પ્રકટીકરણ 9
9
1જ્યારે પાંચમા દૂતે વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો, તેને ઊંડાણના ખાડાની ચાવી આપવામાં આવી. 2તેણે ઊંડાણના ખાડાને ઉઘાડ્યો, એટલે તેમાંથી #ઉત. ૧૯:૨૮. મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડા નીકળ્યો. અને ખાડાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધરાયાં. 3અને ધુમાડામાંથી #નિ. ૧૦:૧૨-૧૫. તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં, અને પૃથ્વી પરના વીંછુઓના જેવી શક્તિ તેઓને આપવામાં આવી. 4અને તેઓને એવું ફરમાવવામાં આવ્યું હતું કે, પૃથ્વીના ઘાસને, કોઈ લીલોતરીને તથા કોઈ પણ ઝાડને ઉપદ્રવ ન કરો, પણ #હઝ. ૯:૪. જે માણસોના કપાળ પર ઈશ્વરની મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો. 5વળી તેઓને એવી [આજ્ઞા] આપવામાં આવી કે તેઓ તેમને મારી નાખે નહિ, પણ પાંચ મહિના સુધી તેમને પીડા કરે. અને વીછું જ્યારે માણસને ડંખ મારે છે તે વખતની પીડા જેવી તેઓની પીડા હતી. 6#અયૂ. ૩:૨૧; યર્મિ. ૮:૩. તે સમયે માણસો મરણને માટે તલપી રહેશે પણ તે પામશે જ નહિ, અને તેઓ મરવાની બહુ ઇચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે.
7 #
યોએ. ૨:૪. તે તીડોના આકાર લડાઈને માટે સજ્જ થયેલા ઘોડાઓના જેવા હતા. અને તેઓનાં માથાં પર સોનાના જેવા મુગટો હતા, ને તેઓનાં મુખ માણસોનાં મુખ જેવાં હતાં. 8તેઓના કેશ સ્ત્રીના કેશ જેવા અને #યોએ. ૧:૬. તેઓનાં દાંત સિંહના દાંત જેવા હતા. 9અને તેઓના પર લોઢાનાં બખતર જેવાં બખતર હતાં; અને તેઓની પાંખોનો અવાજ #યોએ. ૨:૫. લડાઈમાં દોડતા ઘણા ઘોડાના રથોના ગડગડાટ જેવો હતો. 10વીંછુઓના જેવી તેઓને પૂંછડી છે, અને ડંખ પણ છે. અને પાંચ મહિના સુધી માણસોને ઉપદ્રવ કરવાની તેઓની પૂંછડીઓમાં શક્તિ છે. 11ઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે. તેનું નામ હિબ્રૂ ભાષામાં આબાદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન [એટલે સંહારક] છે.
12પહેલી આપત્તિ આવી ગઈ છે. જુઓ. હવે પછી બીજી બે આપત્તિઓ આવવાની છે.
13પછી છઠ્ઠા દૂતે વગાડયું, ત્યારે ઈશ્વરની સંમુખની #નિ. ૩૦:૧-૩. સોનાની વેદીનાં શિંગડામાંથી [નીકળતી] એક વાણી મેં સાંભળી. 14તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું, “મહાનદી ફ્રાત પર જે ચાર દૂતોને બાંધેલા છે તેઓને છોડી મૂક.” 15માણસોના ત્રીજા ભાગને મારી નાખવા માટે જે ચાર દૂતોને નિર્મિત ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર રાખેલા હતા, તેઓને છોડવામાં આવ્યા. 16તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા વીસ કરોડ હતી; તેઓની સંખ્યા મેં સાંભળી. 17આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા. તેઓનાં બખ્તર અગ્નિ જેવાં રાતાં તથા જાંબુડાં તથા ગંધકના રંગનાં હતાં, તે ઘોડાઓનાં માથાં સિંહોના માથાં જેવાં છે, અને તેઓનાં મોંમાંથી અગ્નિ, ધુમાડો, તથા ગંધક નીકળે છે. 18એ ત્રણ અનર્થથી, એટલે તેઓનાં મોમાંથી નીકળતા અગ્નિથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યો. 19કેમ કે ઘોડાઓનું સામર્થ્ય તેઓનાં મોંમાં તથા તેઓનાં પૂંછડાંમાં છે. કારણ કે તેઓનાં પૂછડાં સાપના જેવાં છે, ને એ પૂંછડાઓને માથાં હોય છે, જેથી તેઓ ઉપદ્રવ કરે છે.
20બાકીનાં જે માણસોને તે અનર્થથી મારી નાખવામાં આવ્યા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી પસ્તાવો કર્યો નહિ, એટલે તેઓએ #ગી.શા. ૧૧૫:૪-૭; ૧૩૫:૧૫-૧૭; દા. ૫:૨૩. દુષ્ટાત્માઓની તથા સોનારૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની, સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની પૂજા કરવાનો [પસ્તાવો કર્યો નહિ]. 21વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, પોતાની જાદુક્રિયા, પોતાના વ્યભિચાર તથા પોતાની ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.
Currently Selected:
પ્રકટીકરણ 9: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Free Reading Plans and Devotionals related to પ્રકટીકરણ 9

New Testament in a Year: August

Revelation Explained Part 3 | Tribulation

Walk Through The Bible 365 - September
