YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 94

94
ઈશ્વર:સર્વના ન્યાયાધીશ
1હે બદલો વાળનાર ઈશ્વર,
યહોવા, હે બદલો વાળનાર
ઈશ્વર, પોતાને પ્રકાશવાન બતાવો.
2હે પૃથ્વીના ન્યાયાધીશ,
પોતાને ઊંચા કરો;
ગર્વિષ્ઠોને બદલો વાળી આપો.
3હે યહોવા, દુષ્ટો ક્યાં સુધી,
દુષ્ટો ક્યાં સુધી જયજયકાર કરશે?
4તેઓ બકે છે,
તેઓ અભિમાનયુક્ત વાતો કરે છે;
સર્વ અન્યાય કરનારા વડાઈ કરે છે.
5હે યહોવા,
તેઓ તમારા લોકોને કચરી નાખે છે,
તેઓ તમારા વારસાને
દુ:ખ આપે છે.
6તેઓ વિધવાને તથા પરદેશીને
કતલ કરે છે,
તેઓ અનાથને મારી નાખે છે.
7તેઓ કહે છે, “યાહ જોશે નહિ.
યાકૂબના ઈશ્વર‌ ધ્યાન દેશે નહિ.”
8હે લોકોમાંના અજ્ઞાનો, તમે ધ્યાન દો;
મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો?
9જે કાનનો ઘડનાર છે,
તે શું નહિ સાંભળે?
જે આંખનો રચનાર છે,
તે શું નહિ જુએ?
10જે વિદેશીઓને શિક્ષા કરનાર, એટલે
જે માણસોને જ્ઞાન શીખવનાર છે,
તે શું શિક્ષા કરશે નહિ?
11 # ૧ કોરીં. ૩:૨૦. યહોવા માણસોના વિચાર જાણે છે,
કે તેઓ વ્યર્થ છે.
12હે યાહ, જેને તમે શિક્ષા કરો છો,
અને જેને તમે તમારા
નિયમશાસ્‍ત્રમાંથી શીખવો છો
તે પુરુષને ધન્ય છે;
13દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી
તમે તેને સંકટના
દિવસોમાંથી શાંતિ આપશો.
14યહોવા પોતાના લોકને તજશે નહિ,
તે પોતાના વારસાનો
ત્યાગ કરશે નહિ.
15કેમ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ
પાછું વળશે;
અને યથાર્થ હ્રદયવાળા સર્વ
તેને અનુસરશે.
16મારે માટે દુષ્કર્મીઓની સામે
કોણ ઊઠશે?
મારે માટે અન્યાય કરનારની વિરુદ્ધ
કોણ ઊભો થશે?
17જો યહોવાએ મને સહાય ન કરી હોત
તો મારો આત્મા
વહેલો છાનો થઈ જાત.
18હે યહોવા, જ્યારે મેં કહ્યું,
“મારો પગ લપસી જાય છે.”
ત્યારે, તમારી કૃપાએ મને ઝીલી લીધો.
19મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે
ત્યારે તમારા દિલાસાઓ
મારા આત્માને ખુશ કરે છે.
20દુષ્ટ અધિકારીઓ નિયમસર
ઉપદ્રવ યોજે છે,
તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?
21તેઓ ન્યાયીઓને દુ:ખ
આપવા એકત્ર થાય છે,
અને નિરપરાધીને ગુનેગાર ઠરાવે છે.
22પણ યહોવા મારો ગઢ છે;
અને મારા ઈશ્વર
મારા આશ્રયના ખડક છે.
23તેમણે તેઓને તેમનો અન્યાય વાળી
આપ્યો છે,
તે તેઓની ભૂંડાઈને માટે
તેઓનો સંહાર કરશે;
યહોવા આપણા ઈશ્વર
તેઓનો સંહાર કરશે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for ગીતશાસ્‍ત્ર 94