YouVersion Logo
Search Icon

પ્રકટીકરણ 5

5
1રાજ્યાસન પર જે બેઠેલા હતા તેમના જમણા હાથમાં મેં #હઝ. ૨:૯-૧૦; યશા. ૨૯:૧૧. એક ઓળિયું જોયું, તે અંદરની તથા બહારની બન્‍ને બાજુએ લખેલું હતું, અને સાત મુદ્રાથી મુદ્રિત કરેલું હતું. 2મેં એક બળવાન દૂતને જોયો, તેણે મોટે સ્વરે પોકારીને કહ્યું, “આ ઓળિયું ઉઘાડવાને ને તેની મુદ્રા તોડવાને કોણ યોગ્ય છે?” 3પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વીની નીચે, તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો. 4હું બહુ રડયો, કારણ કે તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડયો નહિ. 5ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, “તું રડ નહિ, જો #ઉત. ૪૯:૯. યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે #યશા. ૧૧:૧,૧૦. દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની સાત મુદ્રા [તોડવાને] વિજયી થયો છે.”
6અને રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચમાં તથા વડીલોની વચમાં #યશા. ૫૩:૭. મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું તેને સાત શિંગડા તથા #ઝખ. ૪:૧૦. સાત આંખ હતી. એ [આંખો] ઈશ્વરના સાત આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. 7તેણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણા હાથમાંથી તે [ઓળિયું] લીધું. 8અને જ્યારે તેણે તે ઓળિયું લીધું, ત્યારે પ્રાણી તથા ચોવીસ વડીલો હલવાનને પગે પડ્યાં; અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલાં સોનાનાં પ્યાલાં હતાં, #ગી.શા. ૩૩:૩; ૯૮:૧; યશા. ૪૨:૧૦. એ [ધૂપ] સંતોની પ્રાર્થનાઓ છે.
9તેઓ નવું કીર્તન ગાતાં કહે છે,
“તમે ઓળિયું લેવાને તથા
તેની મુદ્રા તોડવાને યોગ્ય છો;
કેમ કે તમને મારી નાખવામાં
આવ્યા હતા,
ને તમે તમારા રક્તથી ઈશ્વરને માટે
સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા
દેશોમાંના [લોકોને] વેચાતા લીધા છે.
10અને અમારા ઈશ્વરને માટે, તેમને #નિ. ૧૯:૬; પ્રક. ૧:૬. રાજ્ય
તથા યાજકો કર્યા છે, અને
તેઓ પૃથ્વી પર રાજ કરે છે.”
11મેં જોયું, તો રાજ્યાસન, તથા પ્રાણીઓ તથા વડીલોની આસપાસ મેં #દા. ૭:૧૦. ઘણા દૂતોની વાણી સાંભળી. તેઓની ગણતરી લાખોલાખ અને હજારોહજાર હતી.
12તેઓએ મોટે સ્વરે પોકારીને કહ્યું,
“જે હલવાનને મારી નાખવામાં
આવ્યું હતું
તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય,
માન, મહિમા તથા‍ સ્તુતિ પામવાને
યોગ્ય છે.”
13વળી ઉત્પન્‍ન થયેલું [પ્રાણી] જે આકાશમાં, પૃથ્વી પર તથા પૃથ્વીની નીચે તથા સમુદ્ર પર છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં,
“રાજ્યાસન પર જે બેઠેલા છે
તેમને તથા હલવાનને સ્તુતિ, માન,
મહિમા તથા સત્તા સદાસર્વકાળ હો.”
14ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, “આમીન.” અને વડીલોએ પગે પડીને [તેમની] આરાધના કરી.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in