YouVersion Logo
Search Icon

માર્ક 8

8
ઈસુ ચાર હજારને જમાડે છે
(માથ. ૧૫:૩૨-૩૯)
1તે દિવસોમાં જ્યારે ફરી અતિ ઘણા લોકો હતા, ને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે તે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે, 2“લોકો પર મને દયા આવે છે, કેમ કે હમણાં ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી! 3અને જો હું તેઓને ભૂખ્યા ઘેર મોકલું તો વાટમાં તેઓ નિર્ગત થઈ જશે! વળી તેઓમાંના કેટલાક દૂરથી આવ્યા છે.” 4તેમના શિષ્યોએ તેમને ઉત્તર આપ્યો, “અહીં અરણ્યમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે?” 5અને તેમણે તેઓને પૂછ્યું, “તમારી પાસે કેટલી રોટલી છે?” અને તેઓએ તેમને કહ્યું, “સાત”. 6ને તેમણે લોકોને જમીન પર બેસવાનો હુકમ આપ્યો. અને સાત રોટલી લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી, ને પીરસવા માટે પોતાના શિષ્યોને આપી. અને તેઓએ લોકોને પીરસી. 7અને તેઓની પાસે થોડી નાની માછલી પણ હતી. અને તેમણે તે પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું. 8અને તેઓ ખાઈને ધરાયા. અને તેઓએ બાકી રહેલા કકડાઓની સાત ટોપલી ઉઠાવી. 9અને [ખાનારા] આશરે ચાર હજાર હતા. અને તેમણે તેઓને વિદાય કર્યા. 10અને તરત પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેસીને તે દલમાનુથાના પ્રદેશોમાં આવ્યા.
ફરોશીઓ નિશાની માગે છે
(માથ. ૧૬:૧-૪)
11અને ફરોશીઓ નીકળી આવ્યા, ને તેમનું પરીક્ષણ કરતાં #માથ. ૧૨:૩૯; લૂ. ૧૧:૨૯. તેમની પાસે આકાશમાંથી નિશાની માગીને તેમની સાથે વિવાદ કરવા લાગ્યા. 12અને પોતાના આત્મામાં ઊંડો નિસાસો મૂકીને તે કહે છે, “આ પેઢી નિશાની કેમ માગે છે? હું તમને ખરેખર કહું છું કે, આ પેઢીને કંઈ જ નિશાની અપાશે નહિ.” 13અને તેઓને મૂક્યા પછી તે પાછા હોડીમાં બેસીને પેલે પાર ગયા.
ફરોશીઓ અને હેરોદીઓનું ખમીર
(માથ. ૧૬:૫-૧૨)
14અને તેઓ રોટલી લાવવાને ભૂલી ગયા હતા, અને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી નહોતી. 15અને તેમણે તેઓને આજ્ઞા આપી, #લૂ. ૧૨:૧. “જો જો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહો.” 16અને તેઓએ અંદરોઅંદર સંવાદ કરીને કહ્યું, “આપણી પાસે રોટલી નથી.” 17અને ઈસુ એ જાણીને તેઓને કહે છે, “તમારી પાસે રોટલી નથી એ માટે તમે કેમ સંવાદ કરો છો? હજી સુધી શું તમે નથી જાણતા, ને નથી સમજતા? શું તમારાં હ્રદય કઠણ થયાં છે? 18#યર્મિ. ૫:૨૧; હઝ. ૧૨:૨; માર્ક ૪:૧૨. તમને આંખો છતાં શું તમે નથી જોતા? અને કાનો છતાં શું તમે નથી સાંભળતા? અને શું યાદ નથી રાખતા? 19જ્યારે પાંચ હજારને માટે પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે કકડાઓની ભરેલી કેટલી ટોપલી ઉઠાવી?” તેઓ તેમને કહે છે, “બાર.” 20અને જ્યારે ચાર હજારને માટે સાત, ત્યારે તમે કકડાથી ભરેલી કેટલી ટોપલી ઉઠાવી?” અને તેઓએ કહ્યું, “સાત.” 21અને તેમણે તેઓને કહ્યું, “શું તમે હજી નથી સમજતા?”
બેથસાઈદામાં આંધળાને સાજો કરે છે
22અને તે બેથસાઈદામાં આવે છે. અને તેઓ તેમની પાસે એક આંધળાને લાવે છે, ને તેને અડકવા માટે તેઓ તેમને વિનંતી કરે છે. 23અને આંધળાનો હાથ પકડીને તે તેને ગામમાંથી બહાર લઈ ગયા, ને તેની આંખોમાં થૂંકીને તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું, “તું કંઈ જુએ છે?” 24અને ઊંચું જોઈને તેણે કહ્યું, “હું માણસોને જોઉં છું, કેમ કે તેઓને વૃક્ષોના જેવા ચાલતાં જોઉં છું.” 25ત્યારે તેમણે ફરી તેની આંખો પર હાથ મૂક્યા; અને તેણે તાકીને જોયું, ને સાજો થયો, ને બધું સ્પષ્ટ રીતે જોયું. 26અને તેમણે તેને ઘરે મોકલતાં કહ્યું, “ગામમાં પણ પેસતો ના.”
ઈસુ વિષે પિતરનો એકરાર
(માથ. ૧૬:૧૩-૨૦; લૂ. ૯:૧૮-૨૧)
27અને ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપીનાં ગામોમાં ગયા. અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું, ‘હું કોણ છું, એ વિષે માણસો શું કહે છે?” 28અને #માર્ક ૬:૧૩-૧૫; લૂ. ૯:૭-૮. તેઓએ તેમને કહ્યું, “ [કોઈ કહે છે કે] તમે યોહાન બાપ્તિસ્ત છો; અને કોઈ [કહે છે] કે તમે એલિયા છો; અને કોઈ [કહે છે] કે તમે પ્રબોધકોમાંના એક છો.” 29અને તેમણે તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?” #યોહ. ૬:૬૮-૬૯. પિતરે તેમને ઉત્તર આપ્યો, “તમે તો ખ્રિસ્ત છો.” 30અને તેમણે તેઓને તાકીદ કરી, “મારા વિષે તમારે કોઈને કહેવું નહિ.”
ઈસુ પોતાના મૃત્યુની પ્રથમ આગાહી કરે છે
(માથ. ૧૬:૨૧-૨૮; લૂ. ૯:૨૨-૨૭)
31અને તે તેઓને શીખવવા લાગ્યા, “માણસના દીકરાએ ઘણું સહેવું, ને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્‍ત્રીઓથી નાપસંદ થવું, ને માર્યા જવું, ને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું, એ જરૂરનું છે.” 32અને તે એ વાત ઉઘાડી રીતે બોલ્યા. અને પિતર તેમને એક બાજુએ લઈ જઈને તેમને ઠપકો આપવા લાગ્યો. 33પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો, “શેતાન, મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે.” 34અને તેમણે પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું, #માથ. ૧૦:૩૮; લૂ. ૧૪:૨૭. “જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 35કેમ કે #માથ. ૧૦:૩૯; લૂ. ૧૭:૩૩; યોહ. ૧૨:૨૫. જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. 36કેમ કે જો માણસ આખું જગત મેળવે, ને પોતાના જીવની હાનિ પામે, તો તેને શો લાભ થાય? 37વળી માણસ પોતાનો જીવનો‍ શો બદલો આપશે? 38કેમ કે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.”

Currently Selected:

માર્ક 8: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in