YouVersion Logo
Search Icon

પ્રકટીકરણ 7

7
ઇઝરાયલના મુદ્રિત ૧, ૪૪, ૦૦૦
1ત્યાર પછી મેં ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય, તેટલા માટે તેઓએ #યર્મિ. ૪૯:૩૬; દા. ૭:૨; ઝખ. ૬:૫. પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા. 2વળી મેં બીજા એક દૂતને પૂર્વ દિશાથી ચઢતો જોયો, તેની પાસે જીવતા ઈશ્વરની મુદ્રા હતી. અને જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને ઉપદ્રવ કરવાની [સત્તા] આપવામાં આવી હતી, તેઓને તેણે મોટે અવાજે હાંક મારીને કહ્યું, 3“જયાં સુધી #હઝ. ૯:૪,૬. અમે અમારા ઈશ્વરના દાસોને તેઓનાં કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા વૃક્ષોને ઉપદ્રવ કરશો નહિ.” 4અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી. ઇઝરાયલી લોકોનાં સર્વ કુળોમાંના એક લાખ ચુમ્‍માળીસ હજાર મુદ્રિત થયા. 5યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા; રુબેનના કુળમાંના બાર હજાર; ગાદના કુળમાંના બાર હજાર; 6આશેરના કુળમાંના બાર હજાર; નફતાલીના કુળમાંના બાર હજાર; મનાશ્શાના કુળમાંના બાર હજાર; 7શિમયોનના કુળમાંના બાર હજાર; લેવીના કુળમાંના બાર હજાર; 8ઝબૂલોનના કુળમાંના બાર હજાર; યૂસફના કુળમાંના બાર હજાર; અને બિન્યામીનના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા.
કોઈથી ગણી ન શકાય એટલાની મોટી સભા
9આ બિનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજયાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. 10તેઓ મોટે સ્વરે પોકારીને કહે છે, “અમારા ઈશ્વર, જે રાજ્યાસન પર બેઠેલા છે, તેમને તથા હલવાનને તારણ [ને માટે] ધન્યવાદ હોજો.” 11સર્વ દૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભા રહેલા હતા. તેઓએ રાજયાસનની આગળ દંડવત પ્રણામ કરતાં ઈશ્વરની આરાધના કરીને કહ્યું, 12“આમીન”; અમારા ઈશ્વરને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભારસ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સામર્થ્ય સદાસર્વકાળ હો. આમીન.”
13પછી તે વડીલોમાંના એકે મને પૂછયું, “જેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા છે તેઓ કોણ છે, અને કયાંથી આવ્યા છે?” 14તેને મેં કહ્યું, “મારા મુરબ્બી, તમે જાણો છો.” તેણે મને કહ્યં, “જેઓ #દા. ૧૨:૧; માથ. ૨૪:૨૧; માર્ક ૧૩:૧૯. મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાનાં વસ્‍ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં. 15માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના મંદિરમાં રાત દિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન પર જે બેઠેલા છે તે તેમના પર મંડપરૂપે રહેશે. 16#યશા. ૪૯:૧૦. તેઓને ફરી ભૂખ લાગશે નહિ; અને સૂર્યની ઝાળ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના ઉપર પડશે નહિ. 17કેમ કે રાજયાસનની મધ્યે જે હલવાન છે, #ગી.શા. ૨૩:૧; હઝ. ૩૪:૨૩. તે તેઓના પાળક થશે, અને #ગી.શા. ૨૩:૨; યશા. ૪૯:૧૦. જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે, અને #યશા. ૨૫:૮. ઈશ્વર તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in