YouVersion Logo
Search Icon

યૂના 2

2
યૂનાની પ્રાર્થના
1તે વખતે યૂનાએ માછલીના પેટમાથી પોતાના ઈશ્વર યહોવાની પ્રાર્થના કરી.
2તેણે કહ્યું, “મારી વિપત્તીને લીધે
મેં યહોવાને વિનંતી કરી,
ને તેમણે મને ઉત્તર આપ્યો.
શેઓલના પેટમાંથી મેં બૂમ પાડી,
ને તમે મારો સાદ સાંભળ્યો.
3કેમ કે તમે મને ઊંડાણમાં,
સમુદ્રના ભીતરમાં ફેંક્યો, ને
મારી આસપાસ પાણી હતું.
તમારાં સર્વ મોજાંઓને તે તમારી છોળો
મારા પર ફરી વળ્યાં.
4મેં કહ્યું કે, મને તમારી નજર આગળ
ફેંકી દેવામાં આવ્યો છે;
તોપણ હું ફરીથી તમારા પવિત્ર મંદિર
તરફ જોઈશ.
5પાણી મારી આસપાસ ફરી વળ્યા, હા,
મારો જીવ જતાં સુધી ફરી વળ્યાં.
મારી આસપાસ ઊંડાણ હતું.
મારા માથાની આસપાસ દરિયાઈ
છોડ વીંટાઈ ગયા હતા.
6હું પર્વતોનાં તળિયાં સુધી ઊતરી ગયો.
પૃથ્વીએ પોતાની ભૂંગળો મારા પર
સદાને માટે બંધ કરી દીધી.
તોપણ, હે મારા ઈશ્વર યહોવા,
તમે મારા જીવને ખાડામાંથી
બહાર કાઢ્યો છે.
7મારો જીવ મારામાં નિર્ગત થયો, ત્યારે
મેં યહોવાનું સ્મરણ કર્યું,
મારી પ્રાર્થના તમારા પવિત્ર મંદિરમાં
તમારી હજૂરમાં પહોંચી.
8જેઓ ખોટી ને વ્યર્થ બાબતો પર
લક્ષ રાખે છે
તેઓ પોતા પર કૃપા રાખનારને
તજી દે છે.
9પણ હું આભારસ્તુતિ કરીને
બલિદાન આપીશ.
હું મારી માનતાઓ ચઢાવીશ.
તારણ યહોવાથી છે.”
10યહોવાએ માછલીને આજ્ઞા કરી, ને તેણે યૂનાને કોરી જમીન પર બહાર કાઢી લાવ્યો.

Currently Selected:

યૂના 2: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in