાંથી બહાર લઈ જવાને તેની લાશને તેઓ ઊંચકી લેશે અને ઘરનાં સૌથી અંદરના માણસને પૂછશે કે હજી બીજો કોઈ તારી સાથે છે? અને તે કહેશે “ના” ત્યારે પેલો કહેશે “ચૂપ રહે; કેમ કે આપણે યહોવાહનું નામ ઉચ્ચારવા લાયક નથી.”
11કેમ કે, જુઓ, યહોવાહ આજ્ઞા કરે છે,
તેથી મોટા ઘરોમાં ફાટફૂટ થશે,
અને નાના ઘરના ફાંટો પડશે.
12શું ઘોડો ખડક પર દોડી શકે?
શું કોઈ ત્યાં બળદથી ખેડી શકે?
કેમ કે તમે ન્યાયને ઝેરરૂપ,
અને નેકીના ફળને કડવાશરૂપ કરી નાખ્યા છે.
13જેઓ તમે વ્યર્થ વાતોમાં આનંદ પામો છો,
વળી જેઓ કહે છે, “શું આપણે આપણી પોતાની જ તાકાતથી શિંગો#6:13 બળ ધારણ કર્યાં નથી?”
14સૈન્યોના ઈશ્વર પ્રભુ યહોવાહ કહે છે, હે ઇઝરાયલના વંશજો”
“જુઓ, હું તમારી વિરુદ્ધ એક પ્રજાને ઊભી કરીશ,
“તે ઉત્તરમાં હમાથના ઘાટીથી દક્ષિણમાં અરાબાની ખાડી સુધી
સંપૂર્ણ પ્રદેશ પર વિપત્તિ લાવશે.”

Currently Selected:

આમ. 6: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in