YouVersion Logo
Search Icon

યોએલ 1

1
1પથુએલના પુત્ર યોએલને પ્રભુ
તરફથી મળેલો આ સંદેશ છે.
નિષ્ફળ ગયેલા પાક માટે વિલાપ
2હે વયોવૃદ્ધ લોકો, લક્ષ દો,
યહૂદિયામાંનું સૌ કોઈ સાંભળે.
તમારા કે તમારા પૂર્વજોના સમયમાં
આના જેવું ક્યારેય બન્યું છે?
3તમે તે તમારાં સંતાનોને જણાવો;
તેઓ તેમનાં સંતાનોને અને
તેમનાં સંતાનો પછીની પેઢીને
એ વિષે કહેશે.
4તીડોનાં ટોળેટોળાં પાક પર બેઠાં;
એક ટોળાએ જે બાકી રાખ્યું,
તે બીજા ટોળાએ કાતરી ખાધું.
5હે નશાબાજો, જાગો અને વિલાપ કરો;
હે શરાબીઓ, પોક મૂકો.
નવો દ્રાક્ષાસવ બનાવવા માટેની
દ્રાક્ષોનો નાશ થયો છે.
6તીડોનાં સૈન્યે આપણા દેશ પર
આક્રમણ કર્યું છે;
તેઓ શક્તિશાળી અને સંખ્યાબંધ છે;
તેમના દાંત સિંહના દાંત
જેવા તીક્ષ્ણ છે.
7તેમણે આપણા દ્રાક્ષવેલાઓનો
નાશ કર્યો છે અને
આપણી અંજીરીઓ કરડી ખાધી છે.
ડાળીઓ સફેદ દેખાય ત્યાં સુધી
તેમણે તેમની છાલ ઉખાડી ખાધી છે.
8પોતાના ભાવિ પતિના મરણને લીધે
શોક્તુર એવી કન્યાની જેમ
હે લોકો, તમે પોક મૂકીને રડો.
9મંદિરમાં અર્પણ કરવા માટે કંઈ
ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી;
પ્રભુને ચઢાવવાનાં અર્પણો ન
હોવાથી યજ્ઞકારો ઝૂરે છે.
10ખેતરો પાકવિહોણાં છે;
ધાન્યનો નાશ થયો હોવાથી
ધરતી ઝૂરે છે.
દ્રાક્ષો સુકાઈ ગઈ છે
અને ઓલિવવૃક્ષો કરમાઈ ગયાં છે.
11હે ખેડૂતો, દુ:ખી થાઓ,
હે દ્રાક્ષવાડીના રખેવાળો,
તમે પોક મૂકો,
કારણ, ઘઉં અને જવ,
અરે સઘળા પાકનો નાશ થયો છે.
12દ્રાક્ષવેલા અને અંજીરીઓ
ચિમળાઈ ગયાં છે;
બધાં ફળાઉ વૃક્ષો સુકાઈને
મરી ગયાં છે.
લોકોનો આનંદ અલોપ થયો છે.
13હે વેદીઓ આગળ
સેવા કરનારા યજ્ઞકારો,
કંતાન પહેરીને વિલાપ કરો!
મંદિરમાં જઈને આખી રાત
રુદન કરો!
તમારા ઈશ્વરને અર્પણ કરવા માટે
કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી.
14ઉપવાસનો આદેશ આપો;
સભા બોલાવો!
તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં
આગેવાનો અને યહૂદિયાના
સર્વ લોકોને એકઠા કરીને
પ્રભુને પોકાર કરો!
15પ્રભુનો દિવસ, એવો દિવસ કે
જ્યારે સર્વસમર્થ વિનાશ લાવશે,
તે નજીક છે.
એ દિવસ કેવી ભયંકરતા લાવશે!
16આપણા પાકનો નાશ થયો હોઈ
આપણે નિ:સહાય છીએ.
આપણા ઈશ્વરના મંદિરમાં
કોઈ આનંદ નથી.
17સૂકી ભૂમિમાં બીજ સુકાઈને
મરી જાય છે.
સંગ્રહ કરવા માટે કોઈ
અનાજ જ નથી,
તેથી ખાલી કોઠારો ભંગાર
હાલતમાં છે.
18પશુઓ ત્રાસ પામી ભાંભરે છે,
કારણ, તેમને માટે ચારો નથી;
ઘેટાંનાં ટોળાં પણ
સહન કરી રહ્યાં છે.
19હે પ્રભુ, હું તમને પોકારું છું.
કારણ, ચરિયાણ અને
વૃક્ષો સુકાઈ ગયાં છે,
જાણે કે અગ્નિમાં બાળી
નંખાયાં ન હોય!
20વન્યપશુઓ પણ તમને હાંક મારે છે.
કારણ, ઝરણાં સુકાઈ ગયાં છે.

Currently Selected:

યોએલ 1: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in