YouVersion Logo
Search Icon

માલાખી 4

4
પ્રભુનો દિવસ આવે છે
1કેમ કે, જુઓ, તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની જેમ બળે છે. અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખૂંપરારૂપ થશે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહિ. 2પણ તમે મારા નામનું ભય રાખનારાઓને માટે તો ન્યાયીપણાનો સૂર્ય ઊગશે, અને તેની પાંખોમાં આરોગ્ય હશે; તમે બહાર આવીને કોઢમાંના વાછરડાઓની જેમ કૂદશો. 3તમે દુષ્ટોને [તમારા] પગ નીચે ખૂંદશો; કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું આ પ્રમાણે કરીશ તે દિવસે તેઓ તમારા પગનાં તળિયા નીચે રાખ સમાન થશે.
4મારા સેવક મૂસાનો ‘નિયમ’ કે જે મેં તેને હોરેબમાં સર્વ ઈઝરાયલને માટે ફરમાવ્યો તે, એટલે વિધિઓ તથા આ ઓ, તમે યાદ રાખો. 5જુઓ, યહોવાનો મહાન તથા ભયંકર દિવસ આવે તે યહેલાં #માથ. ૧૧:૧૪; ૧૭:૧૦-૧૩; માર્ક ૯:૧૧-૧૩; લૂ. ૧:૧૭; યોહ. ૧:૨૧. હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલી દઈશ. 6તે પિતાઓનાં મન પુત્રો તરફ ને પુત્રોનાં મન પોતાના પિતાઓ તરફ ફેરવશે, રખેને હું આવીને પૃથ્વીને શાપથી મારું.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for માલાખી 4